________________
સાતસો મહાનીતિ
પ૧૬. જળ પીતાં મૌન રહું.
જળ પીતાં મૌન રહી વિચાર કરું કે જળ પીવું એ મારા આત્માનો સ્વભાવ નથી. જળના એક એક ટીપામાં અસંખ્ય જીવો છે. જે મારા વડે હણાય છે. એવો સમય ક્યારે આવશે કે જ્યારે હું દેહરહિત પરમાત્મા બની આ જળકાયના જીવોને સર્વથા અભયદાન આપીશ. ૫૧૭. જમતાં મૌન રહું.
જમતાં મૌન રહી વિચારું કે પરમકૃપાળુદેવે કહ્યું છે કે – “સ્વાદનો ત્યાગ એ જ ખરો આહારનો ત્યાગ છે માટે મારે સ્વાદની વિશેષ લોલુપતા ન રાખવી જોઈએ. આહારનું પ્રયોજન માત્ર શરીરને ટકાવવા પૂરતું છે, કે જેથી આત્માર્થ સાધી શકાય. માટે આવા વિચાર કરવા અર્થે જમતાં મૌન રહું.
“ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી - “આહાર, નિહાર તથા ભોગ આદિ સમયે જ્ઞાનનો ઉચ્ચાર કરવા વગેરેથી મોટા જ્ઞાનાવરણીયકર્મનો બંધ થાય છે.” (પૃ.૨૦)
‘હિતશિક્ષાના રસનું રહસ્ય'માંથી :- “ઉત્તમ પુરુષે સાધુની જેમ ભોજન કરવું, એટલે કે જમતાં સમયે ભોજનને વખાણવું કે વખોડવું નહીં. જમી રહ્યા પછી નિર્મળ જળનો એક કોગળો ગળે ઉતારી જવો. બીજો કોગળો મુખશુદ્ધિ માટે બહાર કરવો. જમ્યા પછી સો ડગલાં ભરવા, કેમકે જમીને બેસી રહેવાથી પેટ વધે છે. પછી ડાબે પડખે થોડો વખત જાગતાં સૂવું. સીધા સૂવાથી કફ ઉત્પન્ન થાય છે અને ડાબે પડખે સૂવાથી સ્વસ્થતા વધે છે.” (પૃ.૮૧) ૫૧૮. પશુપદ્ધતિ જળપાન કરું નહીં.
પશુ જેમ વાસણમાં સીધું મોટું નાખીને પાણી પીવે તેવી રીતે જળપાન કરું નહીં.
મૂર્ખનું દ્રષ્ટાંત - ગામમાં એક જણને લોકો મૂખ કહેતા હતા. તેથી તેના મનમાં એમ થયું કે અહીં લોકો મને મૂખોં કહે છે માટે આ ગામ છોડીને બીજા ગામે ચાલ્યો જાઉં. ત્યાં મને કોઈ ઓળખતું નથી. એમ વિચારી તે બીજે ગામ ગયો. તે ગામની ભાગોળે પહોંચતા તેને તરસ લાગી. તેટલામાં ત્યાં પાણીનો હોજ દીઠો. તે હોજમાં પશુની જેમ મોટું ઘાલી પાણી પીવા લાગ્યો. તે જોઈ લોકો કહેવા લાગ્યા કે અરે મૂર્ખ તને પાણી પીતાં પણ આવડતું નથી. તે સાંભળી તેના મનમાં થયું કે આ ગામના લોકોને પણ કેમ ખબર પડી ગઈ કે મને બઘા મૂખોં કહે છે. મૂર્ણ છે કે ડાહ્યો છે એ તો તેના વર્તન પરથી જણાઈ આવે છે. મૂર્ખતા કંઈ છાની રહે નહીં. માટે પશુપદ્ધતિએ જળપાન કરું નહીં. પ૧૯. કૂદકો મારી જળમાં પડું નહીં.
આજે તો સ્વીમીંગપુલ બનાવવામાં આવે છે. તેમાં ઉપરથી કૂદકા મારીમારીને અંદર પડે. અણગળ પાણીના જીવો કેટલા દુઃખ પામે છે તેનો પોતાની મોજ ખાતર કોણ વિચાર કરે છે. પણ જ્યારે પાપના ફળ ઉદયમાં આવશે ત્યારે વિવિલાટ કરતાં પણ છૂટશે નહીં. માટે કૂદકો મારી જળમાં પડું નહીં, પણ બને તેટલું ઓછું પાણી ડોલમાં લઈ શરીર સ્વચ્છ કરું. પ૨૦. સ્મશાને વસ્તુમાત્ર ચામું નહીં.
સ્મશાનમાં મડદું બળતું હોય તે વખતે કોઈપણ વસ્તુ ચાખું નહીં. પણ અત્યારે કલિયુગના પ્રભાવે સ્મશાનમાં પણ લોકો ચા વગેરે પીતા થયા છે. સ્મશાન વૈરાગ્ય પણ નષ્ટ થવા લાગ્યો છે. નહીં તો
૩૯૯