________________
સાતસો મહાનીતિ
પોતાને પુત્ર થયો કે તરત જ રાજ્ય આપી દીક્ષા લઈ લીધી. એમ સંસ્કાર કેવાં કામ કરે છે. ખરેખર બાળકોને સંસ્કારઘન આપવા જેવું છે. જેથી કોઈ દિવસ દુઃખ આવે તો પણ આ કર્મનું ફળ છે એમ સમજી તેઓ સમતાભાવ રાખી શકે. એવી રીતે સંસ્કારઘનવડે કુટુંબને મોક્ષમાર્ગે ચઢાવું. પ૬૧. તત્વાર્થે સૃષ્ટિને સુખી કરતાં હું સ્વાર્થ અર્પે.
બીજા જીવોને તત્ત્વની સમજ આપવાનું કામ ખરી રીતે તો સત્યરુષો જ કરી શકે. તેઓ નિઃસ્વાર્થી, નિષ્કારણ કરુણાશીલ સ્વભાવવાળા હોય છે. યોગ્યતાનુસાર હું પણ તત્ત્વને અર્થે સૃષ્ટિને સુખી કરવા મારો સ્વાર્થ અર્પ, અર્થાત માનાદિની કે સાંસારિક સુખની ઇચ્છાનો ત્યાગ કરી આત્માર્થે યથાશક્તિ સ્વપરહિત કરવાનો પ્રયાસ કરું. સૃષ્ટિમાં રહેલા પ્રાણીને આત્મતત્ત્વ પામવાની ઇચ્છા હોય તો તેના માટે ગમે તેટલો ખર્ચ થાય તે કરવા શ્રી કૃષ્ણ મહારાજા તૈયાર હતા. જેને દીક્ષા લેવાની ઇચ્છા થઈ હોય તેનું આખું કુટુંબ તેઓ પાળતા તથા દીક્ષા લેવાના વરઘોડા વગેરેના ખર્ચ પણ કરતા હતા. એ શું સૂચવે છે? તો કે ઘર્મ પ્રત્યેનો એમનો પરમપ્રેમ. હું કરી શકતો નથી પણ જે કરતા હોય તેનું અનુમોદન તો કરું એવી ભાવના શ્રીકૃષ્ણના હૃદયમાં સદાય જાગ્રત હતી.
શ્રીમદ્ રાજચંદ્રમાંથી :- “પ્ર.-આપ જેવા સમર્થ પુરુષથી લોકોપકાર થાય એવી ઇચ્છા રહે એ સ્વાભાવિક છે.
શ્રીમદ્ – લોકાનુગ્રહ સારો ને જરૂરનો કે આત્મહિત? મનસુખભાઈ – સાહેબ, બન્નેની જરૂર છે.
શ્રી હેમચંદ્રાચાર્યનું દ્રષ્ટાંત – શ્રીમદુ-શ્રી હેમચંદ્રાચાર્યને થયાં આઠસો વરસ થયા. શ્રી આનંદઘનજીને થયાં બસો વરસ થયાં. શ્રી હેમચંદ્રાચાર્યે લોકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો. શ્રી આનંદઘનજીએ આત્મહિત સાઘનપ્રવૃત્તિને મુખ્ય કરી. શ્રી હેમચંદ્રાચાર્ય મહાપ્રભાવક બળવાન ક્ષયોપશમવાળા પુરુષ હતા. તેઓ ઘારત તો જુદો પંથ પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાન હતા. તેમણે ત્રીશ હજાર ઘરને શ્રાવક કર્યા. ત્રીશ હજાર ઘર એટલે સવાથી દોઢ લાખ માણસની સંખ્યા થઈ. શ્રી સહજાનંદજીના સંપ્રદાયમાં એક લાખ માણસ હશે. એક લાખના સમૂહથી સહજાનંદજીએ પોતાનો સંપ્રદાય પ્રવર્તાવ્યો, તો દોઢ લાખ અનુયાયીઓનો જુદો સંપ્રદાય શ્રી હેમચંદ્રાચાર્ય ઘારત તો પ્રવર્તાવી શકત.
પણ શ્રી હેમચંદ્રાચાર્યને લાગ્યું કે સંપૂર્ણ વીતરાગ સર્વજ્ઞ તીર્થકર જ ઘર્મપ્રવર્તક હોઈ શકે. અમે તો તીર્થકરોની આજ્ઞાએ ચાલી તેમના પરમાર્થમાર્ગનો પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા. વીતરાગમાર્ગનો પરમાર્થ પ્રકાશવારૂપ લોકાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્યે કર્યો. તેમ કરવાની જરૂર હતી. વીતરાગ માર્ગ પ્રતિ વિમુખતા અને અન્ય માર્ગ તરફથી વિષમતા, ઈર્ષ્યા આદિ શરૂ થઈ ચૂક્યાં હતાં. આવી વિષમતામાં વીતરાગમાર્ગ ભણી લોકોને વાળવા, લોકોપકારની તથા તે માર્ગના રક્ષણની તેમને જરૂર જણાઈ. અમારું ગમે તેમ થાઓ, આ માર્ગનું રક્ષણ થવું જોઈએ. એ પ્રકારે તેમણે સ્વાર્પણ કર્યું. પણ આમ તેવા જ કરી શકે. તેવા ભાગ્યવાન, માહાલ્યવાન, ક્ષયોપશમવાન જ કરી શકે. જુદાં જુદાં દર્શનોનો યથાવત્ તોલ કરી અમુક દર્શન સંપૂર્ણ સત્યસ્વરૂપ છે એવો નિર્ધાર કરી શકે તેવા પુરુષ લોકાનુગ્રહ, પરમાર્થપ્રકાશ, આત્માર્પણ કરી શકે.” (વ.પૃ.૬૬૪)
૪૨૩