________________
સાતસો મહાનીતિ
વિગેરે આપીને પ્રસન્ન કર. તેના વાત્સલ્યથી તને લાખ સાથર્મીને ભોજન આપ્યા જેટલું પુણ્ય થશે.” આ પ્રમાણે ગુરુનું વચન સાંભળીને તેણે તે પ્રમાણે કર્યું. ભોજનાદિક ભક્તિ વડે જિનદાસની સેવા કરી.
ત્યારપછી તે શિવંકરે ગામમાં જઈને લોકોને પૂછ્યું કે - “આ જિનદાસ કેવો ઉત્તમ છે? સત્ય છે કે દાંભિક છે?” ત્યારે લોકોએ કહ્યું કે- “હે ભાઈ! સાંભળ, આ જિનદાસ સાત વર્ષનો હતો, ત્યારે એક દિવસ ઉપાશ્રયે ગયો હતો. ત્યાં ગુરુના મુખથી શીલોપદેશમાલાનું વ્યાખ્યાન સાંભળીને તેણે એકાંતરે બ્રહ્મચર્ય પાળવાનો નિયમ ગ્રહણ કર્યો. એજ પ્રમાણે સૌભાગ્યદેવીએ પણ બાલ્યાવસ્થામાં સાધ્વી પાસે એકાંતરે શીલ પાળવાનું અંગીકાર કર્યું. દૈવયોગે તે બન્નેનું જ પરસ્પર પાણિગ્રહણ થયું. પરંતુ શીલ પાળવાના ક્રમમાં જે દિવસ જિનદાસને છુટો હતો તે દિવસ સૌભાગ્યદેવીને નિયમ હતો, અને જે દિવસ સૌભાગ્યદેવને છુટો હતો તે દિવસ જિનદાસને નિયમ હતો. આવી હકીકત બનવાથી સૌભાગ્યદેવીએ જિનદાસને કહ્યું કે- “હે સ્વામી!હું તો નિરંતર શીલ પાળીશ, તમે ખુશીથી બીજી સ્ત્રી સાથે લગ્ન કરો.” તેણે કહ્યું કે- “મારે તો ફરી લગ્ન કરવા નથી, પરંતુ હું તો યોગ્ય અવસરે દીક્ષા લઈશ.” પછી તે દંપતીએ ગુરુ પાસે જઈને જીવન પર્યત હંમેશને માટે બ્રહ્મચર્ય અંગીકાર કર્યું અને પહેરામણી વિગેરે કરીને શ્રીસંઘનો પણ સત્કાર કર્યો. માટે તે દંપતીના જેવા બાલબ્રહ્મચારી અમે તો કોઈ પણ સાંભળ્યા નથી.” આ પ્રમાણેનું વૃત્તાંત સાંભળીને શિવંકર તે જિનદાસની વિશેષ પ્રકારે સેવાભક્તિ કરીને પોતાને ગામ ગયો.” (પૃ.૩૯) પ૧૧. ત્વરિત ભાષા બોલવી નહીં.
રત એટલે શીધ્રપણે વિચાર્યા વગર બોલું નહીં. સમજી વિચારીને જ જવાબ આપું.
દ્રૌપદીનું દ્રષ્ટાંત – ત્વરિત ભાષા બોલવાનું ફળ - મહાભારતનું યુદ્ધ. પાંડવોએ પોતાના મહેલમાં એવી રચના કરેલી કે જ્યાં પાણી હોય ત્યાં જમીન દેખાય અને જમીન હોય ત્યાં પાણી દેખાય. એકવાર દુર્યોધન ત્યાં આવ્યો અને જ્યાં જમીન હતી ત્યાં કપડાં ઊંચા કર્યા અને જ્યાં પાણી હતું ત્યાં કપડાં હાથમાંથી મૂકી દીઘા. તે જોઈ ઉપર ગોખમાં બેઠેલી દ્રૌપદી બોલી કે, “આંધળાના પુત્ર આંધળા'. આ પ્રમાણે ત્વરિત ભાષા વિચાર વગર બોલવાથી દુર્યોધનનાં મનમાં વેર વસી ગયું અને તેના ફળસ્વરૂપ આપ્યું મહાભારતનું યુદ્ધ રચાયું. માટે વિચાર્યા વગર કદી ત્વરિત ભાષા બોલું નહીં. ૫૧૨. પાપગ્રંથ ગૂંથું નહીં.
જે ગ્રંથ રચવાથી લોકોમાં મોહની વૃદ્ધિ થાય તે સર્વ ગ્રંથ, ઉપન્યાસ વગેરે પાપના જ ગ્રંથો છે.
બનારસીદાસનું ડ્રષ્ટાંત - બનારસીદાસે શૃંગારશાસ્ત્ર કવિતામાં રચ્યું હતું. તેને લોકો ઘણા પ્રેમપૂર્વક સાંભળતા પણ જ્યારે સમયસાર વગેરે ગ્રંથોનો તેમણે અભ્યાસ કર્યો ત્યારે તેમને લાગ્યું કે ખરેખર આ શૃંગારશાસ્ત્ર તે પાપરૂપ ગ્રંથ છે. કોઈના હાથમાં આવશે તો માત્ર મોહને વઘારશે એમ જાણી તે ગ્રંથને ગંગાનદીમાં વહેતો કર્યો. માટે કદી એવા પાપગ્રંથને ગૂંથું નહીં. પ૧૩. શૌર સમય મૌન રહું.
સૌર એટલે હજામત. હજામત કરાવતા સમયે મૌન રહું. મુનિઓ પણ જ્યારે લોચ કરે ત્યારે મૌનપણે કરે છે. હજામત વખતે મૌન રહી વિચાર કરું કે ક્યારે હું આ દેહથી સર્વથા મુક્ત થઈ સિદ્ધપદને પામીશ કે જેથી ફરી ફરી આ દેહની સુશ્રુષા કરવી પડે નહીં.
૩૯૭