________________
સાતસો મહાનીતિ
‘હિત શિક્ષાના રાસનું રહસ્ય'માંથી :- પાન સડેલ કે કોહવાયેલ હોય તો પણ તેને
ખાનારા તેટલો ભાગ કાઢી નાખી ખાતાં અચકાતાં નથી. ક્વચિત્ પ્રાણહારી જંતુ પણ ?િ તેના ડીંટના મૂળમાં ઉત્પન્ન થાય છે તેથી પાન ખાવામાં અનેક પ્રકારની સાવચેતી રાખવા યોગ્ય છે.
પાનની અણી ખાવાથી પરસ્પર વિરોઘ ઉત્પન્ન થાય છે, મધ્યની નસ ખાવાથી લક્ષ્મીની હાનિ થાય છે, બીટ ખાવાથી આયુષ્ય ઘટે છે અને રાત્રે મોઢામાં રાખીને સુવાથી મુખરોગ થાય છે તથા બુદ્ધિનો નાશ થાય છે. તેથી પાન આખું ખાવું નહીં, તેમ તેની નસો રાખીને પણ ખાવું નહીં. (પૃ.૮૩) પ૩૧. સ્વસ્ત્રી સાથે મર્યાદા સિવાય ફરું નહીં.
વર્તમાન દુષમકાળમાં મર્યાદા ઘર્મ લોપ થઈ ગયો છે. પોતાની સ્ત્રી સાથે જનસમૂહમાં કેટલી મર્યાદાપૂર્વક વર્તવું જોઈએ તેનું પણ ભાન નથી. દિવસે દિવસે આ અવસર્પિણી કાળમાં મોહની વૃદ્ધિ થતી જોવામાં આવે છે. માટે જ્ઞાની પુરુષોના વચનો દ્વારા મોહને મંદ કરી, લોકોમાં પોતાના મોહનું પ્રદર્શન ઘટાડી સ્વસ્ત્રી સાથે મર્યાદા સહિત હરવા ફરવાનું રાખું. જેથી પોતાનો મોભો જળવાય અને ઘાર્મિક દ્રષ્ટિએ મર્યાદા ઘર્મ પાળતા જીવને પુણ્યબંધનું કારણ પણ થાય. ૫૩૨. ભૂલની વિસ્મૃતિ કરવી નહીં.
આપણાથી કંઈ ભૂલ થઈ હોય તો તેને ભૂલી જવી નહીં. પણ અવસરે તેની સ્મૃતિ કરી પશ્ચાત્તાપ કરીને ફરી તેવી ભૂલ થાય નહીં એવી કાળજી રાખવી જોઈએ. તેના વિષે –
વૃઢપ્રહારી ચોરનું દ્રષ્ટાંત - જેમકે દ્રઢપ્રહારી ચોરે જીવોની ઘણી હત્યાઓ કરી. અંતે એક બ્રાહ્મણી, બ્રાહ્મણ, તેનો બાળક તથા ગાયને મારવાથી તેનું વાછરડું પેટમાંથી બહાર નીકળી તરફડતું હતું, તે જોઈ તેને પોતાના સર્વ ઘાતકી કૃત્યોની સ્મૃતિ આવી, અને વિચાર્યું કે મેં સર્વ મોટી હત્યાઓ કરી છે. હવે પાપથી છૂટવા પહાડ ઉપરથી પડતું મુકું. એ સિવાય કોઈ ઉપાય નથી. તેમ કરવા જતાં મુનિ ભગવંતે તેને દીઠો, અને બોલાવી કહ્યું કે દોષથી છૂટવાનો ઉપાય આ આપઘાત નથી, પણ તું જો દીક્ષા લઈ આરાધના કરે તો છૂટી શકાય, વગેરે ઉપદેશ સાંભળી તેણે મુનિ ભગવંત પાસે દીક્ષા લીધી. પછી એવો અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી મારા દોષોની સ્મૃતિ રહેશે ત્યાં સુધી હું આહાર ગ્રહણ કરીશ નહીં. એવો અભિગ્રહ લઈને શહેરના ચારેય દિશાઓમાં આવેલ ચારેય દરવાજા પાસે દોઢ દોઢ મહિના સુધી ધ્યાનમાં સ્થિતિ કરી. લોકોએ તેમને પત્થર વગેરેથી ખૂબ કદર્થના કરી છતાં પોતે સમભાવમાં રહી પોતાની જ કરેલી ભૂલનું ફળ જાણી બધું સહન કર્યું. તેનું ફળ શું આવ્યું? તો કે છ મહિનાના અંતે શ્રેણી માંડીને કેવળજ્ઞાન પામ્યા. આમ પોતાની કરેલ ભૂલોની વિસ્મૃતિ કરું નહીં પણ વારંવાર કરેલ પાપનો પશ્ચાત્તાપ કરી આત્માની શુદ્ધિ કરું. પ૩૩. કં૦ કલાલ, સોનીની દુકાને બેસવું નહીં.
કંજુસ વ્યક્તિની દુકાને બેસવાથી આપણામાં પણ કંજુસપણાના સંસ્કાર પડે. તેમજ ઉદાર વ્યક્તિની પાસે બેસવાથી આપણામાં પણ ઉદારતાનો ગુણ પ્રવેશે. જેવો સંગ તેવો રંગ જીવને લાગે છે.
કલાલની દુકાને બેસવાથી ઘીરેધીરે પોતે પણ દારૂ પીતો થઈ જાય. તે વ્યસનીઓને ભેગા થવાનું સ્થાન છે. ત્યાં કુસંગતિનો રંગ ઝડપથી લાગે છે.
४०६