________________
સાતસો મહાનીતિ
મહારાજે ‘અમારા દેવોને જો’. એમ કહી કુમારપાળ રાજાને એક ઓરડામાં લઈ ગયા. ત્યાં સમવસરણમાં રહેલા ચોવીશ તીર્થંકરોની પૂજા કરતા તેના એકવીશ પેઢીના પૂર્વજોને તેણે જોયા. તેઓ (તીર્થંકરો) પણ બોલ્યા કે ‘દયાધર્મ પાળવાથી જ તું વિવેકી છો, આ હેમસૂરિ તારા ગુરુ છે, તે જેમ કહે તેમ કરજે’. તથા પૂર્વજો પણ બોલ્યા કે – “હે વત્સ ! તેં જૈનધર્મનો આદર કર્યો તેથી અમે સુગતિના ભાજન થઈ આવી મહાઋદ્ધિ પામ્યા છીએ.’’ એમ કહી તે સર્વ અંતર્ધાન (અદૃશ્ય) થયા. તે જોઈ હીંચકા ખાતા મનવાળા રાજાએ સૂરિને તત્ત્વ પૂછ્યું કે “હે મહારાજ ! દેવબોધિએ બતાવ્યું તે સત્ય કે આ સત્ય? આ બાબતમાં મારું મન ચકડોળે ચડ્યું છે.’” ત્યારે સૂરિ બોલ્યા કે – “હે રાજા! પ્રથમ દેવબોધિએ તને જે આ બતાવ્યું તથા મેં તને જે બતાવ્યું તે સર્વ ઇન્દ્રજાળ છે. આકાશપુષ્પની જેમ અસત્ય છે; તે સાંભળીને રાજાએ મિથ્યાત્વનો ત્યાગ કર્યો અને અનુક્રમે તે બાર વ્રતધારી શ્રાવક થયા. (પૃ.૧૧૨) ૫૨૭. દેશાટન કર્યું.
દેશાટન એટલે જુદા જુદા દેશોમાં જવું તે. જ્યાં તીર્થસ્થાનોમાં જ્ઞાનીપુરુષોનો ભેટો થવાની સંભાવના હોય ત્યાં જરૂર દેશાટન કરું. જેમકે ઉદયાઘીન પરમકૃપાળુદેવનું મુંબઈમાં રહેવું થયું હોય તો તેમના સમાગમ માટે પ.પૂ.પ્રભુશ્રીજી કે પૂ.શ્રી સોભાગભાઈ જેવા પણ જતા હતા કે જેથી સત્સંગનો જોગ થાય. માટે આત્માર્થે દેશાટન કરું પણ બીજી રીતે નહીં.
‘ઉપદેશામૃત'માંથી – ‘શ્રી લલ્લુજી સ્વામીના ભાવ તો શ્રીમદ્ રાજચંદ્રના સમાગમ માટે વર્તતા હતા અને મુંબઈમાં સં.૧૯૪૯નું ચોમાસું ગાળવાનું નક્કી થયું એટલે મુંબઈ પહોંચ્યા પછી શ્રીમદ્ ના સમાગમ માટે તેમની દુકાને ગયા. શ્રીમદે પૂછ્યું, “તમારે અહીં અનાર્ય જેવા દેશમાં ચાતુર્માસ કેમ કરવું પડ્યું.? મુનિને અનાર્ય જેવા દેશમાં વિચરવાની આજ્ઞા થોડી જ હોય છે?’’
શ્રી લલ્લુજીએ કહ્યું, “આપના દર્શન-સમાગમની ભાવનાને લીધે અહીં ચાતુર્માસ કર્યું છે.’ શ્રીમદે પૂછ્યું, “અહીં આવતાં તમને કોઈ આડખીલ કરે છે?’’
શ્રી લલ્લુજીસ્વામીએ કહ્યું, “ના; હંમેશાં અહીં આવું તો કલાક કલાકનો સમાગમ મળશે?’’ શ્રીમદે કહ્યું, ‘“મળશે.’’ અવસરે અવસરે શ્રી લલ્લુજી શ્રીમદ્ના સમાગમ અર્થે પેઢી ઉપર જતા. તેમને દેખીને શ્રીમદ્ દુકાન ઉપરથી ઊઠી એક જુદી પાસેની ઓરડીમાં જઈ ‘સૂયગડાંગ’ સૂત્ર વગેરેમાંથી તેમને સંભળાવતા, સમજાવતા. (પૃ.૭)
૫૨૮. દેશાટન કરું નહીં.
માત્ર મોજશોખ કરવા માટે કે ફરવા માટે દેશવિદેશમાં દેશાટન એટલે ફરવાપણું કરું નહીં. એથી આત્માની શુભ વૃત્તિઓમાં ઘણી મોળાશ આવે છે અને મોહમાં વિશેષ ખેંચાવાનું થાય છે. જેથી આત્મા કર્મોથી ભારે થઈ વિશેષ મલિન થાય છે.
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “જ્યાંસુધી ઓછી ઉપાધિવાળાં ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળાં ક્ષેત્રે જવું ન ઘટે કેમકે તેથી ઘણી સવૃત્તિઓ મોળી પડી જાય છે, અથવા વર્ધમાન થતી નથી.’’ (પૃ.૫૧૭) ‘બોધામૃત ભાગ-૩'માંથી :– “ફરજ ન પડે ત્યાં સુધી આર્યભૂમિનો કાંઠો તજવા યોગ્ય નથી. અનાર્યભૂમિમાં સત્સંગનો દુકાળ છે. પત્રવ્યવહાર આદિ બંધ થઈ જવાના પ્રસંગોનો સંભવ છે. એવા
૪૦૩