________________
સાતસો મહાનીતિ
“હે આર્ય માણેકચંદાદિ, યથાર્થ વિચારના ઓછાપણાને લીધે, પુત્રાદિ ભાવની કલ્પના અને મૂર્છાને લીધે, તમને કંઈ પણ ખેદવિશેષ પ્રાપ્ત થવો સંભવિત છે, તોપણ તે ખેદનું બેયને કંઈ પણ હિતકારી ફળ નહીં હોવાથી, હિતકારીપણું માત્ર અસંગ વિચાર વિના કોઈ અન્ય ઉપાયે નથી એમ વિચારી, થતો ખેદ યથાશક્તિ વિચારથી, જ્ઞાનીપુરુષોના વચનામૃતથી, તથા સાધુપુરુષના આશ્રય, સમાગમાદિથી અને વિરતિથી ઉપશાંત કરવો, એ જ કર્તવ્ય છે.’' (વ.પૃ.૫૦૨)
‘બોઘામૃત ભાગ-૧’માંથી :– ‘૨ડવાથી અશાતાવેદની બંધાય છે. આપણને વિચાર નથી આવતો. કાલે શું થશે તેની શી ખબર છે ? કૃપાળુદેવનું શરણું રાખવું તો બધાનું કલ્યાણ થવાનું છે. કોઈનું દુઃખ લેવાય નહીં. આપણું સુખ કોઈને દેવાય નહીં. આપણને પણ મરણ આવવાનું છે. આપણે ગભરાઈ જઈએ તો તે વખતે મરણ બગડી જાય. જે થવાનું છે તે તલભાર આછુપાછું થવાનું નથી. આપણા મનને દૃઢ કરવું. મંત્રમાં ચિત્ત રાખવું. કૃપાળુદેવનું શરણ છોડવા જેવું નથી. મનુષ્યભવ રડવા માટે નથી મળ્યો. આખું જગત આપણને કર્મ બંધાવી લૂંટી લે એવું છે. જે થવાનું હશે તે થશે, રૂડા રાજને ભજીએ. ગમે તેવું દુઃખ પડે તો પણ રડવું નથી. રડવાથી કોઈને લાભ નથી. જેનો દેહ છૂટી ગયો હેાય તેને પણ રડવાથી લાભ નથી. હરતાં ફરતાં ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' કરવું. એથી બળ મળે. શૂરવીર થાય તો કર્મ આવતાંય ડરે. “ખેદ નહીં કરતાં શૂરવી૨૫ણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) ખેદ કરવાથી કંઈ કલ્યાણ થતું નથી. રોજ મરણ સંભારવું. મહેમાન જેવા છીએ. જેનું આયુષ્ય પૂરું થાય તેને જવું પડે.'’ (પૃ.૩૩૫)
૬૪૬. વ્યાખ્યાનશક્તિને આરાધું.
વ્યાખ્યાનશકિતને ખીલવું. જેથી પોતાનો ઉપયોગ ભગવાનના વચનોમાં સ્થિર રહે અને બીજાને પણ લાભ થવાનો હોય તો થાય.
‘ઉપદેશામૃત'માંથી – “એક વખત વાંચી, પછી યાદ રહેલું વિસ્તારથી કહી જવું. એવો અભ્યાસ પાડવો. એ સ્વાઘ્યાય છે. એ તપ છે. એથી વાક્યલબ્ધિ વધે છે.’’ (ઉ.પૃ.૩૫૪)
“મનમાં એમ રહે કે ‘આ મહારાજ પધાર્યા એટલે એ બોલશે; એ કેમ બોલતા નથી? શું ઓછું થઈ જવાનું છે? એ બોલે તો સારું, મારે બોલવું ના પડે.’ એ બધું છોડવા જેવું છે. ઊલટું બોલવાથી સ્વાધ્યાય થાય, લબ્ધિ વધે, પ્રમાદ જાય. બે બોલ બોલવાથી કંઈ બગડી જવાનું હતું? કોઈનું અહિત થઈ જવાનું હતું? પરિણામ ઉપર મોટો આધાર છે. તમે અને હું અહીં બેઠા છીએ પણ જેના પરિણામ આગળ ગયાં તે મોટો.’' (ઉ.પૃ.૩૩૦)
“કોઈ પ્રશ્ન કરે તો ધીરજથી જે આપણને ઉત્તર સૂઝે તે કહેવામાં શી અડચણ છે? મરને પછી તર્કથી ગમે તેવો પ્રશ્ન કરેને. ખોટે ખોટો પ્રશ્ન ઊભો કર્યો હોય; તો પણ તેનો સરળતાથી પોતાને સમજાય તેવો દિલ ખોલીને ખુલાસો થાય તો સત્સંગમાં રંગ આવે. નહીં તો સત્સંગ શાનો? આપણે ક્યાં પકડ રાખવી છે? સમજમાં આવે તે કહેવું અને છેવટનું તો તે જ્ઞાની જ જાણે છે.’’ (ઉ.પૃ.૨૯૦)
‘પ્રભુશ્રી – જો ઉપદેશ દેવા જાય તો તો બંધ છે જ. પણ સ્વાધ્યાયની ખાતર પોતાને જે યાદ હોય તે કહી જતાં તાજું થાય, ભૂલી ન જવાય અને તેમાં કાળ જાય. બાકી તો ઘ્યાન તે તરંગરૂપ થઈ પડે છે એ યાદ છે ને? તમે કહ્યું તે પણ ન્યાય છે. પણ અલ્પત્વ, લઘુત્વ અને પરમ દીનત્વ ક્યારે આવે? હજી એકડો
૪૭૦