________________
સાતસો મહાનીતિ
તે અભ્યાખ્યાન કહેવાય. પારકી નિંદા કે પારકું બુરું બોલવું એ માણસને ઘણું મીઠું લાગે, પરંતુ તેનું કેવું ભયંકર પરિણામ આવશે તેનો જીવને વિચાર આવતો નથી. જીભથી આ પાપ બંધાય છે. જીભ જીવને અનંત કાળે પ્રાપ્ત થઈ છે, તે જ જીભથી પારકું બુરું બોલવામાં, ખોટી નિંદા કરવામાં કે ખોટાં આળો ચઢાવવા માણસ તૈયાર થઈ જાય છે એ બધું અજ્ઞાનનું ફળ છે. ખોટા આળથી કોઈ વખતે પ્રાણની હાનિ થઈ જાય. પાપી માણસો પારકાં છિદ્રો જોવામાં આનંદ માને છે પણ સુજ્ઞ પુરુષોએ આવા પાપના બંધથી બચવું જોઈએ.
શ્રી યશોવિજયજી કૃત અઢાર પાપસ્થાનકની સજઝાચ'માંથી :– “પાપ સ્થાનક તે તેરમું છાંડીએ, અભ્યાખાન દુરંતો જી;
અછતાં આલ જે પરનાં ઉચ્ચરે, દુઃખ પામે તે અનંતોજી.”
અર્થ - તેરમું પાપસ્થાનક અભ્યાખ્યાન છે. તેનો અંત લાવવો મુશ્કેલ છે, છતાં તેને છાંડવું જોઈએ. દોષ ન હોય તો પણ કોઈના ઉપર દોષનું આરોપણ કરવાથી પ્રાણી અનંત દુઃખને પામે છે. ‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી :- ઈર્ષ્યાથી કોઈના વગોવણા કરવાનું ફળ. “પૂર્વ ભવમાં મુનિને આળ આપવાથી સીતા સતીની જેમ લંક પ્રાપ્ત થાય છે અને ઘણું દુઃખ પામે છે.” વેગવતીનું દૃષ્ટાંત – આ ભરતક્ષેત્રને વિષે મિણાલકુંડ નામના નગરમાં શ્રીભૂતિ નામે પુરોહિત રહેતો હતો. તેને સરસ્વતી નામે સ્ત્રી હતી. તેઓને વેગવતી નામે એક પુત્રી થઈ હતી. એક વખતે તે ગામમાં કોઈ મુનિ આવ્યા. તે ઉદ્યાનમાં કાયોત્સર્ગ કરીને રહ્યા. લોકો તેમને વાંદવા અને પૂજવા જવા લાગ્યા. તે જોઈ ખોટી ઈર્ષ્યા કરનારી પુરોહિતની પુત્રી વેગવતી લોકોને કહેવા લાગી કે, “અરે ! આ મુંડો તો પાખંડી છે, બ્રાહ્મણોને છોડીને તેને શા માટે પૂજો છો? આ સાધુ તો કોઈ રમણીની સાથે ક્રીડા કરતો મારા જોવામાં આવ્યો હતો.’ આ પ્રમાણે તેણે સાધુને ખોટું આળ દીધું. તે સાંભળી કેટલાક લોકો તે મુનિ પાસે જતાં અટકી ગયા. આ ખબર મુનિને થયા, એટલે તેમના મનમાં ઘણું ખોટું લાગ્યું. તેમણે ચિંતવ્યું કે, ‘મારા નિમિત્તે જિનશાસનની હિલના થવી ન જોઈએ.' આવું ધારી તેમણે અભિગ્રહ કર્યો કે, 'જ્યાંસુધી મારા ઉપરથી આ કલંક ઊતરે નહીં ત્યાંસુધી મારે આહાર પાણી લેવાં નહી.’ આવી પ્રતિજ્ઞા કરીને તેઓ કાયોત્સર્ગમાં રહ્યા. આવી દૃઢ પ્રતિજ્ઞાથી શાસનની અધિષ્ઠાયિકા દેવી તેમને સાનિધ્ય થયા. તત્કાળ તેણે પુરોહિતની પુત્રી વેગવતીને શરીરે તીવ્ર વેદના ઉત્પન્ન કરી. આથી વેગવતીને ઘણો પશ્ચાત્તાપ થયો; તેથી તેણે તે મુનિની પાસે જઈ સર્વ લોકોની સમક્ષ ક્ષમા માગી અને કહ્યું કે, “હે ભગવન્ ! મેં ઈર્ષ્યાથી આપની ઉપર ખોટું આળ ચઢાવ્યું છે, તે ક્ષમા કરો.' એમ કહીને ચરણમાં પડી. તેનો અંતરંગ પશ્ચાત્તાપ જોઈ શાસનદેવીએ તેને સાજી કરી. પછી તે ધર્મદેશના સાંભળી દીક્ષા લઈને સૌધર્મ દેવલોકમાં દેવી થઈ. ત્યાંથી ચ્યવીને તે જનકરાજાની પુત્રી સીતા થઈ. સીતાના ભવમાં પૂર્વે મુનિને મૃષા આળ ચઢાવવાના પાપથી તેને ફૂંક પ્રાપ્ત થયું. પેલા મુનિ તો કલમુક્ત થઈ લોકોમાં અતિશય પૂજ્ય થયા. ૨૮૮. પિશુન થઉં નહીં.
પિશુન ધઉં નહીં અર્થાત્ ચુગલી ચાડી કરનારો થઉં નહીં.
ચૌદમું પાપ સ્થાનક પૈશૂન્ય કે પિશુનતા છે. પારકા અવર્ણવાદ બોલવા, પારકી સાચી ખોટી કથા કરવી, કોઈની ચાડી ખાવી, કોઈના ખોટા દુર્ગુણો પ્રકાશવા એ પિશુનતા છે. આ કાર્ય સજ્જનનું નથી.
૧૯૪