________________
સાતસો મહાનીતિ
છે. પછી
એ
સોમલ આપે તો પણ ખાઈ જવો. એવી શ્રદ્ધા જોઈએ.” (બો.૧ પૃ.૪૮)
બોઘામૃત ભાગ-૩'માંથી – “મુમુક્ષુએ સત્પરુષના દોષ જોવાથી તો પ્રથમ છૂટવું જ
જોઈએ, અચળ શ્રદ્ધા કરવી જોઈએ તો તેનાં વચન તેને પરિણામ પામે. કેવી શ્રદ્ધા જોઈએ તેનું દ્રષ્ટાંત પ.પૂ.પ્રભુશ્રીજીએ આપ્યું હતું.
ગુરુ જે કંઈ કરે તે મારા હિતને માટે જ હોય એવી શ્રદ્ધા જોઈએ
ગરશિષ્યનું દ્રષ્ટાંત - એક ગુરુશિષ્ય વિહાર કરતાં વડની છાયામાં વિસામો લેવા બેઠા. શિષ્યને ઠંડા પવનથી ઊંઘ આવી ગઈ. તેવામાં એક સાપ દોડતો ન આવ્યો. તેને રોકીને ગુરુએ પૂછ્યું, શું કામ આવ્યો છે? તેણે કહ્યું – કે તમારા શિષ્યના ગળાનું લોહી પીવા પૂર્વના વેરને લઈને આવ્યો છું. ગુરુએ તેને થોભાવીને કહ્યું, હું તને તેના ગળામાંથી લોહી કાઢીને આપું છું. એમ કહી ગળાની ચામડી ચમ્મુથી કાપવા લાગ્યા કે શિષ્ય આંખ ઉઘાડી પણ ગુરુને જોયા એટલે મીંચી દીઘી અને માન્યું કે ગુરુ કરતા હશે તે સારું જ કરતા હશે. પછી કાચલીમાં લોહી કાઢી સાપને પાયું. તે પીને તે પાછો વળી ગયો.
આ શિષ્યની પેઠે મહાત્માને પોતાનું ગળું કાપતા પોતાની નજરે પ્રત્યક્ષ દેખે તોપણ ગુરુ જે કરે તે મારા હિતને અર્થે જ કરે છે. મારે તેમાંથી કંઈક શીખવાનું જ છે. તેમના આત્માની ચેષ્ટાને વિષે તેની વૃત્તિ રહે તો અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે અને સહેજે આત્મબોઘ પ્રાપ્ત થાય. પણ ભક્તિ જાગી હોય તો તેમ બને, માટે ગુરુભક્તિ વધારતા જવું એ આપણું કર્તવ્ય છેજ.” (બો.પૃ.૩૫૯)
“જેને જેને સત્પરુષની શ્રદ્ધા જેટલા પ્રમાણમાં થઈ હશે તેટલું આત્માનું કલ્યાણ થશે. મહાભાગ્યશાળી હશે તેને આવા હડહડતા કળિકાળમાં સાચા પુરુષ પ્રત્યે, તેના વચન પ્રત્યે, તેના અનુયાયી વર્ગ પ્રત્યે પ્રેમપ્રતીતિ જાગશે. જપ, તપ, શાસ્ત્રજ્ઞાન આદિ સર્વ ઘર્મકાર્યનો પાયો પરમપુરુષ પ્રત્યેની શ્રદ્ધા છેજી. જેની શ્રદ્ધા બળવાન છે તેનો પુરુષાર્થ પણ લૂલો ન રહે. લોકો ભલે જાણે કે ન જાણે પણ તેનો આત્મા પરમાર્થ માટે તલપાપડ થઈ રહે. છૂટું છૂટું અંતરમાં થઈ રહ્યું હોય તે છાનું ન રહે.
ભરત ચક્રવર્તીનું દ્રષ્ટાંત - ભરત ચક્રવર્તી લડાઈઓ લડતા હતા ત્યારે પુંડરિક ગણઘરે શ્રી ઋષભદેવને પ્રશ્ન કર્યો કે “હે ભગવાન!અત્યારે ભરત ચક્રવર્તી છ ખંડ સાથે છે અને મોટી લડાઈઓમાં પડ્યા છે તે વખતે તેમના આત્માનાં પરિણામ કેવા વર્તે છે?” ભગવાને ઉત્તર આપ્યો : “તારા જેવા.” ક્યાં ગણઘરની પ્રવૃત્તિ અને ક્યાં રાજ્યો જીતવાની પ્રવૃત્તિ! પણ આત્મા જેનો જાગ્યો છે તેને સંસાર કેવો લાગે, તેનું આ આબાદ દ્રષ્ટાંત છે. તે જ પરિણામ દ્રઢ રાખીને અરીસાભુવનમાં તેમણે કેવળજ્ઞાન પ્રગટાવ્યું. બહારથી કોઈ જાણે કે એ તો અકસ્માત્ કેવળજ્ઞાન થઈ ગયું હશે. પણ તેને માટે રાતદિવસ તેમનો કેટલો પુરુષાર્થ હતો? અને શ્રી ઋષભદેવ સ્વીકારે તેવાં આત્મપરિણામ ટકાવી રાખતા હતા. કર્યું થાય છેજી. માટે કર્મના સંયોગે ગમે ત્યાં રહેવું થાય પણ આત્મા વિના કોઈ કાર્ય થઈ શકતું નથી. માત્ર તેના તરફ લક્ષ રાખી મમતા મૂકતા રહેવાનો અભ્યાસ નિરંતર મારે તમારે કર્તવ્ય છેજી. (બો.૩ પૃ.૨૧૬)
૪૨૬