________________
સાતસો મહાનીતિ
અભયકુમારને જણાવ્યો. અભયકુમારે તેનું કારણ પૂછ્યું. તેના જવાબમાં સુધર્માસ્વામીએ પૂર્વોક્ત કારણ જણાવ્યું. પછી અભયકુમારે એક દિવસ રહેવાની માગણી કરી, તેથી તેઓ એક દિવસ ત્યાં રોકાયા.
બીજે દિવસે અભયકુમારે રાજ્ય ભંડારમાંથી ત્રણ કોટી રત્નો કઢાવી, રસ્તા વચ્ચે તેનો ઢગલો કરાવી પડહ વગડાવીને એવી આઘોષણા કરાવી કે, “હે લોકો! અહીં આવો, હું તમને આ ત્રણ કોટી રત્ન
આપું.” તે સાંભળી ઘણા લોકો ત્યાં એકઠા થયા. પછી તેણે કહ્યું કે, “જે પુરુષ સચિત જળ, અગ્નિ અને સ્ત્રીનો સર્વથા ત્યાગ કરે, તેનો આ રત્નરાશિ છે.” ત્યારે તેઓ બોલ્યા કે “સ્વામિન! એવું લોકોત્તર કાર્ય કરવાને કોણ સમર્થ છે? અભયકુમાર કહે – “જો તમારામાં કોઈ તેવો ન હોય તો જળ, અગ્નિ અને સ્ત્રીને સર્વથા વર્જનાર આ કાષ્ટહારી (કઠીયારા) મુનિનો આ રત્નરાશિ થાઓ.”
ત્યારે લોકો બોલ્યા – “અરે! શું આ સાઘુ એવા ત્યાગી A' / _
અને દાનપાત્ર છે? અમોએ તેનું વૃથા ઉપહાસ્ય કર્યું.
પછી અભયકુમારે આજ્ઞા કરી કે- ‘હવે પછી એ મુનિનો કોઈએ તિરસ્કાર કે હાસ્ય કરવું નહીં.” લોકોએ તે વાત સ્વીકારી અને પોતપોતાને સ્થાને ગયા. ૪૩૨. સત્પાત્રે દાન આપું.
આપણા પુણ્યબળે કોઈ મહાપુરુષ આવી ચઢે તો ભાવપૂર્વક દાન આપું. ગૃહસ્થનું ઘર અનેક પાપો થવાનું સ્થાન છે. તે પાપોથી છૂટવા માટેનો એક ઉપાય સત્પાત્રે દાન આપવું એ પણ છે.
ઉપદેશામૃત'માંથી - જેવા જેના ભાવ તેવાં ફળ ભોગવવા પડે
કઠિયારાનું દ્રષ્ટાંત – “મિસ્ત્રી—આપણે આ જે કર્મ કરીએ તેનું ફળ આ ભવમાં મળે કે આવતા ભવમાં?
પ્રભુશ્રી – કોઈ મહાત્મા તપની મુદત પૂરી થયા પછી પારણા માટે વસ્તીમાં આવેલા. તે વખતે એક કઠિયારે બોલાવી તેમને બે રોટલા પોતાના ભાણામાંથી આપ્યા. તે ઊભા ઊભા જમીને તે તો ચાલ્યા ગયા. પછી તેની સ્ત્રી રોટલા ઘડતી હતી તેના મનમાં એમ થયું કે આ ક્યાંથી આવ્યો કે મારે વધારે રોટલા ટીપવા પડશે. પણ કઠિયારાના છોકરાને એમ વિચાર આવ્યો કે બાપાએ પોતાના ભાણામાંથી બે ય રોટલા આપ્યા તેથી હું મારા રોટલામાંથી અડધો રોટલો બાપાને આપું એમ વિચારી તેણે અડઘો રોટલો આપ્યો અને નવા રોટલો ચઢે ત્યાં સુધી ખાવાનું ચાલતું કરવા કહ્યું. તેની બહેન પણ ખાવા બેઠી હતી. તેણે પણ ભાઈની પેઠે પિતાને અડધો રોટલો આપ્યો.
તે ભવ પૂરો થતાં કઠિયારો દેવ થઈને બીજે ભવે રાજા થયો. રાજાએ એક વખત સભામાં જનકરાજાની પેઠે પ્રશ્ન પૂછ્યો કે દત્તાનું ફળ શું અને અદત્તાનું ફળ શું? મોટા મોટા પંડિતોમાંથી કોઈ જવાબ આપી શક્યું નહીં. પછી રાજા પાસેથી પંડિતોએ મુદત માગી કે અમુક મુદતમાં અમે તમને જવાબ આપીશું. તે મુદત પુરી થવા આવી પણ કંઈ ઉત્તર નહીં જડવાથી “શું મોટું રાજાને દેખાડીશું' એમ થવાથી
૩૨૭