________________
સાતસો મનનીતિ
છે. જગતમાં પારકા દોષ જોનારા તો અસંખ્ય છે; પણ પારકા ગુણ જોનારા કોઈક જ છે. તેમાંય વળી પોતાના દોષ પોતે જ જાણનારા પાંચ કે છ હોય કે ન પણ હોય.’' (પૃ.૧૦૦)
‘મોક્ષમાળા પ્રવેશિકા’માંથી – ‘જેમની આપણે ભક્તિ કરીએ છીએ તેમનું
:
નામ લઈએ તે વખતે આપણને તેમના ગુણો, ઉપકારો સ્મૃતિમાં આવે તો જ ચિત્તમાં પ્રેમભાવ જાગે, અને પ્રમાદ જાય. ‘અરિહંત’નામ બોલતાં બાર ગુણોમાંથી દિવ્યધ્વનિ આદિથી આપણને જે કંઈ ઉપકાર થયેલો સમજાય, ‘સિદ્ધ’ બોલતાં અનંતસુખ આદિ ગુણોમાંથી એકાદની સ્મૃતિ થઈ તેની ભાવના થાય, ‘આચાર્ય’ બોલતાં શાસનનો આચાર શીખવનાર કે ધર્મના સ્તંભરૂપ છે, એનો ઉપકાર રે, ‘ઉપાઘ્યાય' બોલતાં તેમનો શાસ્ત્રસ્વાધ્યાય કે શિખામણ આપણી સ્મૃતિમાં આવે તથા ‘સાધુ’ શબ્દ બોલતાં તેમની દયા કે જિતેન્દ્રિય ગુણ પ્રત્યે પ્રમોદભાવ જાગે તો પંચપરમેષ્ઠી મંત્રની માળા ગણી લેખે આવે. આ પ્રમાણે આપણને લાભ થતો હોય તેવી બાબતમાં મન જરૂર ચોર્ટ, પણ માત્ર જીભે શબ્દ બોલાય અને મણકા હાથમાં ફર્યા કરે ત્યાં મન કેવી રીતે ચોટે? માટે આપણને લાભ થાય તેવી રીતે ધર્મક્રિયા કરવી ઘટે છે. (પૃ.૧૭૮)
1
‘સાદી શિખામણ'માંથી – શ્વાનના દશ ગુણો સંત પુરુષો લે છે
(૧) ભૂખ્યું રહેવું. (૨) ગૃહરહિતપણે રહેવું. (૩) સારી રાત જાગવું, અલ્પમાત્ર નિદ્રા. (૪) મર્યા પછી પાસે કાંઈ નીકળે નહીં. (પ) સ્વામીનું દ્વાર ન છોડવું, (૬) થોડું મળે તેમાં સંતોષ. (૭) જ્યાં બેઠો હોય ત્યાંથી કોઈ ઊઠાડી મૂકે તો ઊઠી જવું. (૮) કોઈ પાસે કાંઈ માંગવું નહીં. (૯) કોઈ બોલાવે ત્યાં જવું. (૧૦) કોઈ મારે તો ઘરતી સામું જોઈ માર સહન કરવો. (પૂ.)
૫૫૮. પ્રત્યેકના ગુણને પ્રફુલ્લિત કરું.
કોઈના પણ ગુન્ન જોઈ રાજી થાઉં અને બીજા પાસે પણ તે ગુણોની પ્રશંસા કરું,
‘મોક્ષમાળા વિવેચન”માંથી – “ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ’ – જેમને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત થયું છે એવા આત્મજ્ઞાની તે ખરા ગુણી છે, તેમના ગુણોમાં અનુરક્ત થવું એ ખરી ભક્તિ છે. રાગને જીતવા પ્રશસ્ત રાગની જરૂર છે. “પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો; ગુણ ચિંતન કરો.'' (૮૫) મુખ્યત્વે સમ્યક્દર્શનજ્ઞાનચરિત્ર એ ગુણ છે. માર્ગાનુસારીમાં પણ સરળતા, પવિત્રતા વગેરે ગુણો હોય. ગુણ જોતાં આવડે તો ગુણ પ્રાપ્ત થાય. મોક્ષે ગયા છે તેના ગુણો યાદ આવે તો બધા દોષો ધોવાઈ જાય.'' (પૃ.૨૨૭)
વસિષ્ઠઋષિનું દૃષ્ટાંત – વસિષ્ઠઋષિ બાલબ્રહ્મચારી વિશ્વામિત્રને દિવસમાં અનેકવાર વંદન કરતા. પણ વિશ્વામિત્ર જ્યારે સભામાં આવે ત્યારે વસિષ્ઠઋષિ તેમને કહે કે આવો રાજર્ષિ. તેથી વિશ્વામિત્ર ક્રોધ પામી વસિષ્ઠના એક એક કરતાં અનેક પુત્રોને મારી નાખ્યા. તો પણ વસિષ્ઠઋષિ વિશ્વામિત્રના વખાણ જ કરતા. એક દિવસ વિશ્વામિત્ર વસિષ્ઠઋષિને મારી નાખવા માટે આવીને સંતાઈ રહ્યા. તે સમયે વસિષ્ઠઋષિની પત્નીએ કહ્યું : બહાર ચંદ્રમાની ચાંદની કેવી શોભી રહી છે. ત્યારે વસિષ્ઠઋષિ બોલ્યા કે વિશ્વામિત્રનું જેવું તપ જળહળતું છે તેવી શોભી રહી છે. તે સાંભળી વિશ્વામિત્ર તરવાર નાખી વસિષ્ઠઋષિના પગમાં આવીને પડયા. એમ બીજાના વખાણ કરી ગુણોને પ્રફુલ્લિત કરું, અર્થાત્ ઉત્તેજન આપું.
૪૧૯