SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ “પ્રજ્ઞાવબોઘ’માંથી :- “અન્યના ગુણાંશ આ ગિરિ સમા પ્રશંસતા, પ્રફુલ્લ તરુ કદંબ શા સુસંત વિરલ જાણ એ.” મૈત્રી. ૯ = અર્થ – અન્યના અલ્પગુણને પણ પહાડ સમાન માની તેની પ્રશંસા કરું. કદંબ નામના ફુલનું ઝાડ વિશાળરૂપે પ્રફુલ્લિત થાય છે. તેમ કોઈ વિરલા સન્દુરુષો જ બીજાના ગુણો જોઈ અતિ પ્રફુલ્લિત થાય છે. //. “ગાય ઘાસ ખાય તોય દૂઘ તો અમૃત જોય, જલધિમૂલ જલદનું ફલ ઇક્ષરસ સમાન છે.” મૈત્રી૧૦ અર્થ - ગાય ભલે ઘાસ ખાય પણ તેનું દૂધ અમૃત સમાન છે. એમ ગાયમાંથી ગુણ ગ્રહણ કરું. મેઘ ખારા પાણી જેવા સમુદ્ર જળને લઈને વાદળારૂપ બની વરસે છે. પણ તેજ વરસાદ શેરડીમાં પડતા ઈક્ષરસરૂપ મીષ્ટ ફળ આપે છે. ગુણગ્રાહીં દત્તાત્રય અનેક ગુગુણાલય, ગુણથામ લોકત્રય ગુણાનુરાગવાનને.” મૈત્રી. ૧૧ અર્થ - દત્તાત્રય ગુણગ્રાહી હતા. ગુણોના ઘરરૂપ તેમના અનેક ગુરુ હતા. ગુણાનુરાગી ત્રણે લોકમાંથી ગુણોને ગ્રહણ કરે છે, તેથી તે ગુણોના ઘરરૂપ બની જાય છે. ૧૧ાા પપ૯. કુટુંબને સ્વર્ગ બનાવું. સંપ અને સગુણો વડે સ્વયં ઉત્તમ ગૃહસ્થની જેમ વર્તી કુટુંબને ઘર્મમાર્ગે વાળું તો પોતાનું ઘર સ્વર્ગ જેવું બને. પુષ્પમાળા વિવેચન'માંથી – “(૨) તારું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું, માતાપિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સત્પરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંઘી છે.” સુગંઘવાળ પુષ્પ હોય તે દેવપૂજા વગેરેના કામમાં આવે તેમ ઉપર જણાવેલા કામ જો થયાં હોય તો આજનો દિવસ લેખે આવ્યો અર્થાત સુગંધવાળો થયો ગણાય. નહીં તો માત્ર દિવસ દેખવા પૂરતો હતો. જેમ સુગંધરહિત આવળનાં ફુલ દેખાય તેમ. વાક્યમાં બઘાની પહેલા “તારું' એમ પરમકૃપાળુદેવે લખ્યું છે. પ્રથમ પોતાના આત્માનું હિત પછી બીજા બધાનું માન, સન્માન લાભનું કામ (કર્તવ્ય) કરવા યોગ્ય છે. તારા આત્માના કલ્યાણ અર્થે, તારા કુટુંબનું હિત કે સત્યરુષનો વિનય વગેરે બઘા યથાશક્તિ કર્તવ્ય છે. આજનો દિવસ જીવવાનો મળ્યો તો પોતાના કે પરના હિતને અર્થે ગાળવા યોગ્ય છે; એ આ વાક્યનો સાર છે. માત્ર આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાઓ પોષવા માટે તો પશુઓ પણ પ્રવર્તે છે પણ જે - “પશુ ટાલી સુરરૂપ કરે જે, સમકિતને અવદાત રે. એ ગુણ રાજ તણો ન વિસારું, સંભારું દિનરાત રે.” - આઠ દૃષ્ટિની સઝાય મોક્ષમાળા વિવેચન'માંથી :“માબાપનો ઉપકાર છે તે બીજા કશાથી વળે તેમ નથી. તેમને પણ ઘર્મ પમાડે તો જ ઉપકાર વળે, તેથી તેમને ચર્ચા વગેરેથી ઘર્મ પમાડે. પોતાથી ન સમજે એમ હોય તો મુનિ દ્વારા પ્રેરણા કરે. કૃપાળુદેવે પોતાની માતાને ‘જ્ઞાનાવમુનિને વહોરાવવા સૂચના કરી પછી મુનિશ્રી પાસે તેમને બોથ અપાવ્યો હતો. ઘરમાં જે કામ થતાં હોય તેમાં પણ સ્વચ્છતા અને યત્ના રખાવે. ૪૨૦
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy