________________
સાતસો મહાનીતિ
૬૩૯. સ્ત્રીપક્ષે ધન પ્રાપ્ત કરું નહીં.
પોતાના સ્ત્રી પક્ષે અર્થાત્ સાસરાથી ધન પ્રાપ્ત કરવાની આશા રાખું નહીં. પોતાની પુત્રીને તેઓ પ્રેમથી કે વ્યવહારથી જે આપે તે યોગ્ય ગણું. પણ પોતે આળસુ
બની સ્ત્રી સાથે કંકાસ કરી તેના પિયરથી ઘન લાવવા માટે કદી કહ્યું નહીં. પણ સ્વયં પુરુષાર્થી બની જાત મહેનત કરી ધન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરું.
૬૪૦. વંધ્યાને માતૃભાવે સત્કાર દઉં.
વંધ્યા એટલે પુત્ર વગરની. તેનો તિરસ્કાર કરું નહીં, પણ તેને માતા સમાન ગણી તેનો સત્કાર કરું. ૬૪૧. અકૃતધન લઉં નહીં.
અકૃત એટલે મહેનત કર્યા વિના ચોરી કે બીજી કોઈ અયોગ્ય રીતે કોઈનું ઘન લઉં નહીં.
૬૪૨. વળદાર પાઘડી બાંધુ નહીં.
અર્થાત્ વળ વગરની પાઘડી બાંધું. ૬૪૩. વળદાર ચલોઠો પહેરું નહીં.
ચલોઠો એટલે ખેસ. તે વળ આપીને પહેરું નહીં.
૬૪૪. મલિન વસ્ત્ર પહેરું.
મુનિના મલિન વસ્ત્ર એ એની શોભા છે. ‘નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે.' એમનો ઉપયોગ વસ્ત્રમાં હોય નહીં, પણ આત્મામાં હોય.
૬૪૫. મૃત્યુ પાછળ રાગથી રોઉં નહીં.
કોઈ મરી ગયું હોય તેની પાછળ રાગથી વિલાપ કરી રડું નહીં. કારણ કે ગયેલ વ્યક્તિ પાછી આવનાર નથી. માટે રાગથી રડી નવા કર્મ ઉપાર્જન કરું નહીં.
‘શ્રીમદ્ રાજચંદ્ર’માંથી :– “વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મૂર્છાભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે, અને વૈરાગ્યરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે અને તે સત્ય છે. મૂર્છાભાવે ખેદ કર્યાથી પણ જે સંબંઘીનો વિયોગ થયો છે, તેની પ્રાપ્તિ થતી નથી, અને જે મૂર્છા થાય છે તે પણ અવિચારદશાનું ફળ છે, એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂર્છાભાવ પ્રત્યયી ખેદને શમાવે છે, અથવા ઘણું કરીને તેવો ખેદ તેમને થતો નથી. કોઈ રીતે તેવા ખેદનું હિતકારીપણું દેખાતું નથી, અને બનેલો પ્રસંગ ખેઠનું નિમિત્ત છે, એટલે તેવે અવસરે વિચારવાન પુરુષોને જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય છે. સર્વસંગનું અશરણપણું, અબંઘવપણું, અનિત્યપણું અને તુચ્છપણું તેમ જ અન્યત્વપણું દેખીને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે કે હે જીવ, તારે વિષે કંઈ પણ આ સંસારને વિષે ઉદયાદિ ભાવે પણ મૂર્છા વર્તતી હોય તો તે ત્યાગ કર, ત્યાગ કર, તે મૂર્છાનું કંઈ ફળ નથી, સંસારમાં ક્યારેય પણ શરણત્વાદિપણું પ્રાપ્ત થવું નથી, અને અવિચારપણા વિના તે સંસારને વિષે મોહ થવા યોગ્ય નથી, જે મોહ અનંત જન્મમરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે, દુઃખ અને ક્લેશનું બીજ છે, તેને શાંત કર, તેનો ક્ષય કર. હે જીવ, એ વિના બીજા કોઈ હિતકારી ઉપાય નથી, એ વગેરે ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચલ કરે છે. જે કોઈ જીવ યથાર્થ વિચારથી જુએ છે, તેને આ જ પ્રકારે ભાસે છે.’’ (વ.પૃ.૫૦૧)
૪૬૯