________________
સાતસો મહાનીતિ
રેશમી વસ્ત્રનાં બંઘન કરાવીને ભરુચ, સુરગિરિ, માંડવગઢ, અર્બુદાચલ વિગેરે સ્થાનોમાં સાત જ્ઞાનનાં ભંડારો કર્યા.
શ્રી કુમારપાળ રાજાએ સાતસો લહીયા પાસે છ લાખ અને છત્રીસ હજાર શ્લોક પ્રમાણ આગમની સાત પ્રતો સોનેરી અક્ષરથી લખાવી, અને શ્રી હેમચંદ્રાચાર્યે રચેલા સાડા ત્રણ કરોડ શ્લોકની એકવીશ પ્રતો લખાવીને એકવીશ જ્ઞાનના ભંડાર કર્યા. કહ્યું છે કે
હાલના સમયમાં કાળના અનુભાવથી તથા મતિની મંદતાથી પુસ્તક વિના જ્ઞાન રહી શકતું નથી, માટે શ્રાવકોએ નિરંતર પુસ્તકો લખાવવાં તે અત્યંત યોગ્ય છે''.
“જિનપ્રતિમા કરાવ્યા કરતાં પણ સિદ્ધાંતોને લખાવવામાં તથા તેનું શ્રવણ કરવામાં મોટું પુણ્ય છે; કેમકે જ્ઞાન વિના પ્રતિમાનું મહત્વ શી રીતે જાણી શકાય? તેથી જ્ઞાનના ભંડારો ઘર્મની દાનશાળાની જેવા શોભે છે. ગુરુ વિના શિષ્યને જ્ઞાન થતું નથી તેમ પુસ્તકો વિના વિકતા પણ આવતી નથી”. ઇત્યાદિ ઉપદેશ સાંભળીને વસ્તુપાળ મંત્રીએ અઢાર કરોડ દ્રવ્ય ખર્ચીને ત્રણ જ્ઞાનભંડાર લખાવ્યા.
થરાદના સંઘવી આભુ નામના શ્રેષ્ઠીએ ત્રણ કરોડ દ્રવ્ય ખર્ચીને સર્વ સૂત્રની એક એક પ્રત સોનેરી અક્ષરથી અને બીજા ગ્રંથોની એક એક પ્રત શાહીથી લખાવી હતી. કહ્યું છે કે -
“જે મનુષ્ય સિદ્ધાંતના પુસ્તકો લખાવે છે તેઓ દુર્ગતિને, મૂકપણાને, જડતાને, અંઘતાને અને બુદ્ધિરહિતપણાને પામતા નથી.” (પૃ.૧૫) પ૨૫. ગુરુ આદિકની તેમ જ.
શાસ્ત્રની જેમ દેવગુરુની પણ આશાતના કરું નહીં, પણ તેમનો પૂરેપૂરો વિનય કરું. એ ત્રણે તત્ત્વની આશાતના કરવાથી અનંતસંસારની વૃદ્ધિ થાય છે. માટે દેવ ગુરુ ઘર્મની કોઈ રીતે પણ મારાથી આશાતના ન થાય તેની કાળજી રાખું.
“સમાધિસોપાન'માંથી - દેવવિનય – “સમવસરણ વિભૂતિ સહિત, ગંદકુટીમાં સિંહાસન ઉપર અંતરીક્ષ વિરાજમાન, ચોસઠ ચમરો, ત્રણ છત્ર આદિ આઠ પ્રાતિહાર્યો (આકર્ષક આશ્ચર્યા) વડે શોભતા, કરોડ સૂર્ય સમાન તેજસ્વી, પરમ ઔદારિક શરીરવાળા, બાર સભાઓની મધ્યે દિવ્યધ્વનિ વડે અનેક જીવોને ઉપકારી અરિહંત દેવનું ચિંતવન કરી ધ્યાન કરવું તે મન વડે પરોક્ષ દેવવિનય છે. તેમનું વિનયપૂર્વક સ્તવન કરવું તે વચન વડે પરોક્ષ વિનય છે. બે હાથની અંજલિ જોડી માથે ચઢાવી નમસ્કાર કરવો તે કાયા વડે પરોક્ષ વિનય છે.
જિનેન્દ્ર કે પ્રતિબિંબની પરમ શાંત મુદ્રાને પ્રત્યક્ષ નેત્ર વડે નિહાળીને મહા આનંદથી મનમાં ધ્યાન કરીને પોતાને કૃતકૃત્ય માનવા તે મન વડે પ્રત્યક્ષ વિનય છે. જિનેન્દ્ર કે પ્રતિબિંબની સન્મુખ જઈને સ્તવન કરવું તે પ્રત્યક્ષ વચન-વિનય છે.
માથે અંજલિ ચઢાવી વંદન કરવું તથા જમીન પર અંજલિ સહિત મસ્તક મૂકી ઢીંચણ વડે જમીનનો સ્પર્શ કરીને નમસ્કાર કરવો તે કાયા વડે પ્રત્યક્ષ વિનય છે.
સર્વજ્ઞ, વીતરાગ. પરમાત્મા જિનેન્દ્રના નામનું સ્મરણ, ધ્યાન, વંદન, સ્તવન કરવું તે બઘો પરોક્ષ વિનય છે. આ પ્રકારે દેવનો વિનય સમસ્ત અશુભ કર્મોનો નાશ કરનાર કહ્યો છે.
ગુરુવિનય - નિગ્રંથ, વીતરાગી મુનિશ્વરોને દેખીને ઊભા થવું, આનંદ સહિત સામા જવું,
૪૦૧