________________
સાતસો મહાનીતિ
વિચક્ષણતાથી વર્તી પોતાનું વર્તન ઉત્તમ રાખે તેથી બીજાને અસર થાય. સ્ત્રી, બાળકો બઘા ઘર્મપ્રેમી અને વિનયી બને. કુટુંબના નાના મોટા સઘળા માણસોમાં સંપ રહે તેમ કરે. કુટુંબનું વાતાવરણ સારું હોય તેથી બાળકો સારી રીતે વર્તતાં શીખે, દેખે તેવું કરે.” (પૃ.૨૯) :
જૈન હિતોપદેશ'માંથી - માતાપિતાની સેવા કરી ઘર્મ માર્ગે વાળું. “માતાપિતાની આજ્ઞામાં રહેવું, તેમને પૂજનારા થવું, નિત્ય પ્રાતઃકાલે તેમને વંદન કરવું. પરદેશ જતી વખતે અને આવીને પણ વિનયપૂર્વક પાદપૂજન કરવું. જો વૃદ્ધ થયા હોય તો તેમને ખાવાપીવાની તેમજ પહેરવા ઓઢવાની શક્તિ મુજબ તજવીજ રાખવી. કોઈ વખતે પણ ક્રોઘ કરવો નહીં. કટુવચન વાપરવા નહીં, તેમના આદેશનું ઉલ્લંઘન કરવું નહીં. કદાપિ ગેરવ્યાજબી નહિ કરવા યોગ્ય કામ બતાવે તો મૌનવૃત્તિ ઘરવી. અયોગ્ય કર્મ કરવાથી થતા ગેરફાયદા વિનયપૂર્વક સમજાવવા પ્રયત્ન કરવો. તેમનો આપણા ઉપર અવર્ણનીય ઉપકાર છે. માતાએ નવમાસ સુધી ઉદરમાં રાખી ભાર વહન કરી, અનેક વેદનાઓ આપણે માટે સહન કરી છે; વિષ્ટા, મૂત્રાદિ સાફ કરવા. આપણું વારંવાર પ્રક્ષાલન કર્યું છે, વળી આપણે વ્યાધિ ભોગવતા હોઈએ તે વખતે સુઘા, તૃષા, વેઠી અનેક ઉપચારો કરી, આપણું શુદ્ધ બુદ્ધિથી પાલન કરેલ છે. એ સિવાય પરોક્ષ રીતે તેમના ઉપકારનો ઝરો નિરંતર વહ્યા કરેલ છે. માતાપિતા તો જગતમાં કલ્પવૃક્ષ સમાન છે. અંતિમ તીર્થંકર મહાવીર સ્વામી ત્રિશલાદેવીના ઉદરમાં આવ્યા પછી માતા દુઃખી થશે, એમ ઘારી કિંચિત્ વખત અચલાયમાન રહ્યા; તેટલામાં તો માતાએ અનેક કલ્પાંત કર્યા, મૂચ્છ ખાઈ ઘરતી ઉપર ઢળી પડ્યાં. તેજ વખતે ભગવંતે અભિગ્રહ કર્યો કે માતા પિતા સ્વર્ગે ગયા પછી જ દીક્ષા ગ્રહણ કરીશ. અહો પુત્રની પૂજનીક બુદ્ધિ તરફ દ્રષ્ટિ કર્તવ્ય છે. રામ અને લક્ષ્મણ તેમજ પાંડવોએ માતાપિતાની જે સેવા કરી છે, તેનું વર્ણન સહસ્ત્ર જિલ્લાથી કરવું મુશ્કેલ છે. તેમના કરેલા ઉપકારનો બદલો આપણે વાળી શકવાના નથી. તોપણ નિરંતર તેમને ઘર્મને રસ્તે જોડવા પ્રયત્ન કરી તેમની સેવા કરવી. (પૃ.૧૨૨/૩)
આવું વર્તન કુટુંબ પ્રત્યે કરે તો કુટુંબ સ્વર્ગ જેવું બને. પ૬૦. સૃષ્ટિને સ્વર્ગ બનાવું તો કુટુંબને મોક્ષ બનાવું.
પોતે સદાચારમાં વર્તી સૃષ્ટિમાં રહેલા જીવોના કષાય-કલેશ ઓછા થાય એવી વાર્તા કરું. જેથી તેમના કષાયો મંદ થાય કે ઇન્દ્રિય સંયમ પાળવાની વૃત્તિ જાગે તો તે જીવોને પણ સ્વર્ગે જવાનું કારણ થાય. પ્રથમ સૃષ્ટિને સ્વર્ગ બનાવું એના ઉપર એક દ્રષ્ટાંત નીચે મુજબ છે :
મેઘરાજાનું દ્રષ્ટાંત – પ્રજાનું હિત ઇચ્છી સૃષ્ટિને સ્વર્ગ જેવી બનાવી. રંગાવતી નગરીમાં લક્ષ્મીપતિ નામનો રાજા ન્યાયપૂર્વક રાજ્ય કરે છે. તેમની રાણી કમળાવતી દયાળુ અને પરોપકારી છે. તેમનો પુત્ર મેઘકુમાર છે. ગુરુકુળમાં ૭૨ કળાઓ શીખ્યો. મંત્રીએ પરીક્ષા કરવા ચાર પ્રશ્નો પૂછ્યા. તે આ પ્રમાણે—(૧) સંસારમાં સૌથી મોટું બળ શું? કુમારે કહ્યું–આત્મબળ. (૨) સૌથી મોટું તીર્થ કયું? માતાપિતા. (૩) સૌથી મોટો ઘર્મ કયો? સેવા. (૪) રાજાનું પ્રથમ કર્તવ્ય શું? પ્રજાનું હિત કરવું. રાજ્યને યોગ્ય થયો ત્યારે મેઘકુમારનું રાજતિલક કરી રાજ્યસન ઉપર બેસાડ્યો. રાજા થયા પછી તેણે મંત્રીને કહ્યું મારા રાજ્યના પાંચ આદેશ છે. તે સભાસદોને સંભળાવો. (૧) પશુપક્ષીની હિંસા થવી ન જોઈએ. (૨) પ્રજાને ખાનપાન શુદ્ધ અને યથાયોગ્ય મળે. (૩) વેપારીઓ સ્વેચ્છાએ રાજકોષમાં કર જમા કરાવી દે. (૪) રાજ્યમાં અશરણ, વૃદ્ધોને સહાય મળશે. (૫) સર્વ ઘર્મ સંપ્રદાયના લોકો પરસ્પર પ્રેમ, આદરભાવથી રહે.
૪૨૧