________________
સાતસો મનનીતિ
‘બોઘામૃત ભાગ-૩માંથી :- હરિવંશપુરાણ સાંજના સભામંડપમાં વંચાય છે તેમાં ઋષભદેવના ગર્ભકલ્યાણની કથા ગઈ કાલે આવી હતી. ભોગભૂમિનું તથા તેવા પુણ્ય-ઉપાર્જનનું કારણ પાત્ર-દાન તેનું વર્ણન આવ્યું હતું. સમ્યક્દર્શન સહિત મુનિપણું પાળનાર ઉત્તમ પાત્ર, સમ્યક્દર્શન સહિત શ્રાવકવ્રત પાળનાર મધ્યમ પાત્ર અને વ્રત વિનાના સમ્યક્દર્શનવાળા જીવોને જધન્ય પાત્ર ગણાવ્યા હતા. તેમને ભક્તિપૂર્વક દાન દેનાર મિથ્યાવૃષ્ટિ પણ ભોગભૂમિને યોગ્ય પુણ્ય પ્રાપ્ત કરે છે. સમ્યદૃષ્ટિ કે સમ્યવૃષ્ટિ વ્રતવંત શ્રાવક દાતાર, મુનિપણું પામે તો કે મોક્ષે જાય, નહીં તો દેવગતિ પામે. વ્રતનિયમ પાળનાર પણ મિથ્યાવૃષ્ટિ જીવને ભક્તિપૂર્વક દાન દેનાર કુભોગભૂમિ કે કુમનુષ્ય યોગ્ય પુણ્ય બાંધે; અને વ્રત પણ ન હોય અને સમ્યક્દર્શન પન્ન ન હોય તેને દાન ભક્તિસહિત દેના૨નું દાન વ્યર્થ જાય છે, રાખમાં ઘી રેડ્યા સમાન છે એમ આવ્યું હતું. દયાની લાગણી પોષવા અનુકંપા દાન દેનાર પુણ્ય બાંધે છે પણ પરીક્ષાબુદ્ધિ નહીં હોવાથી કે વિપરીતતાને કારણે અપુજ્યમાં પુજ્યબુદ્ધિ આત્મતિનું કારણ નથી એ સર્વનો સાર છે.’’ (બી.૩ પૃ.૫૨૯
શ્રી જૈનહિતોપદેશ ભાગ-૧માંથી લક્ષ્મી પામીને સુપાત્રાદિને વિવેકથી દાન દેવું, તે જ તેની શોભા તથા સાર્થકતા છે. વિવેકપૂર્વક દાન દેનારની લક્ષ્મીનો વ્યય કર્યા છતાં, કૂવાના જળની પેરે નિરંતર પુણ્યરૂપ આવકથી વધારો જ થતો જાય છે. વિવેકરહિતપણે વ્યસનાદિમાં ઉડાવી દેનારની લક્ષ્મીનો તરત અંત આવી જાય છે. કૃપત્રની લક્ષ્મી કોઈ ભાગ્યશાળી ભોગવે છે, કે વાપરી લાભ લે છે, પરંતુ મમ્મણશેઠની પેરે તેનાથી એક દમડી પણ શુભ માર્ગે ખર્ચાતી નથી, તેમજ તે બાપડો તેને ભાગમાં પણ લહી શકતો નથી. પૂર્વે ધર્મમાં અંતરાય નાખ્યાનું ફળ સમજી, કોઈને અંતરાય કરવો નહીં. (પૃ.૭૫)
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર'માંથી – • ભાવપૂર્વક મંત્ર સ્મરણ અને સુપાત્રે દાનનું ફળ મોક્ષ
એકવાર શ્રાવકને સાધુપુરુષે કહ્યું કે, છે ભદ્ર! આ મંત્રનું તારે નિરંતર સ્મરણ કરવું; અને સમ્યક્ત્વનું પાલન કરવું. પછી તે શ્રાવક ચંદ્રમુનિને નમસ્કાર કરી પ્રસન્ન થઈને ફરતો ફરતો પુષ્પપુર ગયો. ત્યાં તે મહાન રિદ્ધિને પામ્યો. પરંતુ ભાવથી તે નમસ્કાર મહામંત્રનું નિરંતર સ્મરણ કરવા લાગ્યો. હવે વિધિના યોગે બીજા ત્રણે મિત્રો પણ ચિરકાળે ભેગા થયા. એટલે ચંદ્ર, ભાનુ, ભીમ અને કૃષ્ણ એ ચારે મિત્રોએ પોતપોતાનો વૃત્તાંત કહ્યો. તેમાં ચંદ્ર પાસેથી નમસ્કારના માહાત્મ્યને સાંભળીને ત્રણે મિત્રો નમસ્કાર મંત્ર શીખ્યા અને તે ત્રણે પણ વ્યાપાર કરતાં મહાન સિદ્ધિને પામ્યા.
ચાર મિત્રોનું દૃષ્ટાંત – એકદા તે ચારે મિત્રો વિચારવા લાગ્યા કે – ‘આપણે સંપત્તિવાન થયા છીએ માટે હવે પોતાને નગરે જઈએ' એમ નિશ્ચય કરી નાવમાં બેસી સમુદ્ર ઓળંગીને એક સરોવર પાસે ભોજન કરવા બેઠા. ત્યાં ભોજન તૈયાર થયું, એવામાં છ માસના ઉપવાસી એવા એક સાધુ નગરમાં ગોચરી માટે જતા હતા, તેમને જોઈને તેમણે નિયંત્રણ કર્યું કે – “હે ભગવન્ ! પઘારો.' પછી ચંદ્રે ભાવપૂર્વક મુનિશ્વરને પ્રતિજ્ઞામ્યા અને બીજા ત્રણેએ અનુમોદના કરી. ત્યાં ચારેયે દેવલોકાદિનું ભોગકર્મફળ ઉપાર્જન કર્યું, પછી તે ચારે અનુક્રમે કુશળક્ષેમે સ્વનગર જયપુરમાં આવ્યા. ત્યાં સર્વ સ્વજનો મળ્યા, અને મોટો ઉત્સવ થયો. પછી ચિરકાળ આરાધના કરી ઋદ્ધિસુખ ભોગવીને તે ચારે દાનના પ્રભાવથી બારમા દેવલોકમાં દેવ થયા. દેવ આયુષ્ય સંપૂર્ણ થતાં ત્યાંથી ચ્યવીને તે ચારે જીવો જાદા જાદા ચાર દેશના રાજા થયા. પરમ સમૃદ્ધિવંત એવા તે ચારે વચ્ચે પૂર્વભવના સ્નેહસંસ્કારથી પરમ પ્રીતિ થઈ. તેથી તે ચારે
૩૨૯