________________
સાતસો મહાનીતિ
(૬ થી ૫૦૯. શુક્લ ઘર્મ ખંડવો નહીં.
શ્રી જિનેશ્વર ભગવંતે ભાખેલો સ્યાદ્વાદયુક્ત ઘર્મ તે જ ખરેખર શુક્લ એટલે ઉજ્જવળ
પવિત્ર ઘર્મ છે. તેનું કોઈ દિવસ પણ ખંડન કરું નહીં. સ્યાદ્વાદયુક્ત ઘર્મનો મર્મ યથાર્થ ન સમજાય તો સમજવાની કોશિષ કરું, પણ તેનું ખંડન તો કદી કરું નહીં.
શ્રીમદ રાજચંદ્રમાંથી :- “જે ન્યાયથી જય મેળવી શકતો નથી તે પછી ગાળો ભાંડે છે, તેમ પવિત્ર જૈનના અખંડ તત્ત્વસિદ્ધાંતો શંકરાચાર્ય, દયાનંદ સંન્યાસી વગેરે જ્યારે તોડી ન શક્યા ત્યારે પછી જૈન નાસ્તિક હૈ, સો ચાર્વાક મેં સે ઉત્પન્ન હુઆ હૈ,” એમ કહેવા માંડ્યું. પણ એ સ્થળે કોઈ પ્રશ્ન કરે કે, મહારાજ ! એ વિવેચન તમે પછી કરો. એવા શબ્દો કહેવામાં કંઈ વખત, વિવેક કે જ્ઞાન જોઈતું નથી; પણ આનો ઉત્તર આપો કે જૈન, વેદથી કઈ વસ્તુમાં ઊતરતો છે; એનું જ્ઞાન, એનો બોઘ, એનું રહસ્ય અને એનું સતુશીલ કેવું છે તે એકવાર કહો! આપના વેદવિચારો કઈ બાબતમાં જૈનથી ચઢે છે? આમ જ્યારે મર્મસ્થાન પર આવે ત્યારે મૌનતા સિવાય તેઓ પાસે બીજાં કંઈ સાધન રહે નહીં. જે સત્પરુષોનાં વચનામૃત અને યોગબળથી આ સૃષ્ટિમાં સત્ય, દયા, તત્વજ્ઞાન અને મહાશીલ ઉદય પામે છે, તે પુરુષો કરતાં જે પુરુષો શૃંગારમાં રાચ્યા પડ્યા છે, સામાન્ય તત્ત્વજ્ઞાનને પણ નથી જાણતા, જેનો આચાર પણ પૂર્ણ નથી તેને ચઢતા કહેવા, પરમેશ્વરને નામે સ્થાપવા અને સત્યસ્વરૂપની અવર્ણ ભાષા બોલવી, પરમાત્મસ્વરૂપ પામેલાને નાસ્તિક કહેવા, એ એમની કેટલી બધી કર્મની બહોળતાનું સૂચવન કરે છે! પરંતુ જગત મોહાંધ છે, મતભેદ છે ત્યાં અંધારુ છે; મમત્વ કે રાગ છે ત્યાં સત્યતત્ત્વ નથી એ વાત આપણે શા માટે ન વિચારવી!
હું એક મુખ્ય વાત તમને કહું છું કે જે મમત્વરહિતની અને ન્યાયની છે. તે એ છે કે ગમે તે દર્શનને તમે માનો; ગમે તો પછી તમારી દ્રષ્ટિમાં આવે તેમ જૈનને કહો, સર્વ દર્શનનાં શાસ્ત્રતત્ત્વને જાઓ, તેમ જૈનતત્ત્વને પણ જાઓ. સ્વતંત્ર આત્મિક શક્તિએ જે યોગ્ય લાગે તે અંગીકાર કરો. મારું કે બીજા ગમે તેનું ભલે એકદમ તમે માન્ય ન કરો પણ તત્વને વિચારો. (વ.પૃ.૧૨૭) પ૧૦. નિષ્કામ શીલ આરાઘવું.
સંસારના સુખની કાંઈપણ ઇચ્છા કર્યા વિના શીલની અથવા સંયમની આરાધના કરું. શીલ પાળીને આ લોક સંબંધી સુખ કે પરલોક સંબંધી દેવલોક આદિના સુખની ઇચ્છા રાખવાથી તે શીલ મોક્ષનું કારણ થતું નથી. પણ સંસારનું જ કારણ થાય છે. માટે માત્ર આત્માર્થના લક્ષે જ નિષ્કામ શીલ આરાધું. અન્ય કોઈ પ્રયોજન અર્થે નહીં.
“ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી - જિનદાસ, સૌભાગ્યદેવીનું અખંડ શીલ.
જિનદાસ, સૌભાગ્યદેવીનું દ્રષ્ટાંત – વસંતપુરમાં શિવંકર નામનો વ્રતધારી એક શ્રાવક રહેતો હતો. ત્યાં એક વખતે ઘર્મદાસ નામના સૂરિ પઘાર્યા. તેને વાંદવા માટે શિવંકર ગયો. વાંદીને ગુરુ પાસે કેટલીક આલોયણ લીધી. પછી હર્ષપૂર્વક બોલ્યો કે – “હે ભગવન્! મારા મનમાં લાખ સાઘર્મી ભાઈઓને ભોજન કરાવવાનો મનોરથ છે, પરંતુ તેટલું ઘન મારી પાસે નથી, માટે હું શું કરું કે જેથી મારો તે મનોરથ પૂર્ણ થાય?” ગુરુએ કહ્યું કે - “તું મુનિસુવ્રત સ્વામીને વાંચવા માટે ભરુચ જા. ત્યાં જિનદાસ નામનો શ્રાવક રહે છે, તેની ભાર્યા સૌભાગ્યદેવી નામે છે; તે બન્નેને તારી સર્વ શક્તિથી ભોજન, અલંકાર
ક આદિના સુખની ઇચ્છા નિષ્કામ શીલ
૩૯૬