________________
સાતસો મહાનીતિ
પડી ગયા અને જાગ્યા કે ખરી વાત છે, અહંકારરૂપી ગજ ઉપર હું બેઠો છું. નાના ભાઈને હું નમવા હવે તો જાઉં એમ વિચારીને ઊઠ્યા કે તરત કેવળજ્ઞાન થયું. આટલા જ માનના અહંકારથી કેવળજ્ઞાન અટક્યું હતું. આ જીવનું માન-અહંકારે ભૂંડું કર્યું છે. તે તો મૂક્ય છૂટકો છે.” (ઉ.પૃ.૨૦૬)
સમતા, ધીરજ, શાંત મનથી વચન બોલવું, બોલાવવું, માન આપવું એ વિનય છે. તેને બદલે તોછડાઈ, ઉદ્ધતાઈ, ઊંચે અવાજે બોલવું એ યોગ્ય નથી. આ બાબત લક્ષમાં રાખવા યોગ્ય છે. કોઈનો પણ અવિનય ન થવો જોઈએ. ખાસ કરીને સત્સંગમાં તે ઉપયોગ બહુ રાખવો જોઈએ. બોલવામાં વિનય શીખવાની જરૂર બહુ છે. આપણે સર્વેથી નાના, નમ્ર બની જવું અને નમીને ચાલવું.” (ઉ.પૃ.૪૨૮)
ઘીરજ રાખવી. કોઈ ગમે તે કહે તે સહન કરવાની ટેવ પાડવી. તેથી બહુ લાભ થાય છે. ક્રોધી સ્વભાવ જેનો ન હોય તેના સર્વે મિત્રો બની જાય છે. વિનય એ સર્વને વશ કરવાનું ઉત્તમ હથિયાર છે. જેમ બને તેમ દુશ્મનનું પણ ભલું ઇચ્છવું. સદાચાર સેવવા. મૈત્રીભાવ રાખશો. ઘીરજથી હળીમળી આનંદ લેવો. ગુણગ્રાહી થવું. આપણને કોઈએ ગુણ કય તો આપણે તેનો બદલો વાળવો, મીઠાં વચનથી, નમનતાથી સારાં વચન કહી તેનું મન રાજી થાય તેમ કરવું. આ વાત કોઈ જીવાત્મા સમજુ હોય તેને કહેવાનું થાય છે. સૌથી મોટી નમનતા છે. લઘુભાવ કરી વર્તવું. અહંકાર અને અભિમાન આત્માના વૈરી છે, તેને મનમાં લાવવા નહીં. અભિમાન થવા ન દેવું. એમ મનમાં ન લાવવું કે હું સમજો છું, આ તો કંઈ સમજતો નથી.” (ઉ.પૃ.૧૦૭)
“આ બેઠા છે તે બધાને સૌથી પ્રથમ કરવા યોગ્ય છે તે શું? શાસ્ત્રમાં પણ એ જ કરવાનું કહ્યું છે તે શું? તો કે વિનય. ભૂંડુ કર્યું હોય તેનું પણ ભલું થાઓ.” (ઉ.પૃ.૩૯૪) પક૭. તું જે કરે છે તેમાં અસંભવ ન માનું.
કોઈપણ કાર્યને હું પણ સાધી શકું, એવો બળવાન નિશ્ચય હોય તો પુરુષાર્થ ટકે. પહેલાથી જ મનમાં ઢીલાશ હોય કે આપણાથી આ કાર્ય થઈ શકવાનું નથી તો એક બે મુશ્કેલી આવતાં તે કાર્ય પડી ભાંગે. પણ મરણીયો થઈને પણ આ કાર્ય સાઘીશ એવો જો આત્મવિશ્વાસ હોય તો ગમે તેટલી મુશ્કેલીઓ આવતાં પણ તે ડગે નહીં અને કાર્યની સિદ્ધિ થાય.
“એક મરણિયો સોને ભારે” ‘ાર્ય સાધયમ વા વેઢું પાતામિ વા’ - ગજસુકુમાર તથા દ્રઢ પ્રહારીએ નિશ્ચય કર્યો કે મારે મોક્ષે જવું જ છે તો ગમે તેવા કષ્ટ આવ્યા તો પણ પોતે સમતાભાવ રાખવાનો પુરુષાર્થ છોડ્યો નહીં; એક હજાર ભવના કર્મોને બે ઘડીમાં જ બાળી નાખીને ગજસુકુમાર અંતકૃત કેવળી થઈ મોક્ષે પધાર્યા.
એમ કોઈપણ કાર્ય પોતાના નિશ્ચયબળે તથા યથાર્થ પુરુષાર્થ કરવાથી સિદ્ધ થઈ શકે એમ છે. પ૬૮. શંકા ન કરું; ઉથાપે નહીં; મંડન કરું.
જ્ઞાનીપુરુષના વચનોમાં શંકા ન કરું. મહાપુરુષોના વચનને કદી ઉત્થાપું નહીં, પણ તેનું સમ્યક્ પ્રકારે મંડન કરું અર્થાત્ દ્રષ્ટાંત, દલીલ આદિથી તે તે વાતોને પુષ્ટ કરું.
“બોઘામૃત ભાગ-૧'માંથી :- “સર્વ જીવોનું સ્વરૂપ સિદ્ધ સમાન છે. તે સ્વરૂપ પ્રગટ કરવા, માટે સદગુરુની આજ્ઞા અને જિનદશા એ બેની જરૂર છે. ગમે તેમ હો પણ સદગુરુ કહે એમ કરવું. ભલે
૪૨૫