________________
સાતસો મહાનીતિ
સોનીની દુકાને બેસવાથી કોઈ દિવસ કિંમતી વસ્તુ ખોવાઈ જાય તો આપણા ઉપર પણ શંકા ઊપજે અને તે ચિંતાનું કારણ થઈ પડે છે.
માટે મહાપુરુષોના કહેવાથી ઉપરોક્ત જણાવેલ કંજાલ, કલાલ કે સોનીની દુકાને બેસવું નહીં.
“શ્રી જૈન હિતોપદેશ'માંથી :- “જેવો સંગ તેવો રંગ’ એ ન્યાયે હીણાની સોબતે હીનપત આવે અને ઉત્તમની સંગતે ઉત્તમતા આવે. શું ગંગાનું શુદ્ધ, મિષ્ટ જળ પણ જલધિમાં ભળવાથી લૂણપણું નથી પામતું? તેમજ અન્ય સ્થળથી આવેલું જળ ગંગાના પવિત્ર જળમાં ભળવાથી શું તેવી મહિમાને નથી પામતું? પામે છે. માટે શાણા પુરુષોએ કુસંગ સર્વથા ત્યજી સદા સુસંગતિ જ સેવવી યોગ્ય છે. (પૃ.૭૧).
“ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી - નીચ માણસો સાથે મિત્રતા કરવી નહીં
હંસ અને ઘુવડનું દ્રષ્ટાંત – કોઈ એક વનને વિષે પદ્મસરોવરમાં મંદરક્ત નામનો હંસ રહેતો હતો. ત્યાં એક વખત કોઈ ઘુવડ આવ્યો, તેને હંસે પૂછ્યું કે “તું કોણ છે? અને આ વનમાં ક્યાંથી આવ્યો?” ઘુવડ બોલ્યો કે – “તમારા ગુણ સાંભળીને હું તમારી સાથે મિત્રતા કરવા આવ્યો છું.” એમ કહેવાથી હંસે તેને રહેવા દીધો. અનુક્રમે સાથે ક્રીડા કરતાં મિત્રતા થઈ. પરંતુ હંસે મનમાં વિચાર ન કર્યો કે -કલ્યાણને ઇચ્છનાર પુરુષે નીચનો પરિચય કરવો નહીં.' કહ્યું છે કે –
"नीच सरिस जो कीजे संग, चडे कलंक होय जसभंग;
हाथ अंगार ग्रहे जो कोय, के दाझे के कालो होय.” १ પછી એક દિવસ ઘુવડ હંસની રજા લઈને પોતાને સ્થાને ગયો. તે વખતે હંસને કહ્યું કે- “તમારે પણ એક વખત મારે સ્થાને આવવું.” પછી હંસ પણ એક વખત ઘુવડને સ્થાને ગયો પણ તેને ત્યાં જોયો નહીં. ઘણે સ્થાને શોધ કરતાં કોઈ વૃક્ષનાં કોટરમાં પેઠેલો દીઠો. તેને હંસે કહ્યું કે – “હે ભાઈ! બહાર આવ, બહાર આવ, હું હંસ તને મળવા આવ્યો છું.” ઘુવડ બોલ્યો કે “હું દિવસે બહાર નીકળવા શક્તિમાન નથી, માટે તું અહીં રહે. આપણે રાત્રે ગોષ્ટી કરીશું.” પછી રાત્રે બન્ને જણ મળ્યા અને કુશળ વાર્તા કરી. તે રાત્રે હંસ તેની સાથે જ સૂતો. હવે તે વૃક્ષ નીચે રાત્રે એક સાથે રાત્રિવાસો રહ્યો હતો. તે પાછલી રાત્રે ત્યાંથી ચાલવા તૈયાર થયો. તે વખતે ઘુવડ મોટા વિસ્તારથી શબ્દ કરી ઝાડના કોટરમાં પેસી ગયો અને હંસને ત્યાંનો ત્યાં જ રહેવા દીધો. ઘુવડનો શબ્દ સાંભળી સાર્થપતિને ક્રોઘ ચડ્યો, તેથી તે અપશુકનની નિવૃત્તિ કરવા માટે તેણે શબ્દવેધી બાણ માર્યું, તે વાગવાથી હંસ મૃત્યુ પામ્યો; માટે નીચ સાથે કદી મિત્રતા કરવી નહીં. (પૃ.૧૯૪) પ૩૪. કારીગરને ત્યાં (ગુરુત્વે) જવું નહીં.
કારીગરને ત્યાં જઈ પોતાની મોટાઈ બતાવવી નહીં કે “હું બહુ પૈસાદાર છું કે શેઠ છું.” એવી મોટાઈ બતાવવાથી તે કામના વઘારે પૈસા માગશે અથવા કામનું એટલું લંબાણ કરશે કે થાકીને પણ વઘારે પૈસા આપવા પડે. માટે કારીગરને ત્યાં પોતાની મોટાઈ બતાવવાનો પ્રયત્ન કરવો નહીં. પ૩૫. તમાકુ સેવવી નહીં.
તમાકુ સુંઘવાથી કે ખાવાથી શરીરમાં કેન્સર જેવા રોગ થવાનો સંભવ છે. તમાકુના પાંદડા ઉપર અનેક ઝીણી જીવાત હોય છે. પાંદડાને વાળતાં તે જીવાત તેમાંજ દબાઈ ચોંટી જાય છે. તમાકુની જેને
४०७