SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ / // GCS. DEO 2:// વારાફરતી એક જ દેશમાં સાથે રહેવા લાગ્યા. એમ રાજ્યસુખ ભોગવી પ્રાંતે સંયમ સાથીને મોક્ષે ગયા. (પૃ.૨૫૦) માટે ભાવપૂર્વક દાન દેવું. ઉપદેશામાળા'માંથી - સુપાત્રમાં દાન આપવાથી તે અનંતગણું થાય શાલિભદ્રનું દ્રષ્ટાંત - શાલિભદ્રનો જીવ પૂર્વભવે સંગમ નામે ભરવાડનો પુત્ર હતો. તેણે અતિ હર્ષ થવાથી બહુ ભાવપૂર્વક બથી ક્ષીર માસક્ષમણમુનિને વહોરાવી દીધી. પછી તે વિચાર કરવા લાગ્યો કે “આજે સાદુરૂપી સત્પાત્ર મને પ્રાપ્ત થવાથી હું અતિ ઘન્ય થયો.” આ પ્રમાણે અનુમોદના સહિત દાન ઘણું ફળ આપનારું થાય છે. કહ્યું છે કે “આનંદથી નેત્રમાં આંસુ આવવાં, રોમરાય વિકસ્વર થવાં, બહુમાન સહિત વહોરાવવું, પ્રિય વચન બોલતાં આપવું અને તેની અનુમોદના કરવી; એ પાંચ સુપાત્ર દાનનાં ભૂષણ છે.” અહિં સંગમે સાધુને દાન આપવાથી ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. કહ્યું છે કે - વ્યાજની અંદર ઘન બમણું થાય છે, વ્યવસાયથી ચારગણું થાય છે, ક્ષેત્રમાં સોગણું થાય છે, અને પાત્રમાં આપવાથી અનંતગણું થાય છે. વળી સંગમે જે દાન આપ્યું તે અતિ દુષ્કર છે. કારણ કે - દરિદ્રી છતાં દાન આપવું, સામાÁ છતાં ક્ષમા રાખવી, સુખનો ઉદય છતાં ઇચ્છાનો રોઘ કરવો અને તરુણાવસ્થામાં ઇદ્રિયોનો નિગ્રહ કરવો” આ ચારે વાનાં અતિ દુષ્કર છે. (પૃ.૧૪૩) સાદી શિખામણ'માંથી – દાન આપો નહીં તો મઘમાખીની જેમ અંતે પસ્તાવો પામશો ભોજરાજાનું દ્રષ્ટાંત – એક દિવસ ભોજરાજા પોતાની સભામાં બેઠા હતા, ત્યાં એક માખી આવીને હાથ ઘસવા લાગી તે જોઈને ભોજરાજાએ કાલિદાસ પંડિતને તેનું કારણ પૂછ્યું કે આ મધમાખી દરરોજ મારા સન્મુખ સભામાં આવી હાથ ઘસે છે તેનું શું કારણ હશે? ત્યારે તેનો ઉત્તર કાલિદાસ પંડિત રાજા ભોજને તરત આપ્યો કે, આ મધમાખી એમ કહે છે કે, હે ભોજરાજા! જે કોઈ નિર્ધન હોય તેને તું ઘન આપ કારણ કે સારા કાર્ય કરનારા પુરુષોનું એજ કર્તવ્ય છે. કર્ણ, બળી અને વિક્રમાદિત્ય રાજાઓએ પણ દાન આપેલાં તેણે કરીને અદ્યાપિ સુધી આ જગતમાં તેની કીર્તિ ગવાય છે; અને અમોએ તો ઘણા કાળથી સંઘરી મૂકેલું મધ તેને વાઘરી લઈ ગયો, પણ અમારાથી દાન ન કરાયું તેમ ઉપયોગ પણ ન થઈ શક્યો તેથી હાથ ઘસવા પડે છે. તેમ જ તમે જ્યારે આ દેહ છોડીને જશો ત્યારે હાથ ઘસતા જશો, માટે કંઈ દાન પુણ્ય કરો એમ આ મઘમાખી હાથ ઘસીને તમને ઉપદેશ કરે છે. આવી રીતે કાલીદાસ પંડિતનું વચન સાંભળીને ભોજરાજા ઘણા પ્રકારના દાન આપવા લાગ્યો. (પૃ.૨૨૧) ૪૩૩. દીનની દયા ખાઉં. અશુભ કર્મના ઉદયે જીવ દીન એટલે ગરીબ થયો હોય, ખાવા વગેરે પણ ન મળતું હોય તો તેના પ્રત્યે દયા લાવીને કંઈક આપવું તે અનુકંપા દાન છે. ૩૩૦
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy