________________
સાતસો મહાનીતિ
સ્તવન કરવું, વંદના કરવી, ગુરુને આગળ કરી પાછળ ચાલવું, કદાપિ સાથે ચાલવું પડે છે તો ગુરુની ડાબી બાજુએ ચાલવું, ગુરુને જમણી બાજુ રાખી ચાલવું કે બેસવું. ગુરુની
હાજરીમાં ઉપદેશ પોતે ન દેવો, કોઈ પ્રશ્ન કરે તો પણ ગુરુ હોય તો પોતે ઉત્તર ન દેવો, ગુરુની ઇચ્છા પ્રમાણે ઉત્તર દેવો, ગુરુની હાજરીમાં ઊંચે આસને ન બેસવું, ગુરુ વ્યાખ્યાન ઉપદેશ આદિ દે ત્યારે બે હાથ જોડી અંજલિ કરી બહુ આદરભાવથી ઉપદેશ ગ્રહણ કરવો, ગુરુના ગુણોમાં અનુરાગ કરી આજ્ઞા પ્રમાણે વર્તન કરવું અને બીજા ક્ષેત્રમાં દૂર હોય તો તેમની આજ્ઞા હોય તે પ્રમાણે પ્રવર્તવું, દૂર રહ્યા છતાં ગુરુનું ધ્યાન, સ્તવન, નમસ્કાર આદિ કરવા તે ગુરુનો વિનય છે.” (પૃ.૧૬૯) પ૨૬. સ્વાર્થે યોગ, તપ સાધું નહીં.
લોકોમાં મારો પ્રભાવ ફેલાય, હું તપસ્વી કે યોગી ગણાઉં, લોકો મને માન આપે; એવા તુચ્છ સ્વાર્થને માટે અષ્ટાંગ યોગ કે તપ સાથું નહીં. ઋદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરી લોકોને બતાવવાનો પ્રયત્ન કરું નહીં. જેમ દેવબોઘીએ શરીર હલકું બનાવવા વગેરેની વિદ્યા મેળવીને કુમારપાળ રાજાને પોતાના સ્વાર્થ માટે શિવઘર્મી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો તેમ કરું નહીં. તે નીચે પ્રમાણે –
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા૧'માંથી - સર્વજ્ઞ કહેલો જૈનધર્મ જ સત્ય છે
કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત - એકદા વાયુને સ્થંભન કરવાની ક્રિયામાં એટલે શરીરમાં ચાલતા વાયુને રોકીને શરીરને હલકું બનાવવાની ક્રિયામાં નિપુણ એવો દેવબોધિ નામનો બ્રાહ્મણ કમલના નાલના દાંડા કરી, કેળના પાંદડાનું આસન (શિબિકા-પાલખી) કરી, કાચા સુતરના તાંતણાથી તે નાળ અને પાંદડા બાંધી તે શિબિકા નાના શિષ્યોના સ્કંઘ પર ઉપડાવી, પોતે તેમાં બેસીને રાજસભામાં આવ્યો. તે જોઈ વિસ્મય પામેલા કુમારપાળ રાજાએ તેને સન્માન આપ્યું. પછી પૂજાને સમયે જિનેશ્વરની પૂજા કરતા રાજાને જોઈને દેવબોધિએ કહ્યું કે- “હે રાજા! તારા કુળધર્મનું ઉલ્લંઘન કરવું તને યુક્ત નથી”. કહ્યું છે કે
નીતિશાસ્ત્રમાં નિપુણ એવા પુરુષો નિંદા કરો અથવા સ્તુતિ (પ્રશંસા)કરો, લક્ષ્મી પ્રાપ્ત થાઓ અથવા મરજી મુજબ ચાલી જાઓ, આજે જ મૃત્યુ પ્રાપ્ત થાઓ, અથવા બીજા યુગમાં મૃત્યુ થાઓ, તોપણ ઘીર પુરુષો તેની કાંઈપણ દરકાર રાખ્યા વિના ન્યાયના રસ્તાથી એક પગલું પણ ચલિત થતા નથી.”
માટે હે રાજા! તારે કુલપરંપરાનો શિવઘર્મ છોડવો યોગ્ય નથી. તે સાંભળીને રાજા બોલ્યો કે સર્વ કહેલો હોવાથી જૈનધર્મ જ સત્ય છે.” દેવબોધિ બોલ્યો કે “હે રાજા! જો તને શિવઘર્મની પ્રતીતિ આવતી ન હોય તો મહેશ્વરાદિક ત્રણે દેવતાઓ અને તેમની પૂજા કરતા તારા પૂર્વજોને સાક્ષાત્ અહીં આવેલા જોઈને તારા મુખથી જ તેમને પૂછી નિશ્ચય કર.” એમ કહીને તેણે પોતાની વિદ્યા શક્તિથી તે દેવોને તથા કુમારપાળના પૂર્વજોને પ્રત્યક્ષ દેખાડ્યાં. તે દેવો અને પૂર્વજો બોલ્યા કે - “હે વત્સ! તારે દેવબોધિના કહેવા પ્રમાણે કરવું.” તેથી રાજા વિસ્મય પામીને જડ જેવો બની ગયો. ત્યારે ઉદયન મંત્રીએ કહ્યું કે “હે રાજા!હેમસૂરિ પણ અનેક વિદ્યામાં કુશળ છે'. તે સાંભળીને રાજા પ્રાતઃકાળે દેવબોધિ વિગેરેને લઈને સૂરિ પાસે વંદન કરવા આવ્યા. તે વખતે હેમચંદ્રસૂરિ શરીરની અંદરના પાંચે (પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન) વાયુને સંઘીને આસનથી કાંઈક ઊંચા રહી વ્યાખ્યાન આપવા લાગ્યા. તે વખતે પૂર્વથી સંકેત કરી રાખેલા શિષ્યોએ સૂરિની નીચેથી આસન (પાટ વિગેરે) ખેંચી લીધું, એટલે સૂરિ જમીનથી ઘણા ઊંચા રહી વ્યાખ્યાન આપવા લાગ્યા. તે જોઈ રાજા વિગેરે સર્વ મહા આશ્ચર્ય પામ્યા. પછી સૂરિ
૪૦૨