________________
સાતસો મહાનીતિ
આદત પડી જાય તેને તે છોડવું ઘણું વસમું પડે છે. વ્યસન જીવને ગુલામ બનાવી દે છે. એક મુમુક્ષુ બેનને કોઈના સંગથી તમાકુ સુંધવાની ટેવ પડી. તેથી છીંકણીની ડબ્બી ખિસ્સામાં જ રાખે. જમે કે તરત સંઘવી પડે. ન સુંઘે તો જાણે જમી જ નથી એમ લાગે. એક દિવસ પુષ્પમાળાનું વાક્ય ૮૭ વાંચવામાં આવ્યું જેમાં પરમકૃપાળુદેવે જણાવ્યું કે —
“તમાકુ સુંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તો આજે પૂર્ણ કર –(૦)નવીન વ્યસન કરતાં અટક.’’ આ વાક્યમાં કૌંસમાં, જે મીંડુ મુકેલ છે તે જાણે એમ સૂચવે છે કે જૂના વ્યસન ઉપર મીંડુ મૂક અને નવીન વ્યસન કરતાં પણ અટક. એવું વાંચી તે દિવસે એ બેને છીંકણી તથા ચાનો પણ નિયમ લઈ લીધો.
કોઈ છીંકણી છોડીને દાંત ઉપર તમાકુ ઘર્સ અથવા બીડી પીવે, કોઈ વળી ચાનું વ્યસન છોડી કોફીનું વ્યસન વળગાડે. પણ તમાકુ વગેરે એક પણ વ્યસન સેવું નહીં તેની કાળજી રાખું.
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “એક પાઈની ચાર બીડી આવે હજાર રૂપિયા કમાતા બૅરિસ્ટરને બીડીનું વ્યસન હોય અને તેની તલપ થતાં, બીડી ના હોય તો એક ચતુર્થાંશ પાઈની કિંમતની નજીવી વસ્તુ માટે વલખાં મારે. હજાર રૂપિયા રોજ કમાનાર, અનંત શક્તિવંત આત્મા છે જેનો એવો બેરિસ્ટર મૂર્છાયોગે નજીવી ચીજ માટે વલખાં મારે! જીવને, આત્માની અને એની શક્તિની વિભાવ આડે ખબર નથી.'' (વ.પૂ.૬૬૨)
‘બોઘામૃત ભાગ-૩માંથી – “આપનો પત્ર મળ્યો. તેમાં બીડીનું પચખાણ લેવા ભાવના જણાવી છે તે પ્રમાણે આ વર્ષ આખર સુઘીની ભાવના પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કારપૂર્વક કરી લેવા ભલામણ છેજી. સાત વ્યસનનો વિશેષ વિચાર જીવને જાગશે ત્યારે કોઈ પણ વ્યસન હશે તે જીવને ખેંચશે; તેનો ત્યાગ કરવા તત્પર થશે તથા નવા વ્યસનનો તો પ્રસંગ પણ નહીં રહે. ઊંડા ઊતરી જ્ઞાનીપુરુષનાં વચનોનો વિચાર કરી આ આત્માને અનંત બંધનથી છોડાવવા જાગ્રત જાગ્રત રહેવાની જરૂર છે. એવી અંતર્દયા જાગવા આવા ત્યાગ કરવાના છેજી. (બો.૩ પૃ.૭૧૩)
“આપે જે નિયમો સંબંધી પુછાવ્યું તે નિયમો એક વર્ષ ચાલુ રાખવા પરમકૃપાળુદેવ આગળ નમસ્કાર કરી ભાવના કરશો. વિશેષ સૂચના કે બીડી, ચા વગેરે લખ્યું છે તેના ત્યાગનો પહેલા અભ્યાસ ન કર્યો હોય તો બાર મહિના સુધી સાથે લનું વ્રત લેવા યોગ્ય નથી. થોડા મહિના અભ્યાસ કરીને પછી યોગ્ય લાગે તેટલી મુદતનું લેશો. કેટલાક નિયમ લઈને, પછી માથું દુઃખે, ઝાડો ન ઊતરે એવા બહાનાથી નિયમ તોડી નાખે છે; માટે આ લખ્યું છે. પહેલા એ વિષે નિયમ લીઘો હોય અને બરોબર પાડ્યો હોય તો પછી બાર મહિના માટે લેવામાં વાંધો નથી. લીધેલા નિયમમાં શિથિલતા ન થાય, અથવા એકને બદલે બીજું ન પેસે તે લક્ષ રાખવા વિનંતી છે. વૃત્તિ બીજેથી રોકાય અને આત્મતિમાં વિશેષ અવકાશ મળે તથા આત્મતિની વસ્તુ સુખરૂપ લાગે તેવો ઉદ્દેશ આવા નિયમોનો છે, તે લક્ષ રાખવા વિનંતી છે. (બો.૩ પૃ.૬૨૮)
એક ખેડૂતનું દૃષ્ટાંત – શ્રી દયાળજીભાઈ સુરતવાળા જણાવે છે કે “મને બીડીનું વ્યસન હતું. પુજ્યશ્રી બ્રહ્મચારીજીએ મને દૃષ્ટાંત આપીને સમજાવ્યું : “એક ખેડૂત હતો, તેના ઘરમાં રૂ ભરેલું હતું. પારણામાં નાના છોકરાને સુવડાવી બીડી પીતો પીતો તે ખેતરે ગયો. બીડીનો તણખો રૂમાં પડવાથી આગ લાગી. બારણા પણ બંધ હતા. ખેડૂત જ્યારે ખેતરથી ઘરે આવ્યો ત્યારે જોયું તો છોકરો અને ઘર બધું બળીને રાખ થઈ ગયાં હતાં. એ વૃષ્ટાંત સાંભળી મારી આંખમાં આંસુ આવી ગયા અને મેં કહ્યું, “મને બીડીનું પચખાણ આપો.’’
૪૦૮