________________
સાતસો મહાનીતિ
બુદ્ધિની ગતિ છે તે પ્રમાણે તેઓ તત્ત્વજ્ઞાન સંબંધી દૃષ્ટિ પહોંચાડે છે; અને ભાવાનુસાર તેઓના આત્માની ઉવલતા થાય છે. તે વડે કરીને તેઓ આત્મજ્ઞાનનો નિર્મળ રસ અનુભવે છે. જેનું તત્ત્વજ્ઞાન ઉત્તમ અને સૂક્ષ્મ છે, તેમજ સુશીલયુક્ત જે તત્ત્વજ્ઞાનને સેવે છે તે પુરુષ મહદ્ભાગી છે.’’ (વ.પૃ.૧૧૮)
તે
*“સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મુર્છાનું અલ્પત્વ, ભોગમાં અનાસક્તિ તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણો વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી.’” (૧,પૃ.૫૨૭)
*માટીમાં ઘડો થવાની સત્તા છે; પણ દંડ, ચક્ર, કુંભારાદિ મળે તો થાય; તેમ આત્મા માટીરૂપ છે, તેને સદ્ગુરુ આદિ સાધન મળે તો આત્મજ્ઞાન થાય. જે જ્ઞાન થયું હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓએ સંપાદન કરેલું છે તેને પૂર્વાપર મળતું આવવું જોઈએ; અને વર્તમાનમાં પણ જે જ્ઞાનીપુરુષોએ જ્ઞાન સંપાદન કરેલું છે તેના વચનોને મળતું આવવું જોઈએ; નહીં તો અજ્ઞાનને જ્ઞાન માન્યું છે એમ કહેવાય. જ્ઞાન બે પ્રકારનાં છે :– એક બીજભૂત જ્ઞાન; અને બીજું વૃક્ષભૂત જ્ઞાન. પ્રતીતિએ બન્ને સરખાં છે; તેમાં ભેદ નથી. વૃક્ષભૂત જ્ઞાન, કેવળ નિરાવરણ થાય ત્યારે તે જ ભવે મોક્ષ થાય; અને બીજભુત જ્ઞાન થાય ત્યારે છેવટે પંદર ભવે મોક્ષ થાય.’’ (વ.પૃ.૭૦૮)
“સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને અસત્સંગ તથા અસત્પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્માત્ર સંશય નથી.
આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે,’' (પૃ.૪૫૧)
૫૯૩. ભિક્ષાચરી યાચના સેવું છું.
મુનિઓ ભ્રમરની જેમ ભિક્ષાચરી કરે છે. ભિક્ષાચરી એ યાચના પરિષ છે તેને તે સહન કરે છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર'માંથી :– “યાચના પરિષદ્ઘ – વાસ્તવમાં અણગાર ભિક્ષુની આ ચર્ચા હમેશાં દુષ્કર જ હોય છે. કારણ કે તેને વસ્તુ, પાત્ર, આહારાદિ બધું યાચનાથી મળે છે, તેની પાસે કંઈ પણ અયાચિત હોતું નથી.
ગોચરી માટે ઘરમાં પ્રવિષ્ટ સાથેને ગૃહસ્થની સામે હાથ લાંબો કરવો તે સરળ નથી માટે 'ગૃહવાસ જ શ્રેષ્ઠ છે' એવું મુનિ ચિંતન ન કરે. (પૃ.૧૯)
*ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર પર્વ ૮'માંથી :- સ્વપરને હિતકારક ભિક્ષા
બળરામમુનિનું દૃષ્ટાંત – જંગલમાં રહ્યકારોને જોઈને હરણે આવી બળરામમુનિને જણાવ્યું. તેના આગ્રહથી તે મહામુનિ ધ્યાનમાંથી જાગ્રત થયા અને તે રથકારો જ્યાં ભોજન કરવા બેઠા હતા ત્યાં મુનિને તે મૃગ લઈ આવ્યું. તે રથકારોનો જે અગ્રેસર હતો તે બળદેવમુનિને જોઈને ઘણો હર્ષ પામ્યો અને વિચારવા લાગ્યો કે 'અહો ! આ અરણ્યમાં સાક્ષાત્ ક્લ્પવૃક્ષ જેવા આ કોઈ મુનિ છે. અહો ! કેવું એમનું રૂપ ! કેવું તેજ! અને કેવી મહાન સમતા! આ મુનિરૂપ અતિથિ મળવાથી હું તો કૃતાર્થ થઈ ગયો, આ પ્રમાણે
૪૪૮