SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ પક૨. સૃષ્ટિના પ્રત્યેક (C) ગુણની વૃદ્ધિ કરું. ક, સૃષ્ટિમાં રહેલ પ્રાણીઓમાં ક્ષમાગુણ, સત્યગુણ, સરળતા, પ્રેમ, દયા, અહિંસાદિ જે જે સદ્ગણો વિદ્યમાન છે, તે ગુણોની મારામાં વૃદ્ધિ કરું, જેથી મારા આત્માનું કલ્યાણ થાય. પ૬૩. સૃષ્ટિના દાખલ થતાં સુધી પાપ પુણ્ય છે એમ માનું. જ્યાં સુધી સૃષ્ટિ મારા હૃદયમાં દાખલ છે ત્યાં સુધી પાપ પુણ્ય છે એમ માનું. અર્થાત્ મારામાં રાગદ્વેષના ભાવો છે ત્યાં સુધી પાપપુણ્યનો બંધ થશે એમ માનું. રાગદ્વેષનો નાશ થયે પાપપુણ્યનો પણ નાશ થઈ શુદ્ધભાવની પ્રાપ્તિ થશે અને આત્માની શાશ્વત સુખશાંતિ પ્રગટશે. પ૬૪. એ સિદ્ધાંત તત્ત્વઘર્મનો છે; નાસ્તિકતાનો નથી એમ માનું. ઉપરના વાક્યમાં પુણ્ય પાપની વાત કરી, તે સિદ્ધાંત તત્ત્વઘર્મનો છે, નાસ્તિકતાનો નથી. નાસ્તિક લોકો તો પુણ્ય પાપને માનતા નથી તથા પરભવ છે એમ પણ માનતા નથી. ૫૬૫. હૃદય શોકિત કરું નહીં. ગમે તેવા દુઃખના પ્રસંગ આવે તો પણ હૃદય શોકવાળું કરું નહીં. કારણ કે શોક કરવાથી કંઈ દુઃખ જતું નથી, પણ આર્તધ્યાન વડે નવીન કર્મનો બંઘ થાય છે. માટે મનને એવા પ્રસંગે ઘીરજ આપી શોક્તિ કરું નહીં. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “નિરંતર સત્પરુષની કૃપાદ્રષ્ટિને ઇચ્છો; અને શોક રહિત રહો એ મારી પરમ ભલામણ છે તે સ્વીકારશો. વિશેષ ન દર્શાવો તોપણ આ આત્માને તે સંબંઘી લક્ષ છે. મુરબ્બીઓને ખુશીમાં રાખો. ખરી ઘીરજ ઘરો. પૂર્ણ ખુશીમાં છું.” (વ.પૃ.૧૭૬) નિરંતર સમાથિભાવમાં રહો. હું તમારી સમીપ જ બેઠો છું એમ સમજો. દેહદર્શનનું અત્યારે જાણે ધ્યાન ખસેડી આત્મદર્શનમાં સ્થિર રહો. સમીપ જ છું, એમ ગણી શોક ઘટાડો, જરૂર ઘટાડો.”(વ.પૃ.૧૮૪) “ઉપદેશામૃત'માંથી – આપશ્રીએ સદા આનંદમાં રહેવું. કૃપાળુદેવ સર્વની સંભાળ લે છે. દ્રષ્ટા તરીકે જોયા કરવું. જગતના સર્વ ભાવ ભૂલી જવા માટે પ્રયત્ન કરવું. સર્વ ભાવ પ્રત્યે ઉદાસીનતા એટલે સમભાવ રાખી, હૃદયને નિર્મળ કરી, આખા જગતને ચૈતન્યવત્ જોવાના વિચારમાં મનને જોડજો. આ પ્રભુ એટલે કૃપાળુદેવ શ્રી સદગુરુ પ્રભુની મુદ્રાછબી હૃદયમંદિરમાં સ્થાપી, ખડી કરી મનને ત્યાં પરોવજો. પરમ શુદ્ધ ચૈતન્યનું નિવાસઘામ એવો જે શ્રી સદ્ગુરુનો પવિત્ર દેહ તેનું વીતરાગભાવે ધ્યાન કરવાથી પણ જીવ શાંત દશાને પામે છે, એ ભૂલવા જેવું નથી.” (પૃ.૮) પ૬૬. વાત્સલ્યતાથી વૈરીને પણ વશ કરું. વૈરી હોય તેની સાથે પણ વિનયથી કે પ્રેમભાવે વર્તન કરવાથી તે વશ થાય. ઉપદેશામૃત'માંથી - “બધાનો સાર વિનય. વનો (વિનય) વેરીને પણ વશ કરે. દીકરો થઈને ખવાય; બાપ થઈને ન ખવાય. વનાની અને લઘુતાની વાત કરે આત્માર્થી; પહેલાં વિનયને ઘરમાં લાવશે તો કામ થશે. મોટા કરોડપતિમાં પણ વનો હોય તો તેનાં દાસ છીએ. “લઘુતા તો મેરે મન માની’ (ચિદાનંદજી) માન ન હોય તો અહીં જ મોક્ષ છે. તે મુકાણું તો કામ થયું. સમાધિસ્થ બાહુબલજીને તેમની બહેનો – બ્રાહ્મી-સુંદરીએ જંગલમાં જઈને કહ્યું : “વીરા, ગજથકી હેઠા ઊતરો.” ત્યાં બાહુબલજી વિચારમાં ૪૨૪
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy