________________
સાતસો મહાનીતિ
વખતમાં જાણીજોઈને કેદમાં જનાર જેવી દશા હાથે કરી શા માટે વહોરી લેવી? લોભને મંદ કરી, આર્યક્ષેત્રમાં વિશેષ વસવું થાય તે હિતકારી જાણી, સામાન્ય સલાહ તમે માગી
તેથી જણાવી છે. પછી જેમ પ્રારબ્ધ હોય તેમ બનશે. કોઈ પણ કામ કરતાં પ્રથમ આત્મહિત કેટલું સઘાય તેમ છે તે પણ વિચાર કર્તવ્ય છે, પછી પૈસા આબરૂ વગેરે.” (પૃ.૩૭૦), પ૨૯. ચોમાસે સ્થિરતા કરું.
ચાર મહિના વર્ષાઋતુમાં એક સ્થાને સ્થિરતા કરું. મુનિને ચાર મહિના ચોમાસામાં એક ગામમાં સ્થિરતા કરવાની ભગવાનની આજ્ઞા છે. તેમ શ્રાવક પણ વિચાર કરીને જરૂર પૂરતા જ ગમનની છૂટ રાખી નિયમ લઈ શકે છે. કારણ ભૂમિ જીવાકુળ થયેલી હોવાથી જીવહિંસાનો વિશેષ સંભવ છે. એવું જાણી શ્રીકૃષ્ણ પણ ચાર મહિના પોતાના નગરની બહાર નહીં જવાનો નિયમ ભગવાન નેમિનાથના ઉપદેશને સાંભળી લીધો હતો. તેમ શ્રી કુમારપાળ રાજાએ પણ તેમના ગુરુ શ્રી હેમચંદ્રાચાર્યનો ઉપદેશ સાંભળી ચોમાસાના ચાર મહિના સુધી ચૈત્યદર્શન તથા ગુરુ દર્શન સિવાય પોતાના નગરમાં પણ ભ્રમણ ન કરવું એવો નિયમ ગ્રહણ કર્યો હતો. તે આ પ્રમાણે –
“ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી - દયા માટે વર્ષાઋતુમાં એક સ્થાને સ્થિતિ
કુમારપાળ રાજા અને યવનપતિનું દ્રષ્ટાંત - એક વખતે પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્યે કુમારપાળ રાજાની પાસે છઠ્ઠી વ્રત વિષે આ પ્રમાણે કહ્યું કે, “હે રાજેન્દ્ર! વિવેકી પુરુષોએ સર્વદા જીવદયાને માટે છઠું વ્રત ગ્રહણ કરવું. તેમાં પણ વર્ષાકાળમાં તો વિશેષપણે ગ્રહણ કરવું. કહ્યું છે કે
વાર્થ સર્વ નીવાનાં, વર્ષાવેવત્ર સંવયેત્ ” સર્વ જીવોની દયાને માટે વર્ષાઋતુમાં એક સ્થાને જ રહેવું. પૂર્વે શ્રીનેમિપ્રભુના ઉપદેશથી શ્રી કણે પોતાના નગરની બહાર નહીં જવાનો નિયમ લીઘો હતો. આ પ્રમાણે સાંભળી ચૌલુક્યસિંહ કુમારપાળે પણ એવો નિયમ લીઘો કે, “સર્વ ચૈત્યોના દર્શન કરવા જવું અને ગુરુને વંદન કરવા જવું, તે સિવાય હું પ્રાયે નગરમાં પણ ભમીશ નહીં.” તેનો આ નિયમ સર્વત્ર પ્રખ્યાત થઈ પ્રસરી ગયો.
આ નિયમની વાર્તા બાતમીદારો દ્વારા ગીજનીના રાજા શક યવનપતિ (બાદશાહ) ના જાણવામાં આવી, તેથી તત્કાળ ગુર્જર દેશની સમૃદ્ધિ ગ્રહણ કરવાને અને તે દેશને ભાંગવાને યવનપતિએ ચડાઈ કરી. આ વૃત્તાંત ચરલોકથી જાણી ગુર્જરપતિ કુમારપાળ મંત્રી સહિત મોટી ચિંતામાં પડ્યા. પછી ઉપાશ્રય આવી ગુરુને કહ્યું કે- “ભગવન્! જો હું તે યવનપતિની સામે નહીં જાઉં તો તેથી દેશનો ભંગ તથા લોકને પીડા થશે; અને જો જાઉં છું તો મારા નિયમનો ભંગ થાય છે.” ગુરુ બોલ્યા- “હે રાજન! તમે આરાધેલો ઘર્મજ તમારી સહાય કરશે, માટે ચિંતા કરશો નહીં.” આ પ્રમાણે રાજાને ઘીરજ આપીને શ્રી હેમચંદ્રસૂરિ પદ્માસન કરી કોઈ ઇષ્ટ દેવતાનું ધ્યાન ઘરવા બેઠા. એક મુહર્ત વ્યતીત થયું તેવામાં આકાશમાંથી એક પલંગ ઊતરતો દીઠો. તે પલંગમાં એક પુરુષ સૂતો હતો, તે ઊઠીને ગુરુની આગળ ઊભો રહ્યો. રાજાએ પૂછ્યું કે, “આ કોનો પલંગ છે?” ત્યારે ગુરુએ જે હતું તે યથાર્થ કહ્યું. તે પલંગમાં સૂતેલો પુરુષ યવનપતિ બાદશાહ હતો, તે પલંગમાંથી ઊઠીને આસપાસ જોતાં વિચારમાં પડ્યો કે, “તે સ્થાન ક્યાં ગયું કે જ્યાં મારું સૈન્ય છે? આ ધ્યાન ઘરનાર કોણ છે? વળી આ રાજા પણ કોણ છે? ઇત્યાદિ ચિંતવન કરતો જોઈ સૂરિ બોલ્યા- “હે યવનપતિ! તું શું વિચાર કરે છે? જે પૃથ્વી ઉપર પોતાના ઘર્મનું એકછત્ર ઐશ્વર્ય ઘારણ કરે, તેને દેવતા પણ સહાય કરે છે. માટે જો તારે સ્વહિત કરવું હોય તો દેવતાઓ પણ જેની શક્તિનું
४०४