________________
સાતસો મનનીતિ
સ્નેહસંપ રહે એવું માંગો; કેમકે ભલે લક્ષ્મી જાય પણ સ્નેહસંપ હશે તો લક્ષ્મીવાનના ઘરમાં જે સુખ નથી તે આપણે ભોગવી શકીશું. આ વાત શેઠને અને બઘાને પણ પસંદ પડી, તેથી તે માગવા ઠરાવ્યું.
બીજી રાતે શેઠ સૂતા ત્યારે વળી લક્ષ્મીએ સ્વપ્નમાં આવી પહેલાની પેઠે પૂછ્યું. એટલે શેઠે કહ્યું કે, ‘હે લક્ષ્મીદેવી! તમે જ્યારે જવા જ તૈયાર થયા છો, ત્યારે કૃપા કરીને અમને અમારા કુટુંબમાં સ્નેહ સંપ આપો, બીજાં મારે કાંઈ જોઈતું નથી. તે સાંભળી લક્ષ્મી બોલી : ‘શેઠ એમ છે તો ઊલટી તેં મને તારા ઘરમાં જકડીને બાંધી દીધી. મતલબ કે સ્નેહસંપ એ જ લક્ષ્મીને સ્થિર કરનારાં સાધનો છે. આ દૃષ્ટાંત વિષે કહ્યું કે : “શેઠે સંપ જ માગિયો, કમલા કહે કર જોડિ;
જતાં જઈ શકિએ નહીં, રાખી મારી મરોડિ.’
વળી અન્યત્ર લક્ષ્મીએ ઇન્દ્ર પ્રત્યે કહ્યું કે —મે ઇન્દ્ર! જે ઘરમાં વૃદ્ધ અને ગુરુજનોનો સત્કાર કરવામાં આવે છે, જે ઘરમાં બીજાને સારી રીતે માન આપીને બોલાવવા ચલાવવાનો રિવાજ છે અને જે ઘરમાં મોઢે બોલી કલા-કંકાસ કરવામાં આવતો નથી, ત્યાં હું નિવાસ કરું છું.'' (પૃ.૧૦૬)
‘હિતશિક્ષાના રાસના રહસ્ય'માંથી – “સંપમાંજ સુખ રહ્યું છે. સંપથીજ આપણી વૃદ્ધિ અને પ્રગતિ થઈ શકે છે; તેથી સંપના ઇચ્છકે પોતાના વર્ગમાં કોઈ નબળું પાતળું હોય તો પણ તેનો સંગ ન છોડવો – તેને તજી ન દેવો. આપણી પાસે દ્રવ્ય વિશેષ હોય અને બીજા નિર્ધન હોય તો તેનો નિરાદર ન કરવો, પણ તેને ઘટિત સહાય આપવી.
ચોખાનું દૃષ્ટાંત – એક વખત ચોખાએ અભિમાન લાવીને ફોતરાનું અપમાન કર્યું અને કહ્યું કેતમે નિઃસાર છો, તમારામાં શું છે? માટે તમે મને મૂકીને ચાલ્યા જાઓ. તમે મારી સાથે હોવાથી મારી શોભામાં ખામી આવે છે, અને તમારા જવાથી મારી શોભામાં વધારો થાય છે, વરરાજા પણ મને કપાળે ચોડે છે, જિનેશ્વર આગળ મને ઘરવામાં આવે છે, મારો સ્વસ્તિક કરે છે, ગુરુ પાસે મારા વડે ગહુંળી કરે છે, મને હાથમાં લઈને આવનારના શુકન જોવાય છે, અને સજ્જનો પણ મારા વડે પોતાનું પોષણ કરે છે. આ બધી વાત તમારા ગયા પછી બને છે, તેથી તમે (ફોતરા) ચાલ્યા જાઓ.''
આ પ્રમાણેની ચોખાની અભિમાનયુક્ત વાણી સાંભળીને ફોતરા બોલ્યા કે રે ચોખા! સાંભળ. અમે તારી રક્ષા કરીએ છીએ. અમારાથી જુદા પડશો તો પછી મુશળે ખંડાશો, ઘંટીમાં દળાશો, ચુલે ચડીને રંઘાશો અને કેટલાક કાચા ને કાચા પાણીમાં પલાળશે કે ખાઈ જશે. અમને તજવાથી તમને પ્રાયે દુઃખજ થશે. આ દૃષ્ટાંત ઉપરથી સમજવાનું એ છે કે – “સુખ, સંપીને રહેવામાં છે, પોતાના વર્ગને જે તજી દે છે, તે ચોખાની જેમ કુટાય છે. જો પાણી સંપ કરે છે તો તે મોટા પર્વતોને અને પૃથ્વીને ફાડી નાખે છે, પર્વતમાંથી માર્ગ કરે છે અને પૃથ્વીના પેટમાં પેસે છે, મજબૂત પાળ બાંધી હોય તો તેને તોડી નાખે છે. આ બઘો સંપનો પ્રતાપ છે. વળી જાઓ! તરણા પણ બહુ એકઠા મળે છે અને સંપ કરે છે તો આવા જાના પ્રવાહને પણ રોકી રાખે છે.' આ દૃષ્ટાંત હૃદયમાં ધારણ કરીને શ્રાવકવર્ગે એકઠા રહેવું, સંપીને રહેવું, અંદર અંદર ક્લેશ, કંકાસ ન કરવો પણ સ્વજનનું ઉચિત સાચવવું. (પૃ.૨૧૩)
૨૮૭. અભ્યાખ્યાન ધારું નહીં. (સા॰)
અભ્યાખ્યાન ઘારું નહીં એટલે કોઈના પર આળ ચઢાવું નહીં. કોઈના ઉપર ખોટું આળ ચઢાવવું
૧૯૩