________________
સાતસો મહાનીતિ
યુકાવિહાર નામનું પ્રાસાદ કરાવ; જેને જોઈ બીજા જીવો પણ જીવ વઘ ન કરે. (ઉ.પ્રા.ભાષાંતર ભાગ-રના આધારે)
માટે મન, વચન, કાયા અવિચારે વાપરું નહીં. ૨૩. નિરીક્ષણ કરું નહીં.
મોક્ષમાળા શિક્ષાપાઠ ૬૯માં બ્રહ્મચર્યની નવ વાડ લખી છે. તેમાં અંગોપાંગનું નિરીક્ષણ ન કરવું એમ જે લખ્યું તે ભાવાર્થનું આ વાક્ય છે. અંગોપાંગનું નિરીક્ષણ વિકારનું કારણ હોવાથી રોકવા માટે આ વાક્ય કહ્યું. હવે વાક્ય ૨૩થી ૪૩ સુધીમાં બ્રહ્મચર્યની રક્ષા સંબંધી વાડોનું વર્ણન કરે છે.
“સ્ત્રીમાં એવી મોહિની છે કે પ્રથમ જીવને તેને નીરખવાનું મન થાય છે; પછી તેની સાથે વાતચીત કરવાનું મન થાય છે, પછી પોતાનાં યશ, કીર્તિ હોય તેને ઘૂળમાં મેળવવા નિર્લજ્જ બને છે, પછી ભ્રષ્ટ થઈ આ લોક, પરલોક બન્ને બગાડે છે. માટે જે મનુષ્ય આત્મહિત કરવું હોય તેણે સ્ત્રી તરફ દ્રષ્ટિ પણ ન કરવી, તેના અંગોનું નિરીક્ષણ ન કરવું અને તેના સંસર્ગમાં કદી આવવું નહીં. સ્ત્રીઓની કથાવાર્તા સાંભળવી નહીં. નિર્વિકારી પુરુષોનો સંગ કરવો. જેવા પુરુષોનો ભંગ કર્યો હોય તેવા ગુણો પ્રાપ્ત થાય છે.” (બોઘામૃત ભાગ-૧ પૃ.૧૪)
કિરણરાણીનું દ્રષ્ટાંત – ઉદયપુરના મહારાણા પ્રતાપના ભાઈ સત્યસિંહની કિરણ નામની પુત્રી હતી. તેને પૃથ્વીરાજ ચૌહાણને પરણાવી હતી. દિલ્હીમાં મીનાર નામની બજાર હતી. ત્યાં સ્ત્રીઓ સિવાય કોઈ આવી શકે નહીં. સ્ત્રીઓ જ વેપાર કરે. અકબરની રાણીઓ વગેરે પણ ત્યાં વસ્તુ ખરીદવા આવે. એક વખત અકબર બાદશાહે કિરણ બહુ સુંદર છે એમ સાંભળેલુ. તેથી એક દુતીને તૈયાર કરી રાણી કિરણ પાસે મોકલી. અને કહ્યું કે મીનાર બજારમાં તેને લાવી મને સોંપીને તું જજે. તું જે માગીશ તે હું આપીશ.
તેથી તે દૂતીએ કિરણ પાસે આવીને કહ્યું –મીનારમાં બહુ સુંદર વસ્તુઓ આવેલી છે, ચાલો આપણે ત્યાં જઈએ. તેથી કિરણરાણી તે દુતી સાથે મીનારમાં આવી. બાદશાહ પણ સ્ત્રીનો વેષ લઈ ત્યાં આવ્યો. તેને આપીને તે દુતી ત્યાંથી ચાલી ગઈ. કિરણે જોયું તો તે દુતી મળે નહીં. બાદશાહ સ્ત્રી રૂપમાં તેની પાસે આવ્યો. તેણે જોયું તો તે પુરુષ છે. પછી એને ખબર પડી કે આ તો બાદશાહ છે. તરત જ તેને નીચે પાડી દઈ તેની છાતી ઉપર ચઢી બેઠી. અને તલવાર કાઢીને બતાવી કહ્યું–આવા કામો કરે છે. હમણા મારી નાખીશ. બાદશાહે મોઢામાં દશે આંગળીઓ ઘાલી દીધી. તેથી તે બોલી કે આજથી જ આ મીનાબજાર બંઘ કર તો જ તને છોડું; નહિ તો નહીં. આવી સતી સ્ત્રીઓ પણ હોય છે. સતી સ્ત્રીમાં માનસિક બળ હોય છે. દુરાચારીની શક્તિ નાશ પામે છે. શીલ તે જ તેની શોભા અને શણગાર છે. ૨૪. હાવભાવથી મોહ પામું નહીં.
ઉપરના વાક્યમાં પોતાની ઇચ્છાથી બીજાને જાએ છે, તે વિકારી વૃત્તિ પોતાની છે અને આ વાક્યમાં પોતાને વિકાર નથી, અથવા પોતે ધ્યાનમાં બેઠો છે એટલે વિકાર અવસ્થામાં નથી પણ તે દશા ટકાવી રાખવા માટે કહ્યું કે કોઈ ઉપસર્ગ, હાવભાવવડે દેવ કે મનુષ્ય ચળાવવા ઇચ્છે તો પણ વિકારને આધીન ન થાઉં, એવી પ્રતિજ્ઞા તે કરે છે.
૧
૫