________________
સાતસો મહાનીતિ
આ બધું સાંભળીને આજુબાજુના રાજાઓને ઈર્ષા થઈ. જેથી પાંચ રાજાઓએ એકઠા મળી મેઘકુમારનું રાજ્ય લેવા રંગાવતી પર આક્રમણ કર્યું. રાજાએ મંત્રીને સૈન્યની
તૈયારી કરવા જણાવ્યું. સાંજે મેઘકુમારે પોતાની રાણી મદનમંજરીને લડાઈની વાત કરી. તેણીએ કહ્યું યુદ્ધ કરવાથી નિરપરાથી વ્યક્તિઓ બિચારા માર્યા જશે. માટે યુદ્ધ ન કરવું પડે એવો ઉપાય કરો. રાજા કહે આપણે માથે આવે ત્યારે યુદ્ધ કરવું પડે. રાણી કહે—યુદ્ધમાં પ્રજાના માણસો મરે એના કરતાં તો તે રાજાઓને આપણું રાજ્ય આપી દઈએ. આપણે સંયમ લઈ લઈશું. ત્યારે રાજા કહે—તેઓ એમ સમજશે કે આ રાજા તો અમારે શરણે આવી ગયો. ત્યારે રાણીએ ચિડાઈને કહ્યું તો જાઓ શસ્ત્ર ઉઠાવો, યુદ્ધનો ઘમસાન માંડો અને નિરપરાથી મનુષ્યોના ખુન કરી પોતાની કીર્તિને અમર કરો. એ સાંભળી રાજાનું પણ મન ફર્યું અને કહ્યું આપણે હવે યુદ્ધ કરવું નથી. ત્યારે રાણી બોલી–હજારો લોકોનું ભલું થશે.
રાજાએ બીજે દિવસે દુતને મોકલી પાંચ રાજાઓને જણાવ્યું કે અહીંના રાજા લોકોની શાંતિને ઇચ્છે છે. માટે મંત્રણા કરવા બઘાને રાજમહેલમાં બોલાવે છે. ત્યારે તેમણે કહ્યું મંત્રણાને નામે અમને કેદ કરી લે તો. દુતે કહ્યું–તમને વિશ્વાસ ન હોય તો અમારા રાજા એકલા તમારી પાસે આવશે. પછી તેમણે રાજસભામાં આવવાની હા કહી. મંત્રણા સમયે મેઘકુમાર રાજાએ કહ્યું –રાજસત્તા માટે મારી પ્રજાનું ખુન કરવા હું ઇચ્છતો નથી. ત્યારે બીજા રાજાઓએ કહ્યું તો અમારી આધીનતા સ્વીકારો. મેઘરાજાએ કહ્યું–થોડો સમય આપો, હમણાં આવું છું. રાજા રાણી બન્ને સફેદ કપડાં પહેરી મંત્રણા કક્ષમાં આવ્યા. તે જોઈ રાજાઓ આશ્ચર્ય પામ્યા. મેઘરાજાએ કહ્યું તમને રાજ્ય સોંપી હું નિશ્ચિંત થઈ ગયો. હવે મને આત્મસાઘન કરવાનો અવસર મળી ગયો. એ સાંભળી બીજા રાજાઓએ આગ્રહપૂર્વક મેઘરાજા ઉપર પાછું મુગટ મૂક્યું અને બઘા રાજાઓ મિત્ર બની ગયા. આખી રંગાવતી સ્વર્ગ જેવી દેખાવા લાગી. કૃપાળુદેવે લખ્યું કે સૃષ્ટિને સ્વર્ગ બનાવું? તેમ આ રાજાએ કરી બતાવ્યું.
કુટુંબને મોક્ષયોગ્ય બનાવવા સત્સંગમાં લઈ જાઉં, કે જેથી તે જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધે, તેથી ઘરમાં મોહનું તથા ક્લેશનું વાતાવરણ મટી જાય અને નિર્દોષ પ્રેમનું વાતાવરણ સર્જાય તો મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય. નિર્મોહી કુટુંબના દ્રષ્ટાંતમાં બઘાને જ્ઞાની પુરુષનો યોગ થવાથી એક બીજા પ્રત્યે મોહ રહ્યો નહીં. તેથી આખું કુટુંબ મોહરહિતપણે રહેતું હતું. તેમ કુટુંબને સપુરુષનું શરણ અપાવી નિર્મોહી કરી મોક્ષસ્વરૂપ બનાવું. સતી મદાલસાનું દ્રષ્ટાંત – સંસ્કારઘન સર્વોત્તમ. એક રાજા હતો. તેની રાણી મદાલસા
સતી હતી. તેને આઠ પુત્રો થયા. તે બાળકોને ઝુલાવતી ઝુલાવતી મહાપુરુષોના ચરિત્રો સંભળાવતી અને વળી બોલતી કે, “શુદ્ધોfસ, યુદ્ધોતિ, નિરંગનો, સંસારમાયા. પરિવર્નતશિ.” એ ગાથા બોલવાથી નિર્દોષ બાળકોના અંતરમાં દ્રઢ સંસ્કાર પડ્યા અને તેના સાત છોકરાઓએ દીક્ષા લઈ લીધી. પછી એક છોકરો બાકી રહ્યો. ત્યારે રાજાએ કહ્યું કે એક તો રાજ્ય માટે રહેવા દો. પછી રાજાએ તે પુત્રને રાજ્ય આપી પોતે બન્નેએ દીક્ષા લીધી. તે છોકરાએ પણ
૩•
TH
૪૨૨