________________
સાતસો મહાનીતિ
સ્મશાનમાં બેઠા હોય ત્યાં સુધી સંસારની અસારતા વિચારવાનો અવકાશ હતો કે અહો ! એક દિવસ બધાને આ પ્રમાણે મરણને શરણ થવાનું છે તો હવે શામાં મોહ કરું. બધું ક્ષણિક છે, નાશવંત છે. માટે સાથે આવે એવું ભક્તિ સત્સંગ વડે સંસ્કારધન એકઠું કરી લઉં કે જે પરભવમાં પણ સુખનું કારણ થાય.
પરમકૃપાળુદેવ કોઈના મરણની વાત સાંભળતા તો આહાર પણ કરતા નહીં, એવો તેમના અંતરમાં વૈરાગ્ય હતો.
૫૨૧. ઊંધું શયન કરું નહીં.
ઊંધું શયન કરવાથી વિકાર ઉત્પત્તિનો સંભવ હોઈ શકે, માટે ઊંધું શયન કરું નહીં. ૫૨૨. બે પુરુષ સાથે સૂવું નહીં.
તે સ્વજાતિ વિકારવૃત્તિનું કારણ છે. જગતમાં એવા પુરુષો પણ છે કે જેને સ્ત્રીને જોઈ આકર્ષણ થતું નથી, પણ પુરુષોને જોઈને આકર્ષણ થાય છે. તેથી બે પુરુષે પણ કદી સાથે સૂવું નહીં. ૫૨૩. બે સ્ત્રીએ સાથે સૂવું નહીં.
એ પણ વિકાર સ્મૃતિનું કારણ થાય છે. માટે બે સ્ત્રીએ પણ સાથે સૂવું નહીં. ૫૨૪. શાસ્ત્રની આશાતના કરું નહીં.
સત્પુરુષોએ લખેલા શાસ્ત્રોનું બહુમાન કરું, પૂજા કરું પણ આશાતના કરું નહીં. આશાતના કરવાથી ગુણમંજરીની જેમ કે વરદત્તની જેમ મૂંગી અને મૂર્ખની સ્થિતિ પ્રાપ્ત થાય છે.
જ્યારે શાસ્ત્રનો વિનય કરવાથી કે ભાવપૂર્વક પૂજા કરવાથી શ્રી કુંદકુંદાચાર્ય જેવી વિદ્વતા પ્રાપ્ત થાય છે. જેમણે સમયસાર, પ્રવચનસાર વગેરે અનેક ગ્રંથોની શ્રેષ્ઠ રચના કરી છે. આ બધું પૂર્વભવમાં કરેલ શાસ્ત્ર વિનયનું ફળ છે.
‘સમાધિસોપાન'માંથી :- શાસ્ત્રવિનય - ‘બહુ આદરથી સત્શાસ્ત્ર ભણવું, સાંભળવું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને દેખીને વ્યાખ્યાનાદિ કરવું. શાસ્ત્રમાં કહેલાં વ્રત, સંયમાદિ પોતાનાથી ન બની શકે તોપણ આજ્ઞાનો લોપ કરવો નહીં, એટલે સૂત્રની આજ્ઞા હોય તે પ્રમાણે જ કહેવું. જે સૂત્રની આજ્ઞા હોય તે એકાગ્ર ચિત્તથી શ્રવણ કરવી. શ્રવણ કરતી વખતે બીજી વાત કરવી નહીં. આદ૨પૂર્વક મૌનપણે શ્રવણ કરવું. કંઈ સંશય થાય તો સંશય દૂર કરવાને વિનયપૂર્વક થોડા અક્ષરો વડે સભામાં લોકને અથવા વક્તાને ક્ષોભ ન ઊપજે તેવી રીતે વિનયપૂર્વક પ્રશ્ન કરવો. ઉત્તર મળે તે આદરથી અંગીકાર કરવો તે શાસ્ત્રવિનય છે. શાસ્ત્રને ઊંચા આસન ઉપર મૂકી પોતે તેનાથી નીચે બેસવું, પ્રશંસા સ્તવના કરવી ઇત્યાદિ શાસ્ત્રનો વિનય કરવો. આ પ્રકારે દેવ, ગુરુ, શાસ્ત્રનો વિનય છે એ ધર્મનું મૂળ છે. (પૃ.૧૭૦)
‘ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી :
પેથડશ્રાવકનું દૃષ્ટાંત “શ્રી ધર્મઘોષ સૂરિના ઉપદેશથી સંઘવી પેથડે તેમના મુખથી એકાદશાંગી સાંભળવાનો આરંભ કર્યો, તેમાં પાંચમા અંગમાં જ્યાં જ્યાં “ગોયમા’’ (હે ગૌતમ !) એવું પદ આવે ત્યાં ત્યાં સુવર્ણમહોરથી તેણે પુસ્તકની પૂજા કરી; એમ દરેક પ્રશ્ને સોનામહોર મૂકવાથી છત્રીશ હજાર સોનામહોર થઈ. પછી એટલું દ્રવ્ય ખર્ચીને તેણે સમગ્ર આગમનાં પુસ્તકો લખાવ્યાં, અને તેને
૪૦૦