________________
સાતસો મનનીતિ
ઉલ્લંઘન કરી શકતા નથી એવા આ વપંજરરૂપ ધર્માત્મા રાજાને શરણે જા.' તત્કાળ યવનપતિ ભય, ઉદ્વેગ અને લજ્જાને પ્રાપ્ત થયો. પછી સુરિને પ્રણામ કરી શ્રીકુમારપાળ રાજાને નમ્યો અને બોલ્યો કે – ‘હે રાજન! મારા અપરાધને ક્ષમા કરો, આજથી હું
યાવજ્જીવ તમારી સાથે સંધિ કરીશ. અત્યારે મારા જીવની રક્ષા કરીને * જગવપાલક' એવા તમારા બિરુદને સત્ય કરો. પ્રથમ તમારું પરાક્રમ મેં સાંભળ્યું હતું પણ a ભુલી જઈને હું અહિં આવ્યો. હવે કદી પણ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ નહીં. તમારું કલ્યાણ થાઓ; અને મને મારા આશ્રમમાં પહોંચાડો.'' રાજર્ષિ બોલ્યા કે – “હે યવન ! જો તું તારા દેશમાં છ માસ સુધી અમારી પ્રવર્તાવે તો હું છોડું. તારે મારી એટલી આજ્ઞાનો અમલ કરવો તેજ
મારી ઇચ્છા છે. બળાત્કારથી કે છળથી પણ જીવરક્ષા કરાવવી એવો મારો નિશ્ચય છે અને એમ કરવાથી મને અને તને બંનેને પુણ્ય થશે.’’ યવનરાજ આવું તે બલિષ્ટ રાજાનું વચન ઉલ્લંઘન કરવાને સમર્થ થયો નહીં. પછી કુમારપાળ રાજા તેને પોતાના મહેલમાં લઈ ગયો અને ત્રણ દિવસ સુધી રાખી ઘણો સત્કાર કરી જીવદયાની શિક્ષા આપીને પોતાના આપ્તજનની સાથે તેને સ્થાનકે પહોંચાડ્યો. કુમારપાળના સેવકો ગીજનીમાં છ માસ સુધી જીવરક્ષા કરાવી, યવનપતિએ આપેલી અશ્વ વિગેરેની ભેટો લઈને કુમારપાળની પાસે પાટણમાં આવ્યા અને તે વાર્તા કહીને ચૌલુક્યપતિને આનંદ પમાડ્યો. આ પ્રમાણે સર્વ રાજાઓએ અને મુનિઓએ સ્તુતિ કરેલા માર્ગમાં ચાલનારાં કુમારપાળરાજાએ સેંકડો કષ્ટ ભોગવીને પણ દિશાપરિમાણ નામના છઠ્ઠા વ્રતનું પાલન કર્યું. (પૃ.૧૪૯)
૫૩૦. સભામાં પાન ખાઉં નહીં.
રાજસભા હોય, ધર્મની સભા હોય કે ભક્તિમંડળની સભા હોય અથવા જ્યાં વડીલો બેઠા હોય ત્યાં પાન વગેરે ખાઉં નહીં. તેમ કરવાથી મોટા પુરુષોનો અવિનય થાય, મર્યાદા ઘર્મનું ઉલ્લંઘન થાય તથા પોતાની અયોગ્યતાનું પણ પ્રદર્શન થાય. માટે સભા વગેરે ઉત્તમ સ્થાનોમાં પાન વગેરે ખાઉં નહીં.
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨માંથી – ‘તાંબુલ’ એટલે પાન, સોપારી, કાથો વિગેરે સ્વાદિષ્ટ દ્રવ્ય. તેમાં પત્ર તે નાગરવેલ વિગેરેના સમજવા. નાગવલ્લીપત્ર હમેશાં જળથી મિંજેલા રખાય છે તથા તેમાં લીલ, ફુગ, કંથુવા તથા ઇંડા પ્રમુખ ઘણા જીવોની ઉત્પત્તિ થાય છે અને તેમની વિરાધના થાય છે; તેથી પાપભીરુ પુરુષો તેનો રાત્રે ઉપયોગ કરતા જ નથી. તેમ છતાં જેઓ ઉપયોગ કરે તેઓ દિવસે પણ સારી રીતે શોષીને ઉપયોગ કરે
‘શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર'માં પણ કહ્યું છે કે, “વનસ્પતિમાં જ્યાં એક બાદર પર્યાપ્ત જીવ હોય ત્યાં તેની નિશ્રાએ પ્રત્યેક વનસ્પતિમાં અપર્યાપ્ત જીવ સંખ્યાતા અથવા અસંખ્યાતા હોય અને સાધારણ વનસ્પતિમાં તો નિયમા અનંતા જીવો ઉત્પન્ન થાય છે.'' એવી રીતે નાગરવેલના એક પાન વિગેરેમાં અસંખ્ય જીવો હણાય છે અને તદાશ્રિત લીલફુગના હોય તો અનંત જીવો હણાય છે, તેથી તેનો અવશ્ય નિયમ (ત્યાગ) કરવો. (પૃ.૧૫૮)
૪૦૫