________________
સાતસો મહાનીતિ
આખો દિવસ નિરાશ થઈને રાજપંડિત ઊતરેલે મોઢે ઘરમાં આંટા મારતો હતો. તેને જોઈને તેની પુત્રી બોલી : પિતાજી, તમને આવડી શી ચિંતા છે કે રોજ તમારું શરીર
સુકાતું જાય છે? પંડિતે કહ્યું, કંઈ નહીં બહેન, તારે જાણીને શો ખપ છે? છતાં તેણે જાણવાની ઇચ્છા દર્શાવવાથી તેણે રાજાના પ્રશ્નની વાત કહી, તે સાંભળતાં તે મૂર્છા પામી. પછી જાગૃત થતાં તે પુત્રીએ કહ્યું : પિતાજી, આનો ઉત્તર તો હું પણ આપું. એટલે રાજા આગળ પંડિતે વાત કરી કે એ પ્રશ્નનો ઉત્તર તો મારી પુત્રી પણ આપી શકશે. તેથી તેની પુત્રીને સભામાં બોલાવી. તેણે રાજાને કહ્યું : રાજાજી, તમારે ત્યાં થોડા કાળમાં એક કુમારનો જન્મ થશે તેને તમે પૂછજો એટલે ઉત્તર મળશે. રાજાને પુત્ર નહોતો તેથી તે સાંભળી રાજી થયો અને પુત્રીને શિરપાવ આપી રજા આપી. પુત્રનો જન્મ થતાં બધા રાજી થયા. રાજા પ્રશ્નનો ઉત્તર સાંભળવા જન્મતાં જ તેની પાસે ગયો; અને તેને પ્રશ્ન પૂછ્યો કે કુંવર મૂછ પામ્યો. પછી જાગૃત થઈ કુંવરે ઉત્તર આપ્યો, “અમુક દેશમાં એક ગામમાં એક ગરીબ ડોશી છે. તે રોજ બાર વાગે ગામ બહાર નદીએ પાણી ભરવા આવે છે. તે વખતે તેની પાસે જઈને તેને બેડું ચડાવજો અને પ્રશ્ન પૂછશો, તો તેનો તે ઉત્તર આપશે. પછી રાજાએ તે પ્રમાણે કર્યું અને ડોશીને પ્રશ્ન પૂછ્યો કે તે પણ મૂછ પામી. પછી જાગૃત થઈ તેણે કહ્યું, હું તમારા કુંવર પાસે આવીને વાત કરીશ. પછી બધાં એકઠાં થયાં. મૂછ વળતાં જાતિસ્મરણ જ્ઞાન ત્રણેને થયું હતું. એટલે પૂર્વભવની વાત તેમણે જાણી હતી. પછી કુંવરે રાજાને પૂર્વભવની વાત કરી. ત્યાં રાજા પણ બેભાન થઈ ગયો અને તેને પણ જાતિસ્મૃતિ જ્ઞાન થયું. એટલે કુંવરે કહ્યું: રાજાજી, તમે હવે તમારા આત્માનું કલ્યાણ કરો અને મને રાજ સોંપી જાઓ. પણ બાર વર્ષ પછી આવીને મને બૂજવજો, ચેતવજો. આ ડોશીને પેટપૂરતું વર્ષાસન બાંધી આપો. પંડિતની પુત્રી પણ સાધ્વી થવાની છે.”
પૂર્વભવનો કઠિયારો તે મર્યા પછી દેવ થઈ તે દેવ આયુષ પુરું કરીને આ રાજા થયો હતો. કઠિયારાની સ્ત્રી મરીને ઢોર પશુના અનેક જન્મો કરી ચંડાળને ત્યાં જન્મી હતી; તે પેલી ડોશી હતી. કઠિયારાની પુત્રી પણ સારા ભાવ કરી પંડિતને ત્યાં જન્મી હતી.” (ઉ.પૃ.૩૧૫) આમ દત્તા અને અદત્તાનું ફળ જાણવું.
અમારા ચરણ અમારે પુજાવવા નથી – “મુમુક્ષુ - આ વીંટી હું આપના ચરણે મૂકું છું; તેનો જે ઉપયોગ કરવો હોય તે કરજો.
પ્રભુશ્રી - તમારે લોભ છોડવાની ઇચ્છા હોય તો અહીં ઘણા ખાતાં છે – જ્ઞાન ખાતું છે, સાધારણ આશ્રમ ખાતું છે, સાથે સમાધિ ખાતું છે. જે ખાતે તમારે આપવી હોય તે ખાતે આપજો. અમારે એને શું કરવી છે?
મુમુક્ષ – પ્રભુ, મને એની ખબર નથી. આપને જે સારું લાગે તેમાં તેનો ઉપયોગ કરજો.
પ્રભુશ્રી - અમારાથી કશું ન કહેવાય. આ વીંટી લઈ લો અને તમારે રાખવી હોય તો તેમ અને વેચવી હોય તો તેમ, પણ પૈસા કરીને આવો ત્યારે જે ખાતામાં જેટજેટલા આપવા હોય તેટલા વિચાર કરીને આપી જજો.
અહીં ઘણી બાઈઓ અને ભાઈઓ આમ બંગડીઓ કે જણસો મૂકે છે તેને અમારું આ જ કહેવું થાય છે. ભાવની વાત છે. જેટલો લોભ છૂટે તેટલો સારો. પણ અમારા ચરણ અમારે પુજાવવા નથી.” (ઉ.પૃ.૩૦૧)
૩૨૮