________________
સાતસો મહાનીતિ
પ૧૪. વિષય સમય મૌન રહું. વિષય સમય મૌન રહ્યું અને પોતાનું સ્વરૂપ ભૂલાય નહીં તેવી જાગૃતિ રાખું, તથા
પોતાના આવા કૃત્યને હૃદયથી ધિક્કાર આપું, અને ભગવાન પ્રત્યે આવા કૃત્યોથી છોડાવવાની અંતરથી પ્રાર્થના કરું,
શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “ભોગના વખતમાં યોગ સાંભરે એ હળુકર્મીનું લક્ષણ છે.” (વ.પૃ.૧૫૬) પ૧૫. કલેશ સમય મૌન રહ્યું.
ક્લેશ સમયે મૌન રહું તો ક્લેશ વધે નહીં. ઝઘડો આપોઆપ શમી જાય. પત્થરથી પત્થર ટકરાય તો અગ્નિ ઝરે. માટે માણસ ગમે તેમ બોલે, અન્યાય કરે તો પણ સહન કરવાની ટેવ પાડું અર્થાત ફ્લેશ વઘવાના કારણ જાણી મૌન રહું, તો બન્નેને શાંતિનું કારણ થાય.
વઢકણીરાણીનું દૃષ્ટાંત – વહુ ચણા ખાય અને રાણીને અંગૂઠો બતાવે. એક શહેરમાં રાજાની રાણી વઢકણી હતી. ગમે તેની સાથે વઢવાડ કરે ત્યારે જ એને શાંતિ વળે. ગામના લોકો કંટાળી ગયા. તેથી રાજાને ફરિયાદ કરી. ત્યારે રાજાએ કહ્યું કે ગામમાંથી એક એકના ઘરમાંથી પ્રતિદિન એક જણ આવી રાણી સાથે વઢવાડ કરવી. એમ વારો બાંધ્યો. વારા પ્રમાણે એક ડોશીનો વારો આવ્યો. તેને ત્યાં છોકરાની વહુ તરત પરણીને આવી હતી. તેણે ડોશીને કહ્યું કે, માજી! તમારા બદલે મને જાવા દ્યો. સાસુએ ના પાડી કે તું તો નાની છે, તારું કામ નહીં. છતાં આગ્રહ કરવાથી સાસુએ જવાની રજા આપી. તે ગઈ ત્યારે સાથે એક શેર ચણા લેતી ગઈ અને થોડી મોડી ગઈ. તેથી રાણી વધારે ક્રોધે ભરાણી અને વહુને ગમે તેમ બોલવા લાગી. પણ તે વહુ તો બોલી જ નહીં. રાણી જ્યારે ખૂબ બોલી ચૂપ રહી કે વહુએ મોઢામાં ચણાનો એક ફાકો મારી રાણીને અંગૂઠો બતાવ્યો. તેથી રાણી ફરી વઘારે બોલવા લાગી. પણ વહુ તો બોલ્યા વગર માત્ર ચણા ખાતી જાય અને રાણીને અંગૂઠો બતાવતી જાય. એમ સાંજ સુધી કરતાં રાણી બોલીબોલીને થાકીને લોથ જેવી થઈને પડી. પછી રાણીને વિચાર આવ્યો કે એ કંઈ નહીં બોલવાથી કેવી સુખે સુખે ચણા ખાતી રહી અને હું જ દુઃખી થઈ. હવે વઢવાડ કરવી જ નથી, એમ નિશ્ચય કરીને રાજાને જણાવ્યું તેથી રાજા પણ આનંદ પામ્યો. એમ ક્લેશ સમયે મૌન રહેવાથી બેયને શાંતિનું કારણ થાય છે.
શેઠશેઠાણીનું દ્રષ્ટાંત - ફ્લેશ સમયે મૌન રહેવાથી સર્વને શાંતિ. એક શેઠ શેઠાણી હતા. તે બન્ને વચ્ચે રોજ વઢવાડ થાય. તે જોઈ પાડોશણે કહ્યું કે જો તમારે રોજની માથાફોડથી મુક્તિ મેળવવી હોય તો મારી પાસે તેની દવા છે. જરૂર હોય તો આપું.ત્યારે શેઠાણીએ કહ્યું કે આપો તો ઘણું સારું થાય. રોજની કંકાસથી માથું ચઢી જાય છે. ત્યારે પાડોશણે શીશીમાં ભરીને દવા આપતા કહ્યું કે શેઠ ઘરે આવે ત્યારે તમારે આ દવા મોઢામાં ભરી દેવી. પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે શેઠ ઘરમાં હોય ત્યાં સુધી તમારે એ દવા મોઢાંમાં જ રાખવી; ગળે ઉતારવી નહીં. તો આ દવાના પ્રભાવથી તમને જરૂર શાંતિ થઈ જશે. શેઠ આવ્યા, ગમે તેમ બોલવા લાગ્યા. ત્યારે શેઠાણીએ તો દવા મોઢામાં ભરી દીધી. તેથી શેઠના સામું તેમને ખોટું લાગે તેમ બોલી શકી જ નહીં. અંતે શેઠ પણ બોલતા બંઘ થયા અને કજીઓ કંકાસ થયો નહીં.
તે દવા શું હતી? તો કે માટલાનું ઠંડુ પાણી. પણ તે મોઢામાં રહેવાથી ફ્લેશ સમયે મોટું મૌનપણું ઘારણ કરીને રહ્યું તેથી એકપક્ષી ફ્લેશ કેટલો ચાલે? અંતે તેને બંધ થયે જ છૂટકો છે.
૩૯૮