________________
સાતસો મહાનીતિ
દુર્જન મનુષ્યો અનર્થ દંડથી કેવા ભારે કર્મ બાંધે છે તે વિચારતા નથી. ખરી રીતે આ દુર્ગણ તેને પોતાને જ નુકશાન કરે છે. આવા દુર્ગુણો બુદ્ધિનો નાશ કરે છે, ઘર્મથી ભ્રષ્ટ કરે છે, સમાજમાં અપકીર્તિ પમાડે છે અને કર્મના બંઘથી બાંધી જીવને દુર્ગતિમાં નાખે છે. જે સજ્જનો આવા દુર્ગુણથી રહિત છે, તેની શાસ્ત્રકાર સ્તુતિ કરે છે કે –
"दान शील तपो भावै - रस्यै धते वृषो भुवि ।
यस्य मनोवचः कायैः पैशून्यं नाभि संश्रयेत ॥" हिंगुल प्रकरण અર્થ - જે માણસોના મન, વચન અને કાયા; ચાડીનો આશ્રય કરીને રહેલા નથી, તે શ્રેષ્ઠ માણસોના દાન, શીલ, તપ અને ભાવ રૂપ ઘર્મ વૃદ્ધિ પામ્યા કરે છે.
સમાધિ સોપાન'માંથી - “પરમાં હોય કે ન હોય તેવા દોષો તેની પૂઠ પાછળ કહેવા, તથા કોઈના ઘનનો, આજીવિકાનો કે પ્રાણનો નાશ થાય, તથા જગતમાં કોઈની નિંદા, અપવાદ ફેલાય એવાં વચનો કહેવા તે પૈશુન્ય નામે ગર્ધિત વચન છે.”
શ્રી યશોવિજયજી કૃત અઢાર પાપસ્થાનકની સજઝાય’માંથી –
બહું ઉપકરિયે હો કે પિશુનને પડૅ પરેં, કલહનો દાતા હો કે હોય તે ઉપરે;
દૂધે ઘોયો હો કે વાયસ ઉજલો, કિમ હોય પ્રકૃતેં હો કે જે છે શામળો.”
અર્થ - જેને નિંદા કરવાની ટેવ પડી છે તેના ઉપર ગમે તેટલો ઉપકાર કરીએ તો પણ તે ક્લેશને જ આપનાર થાય છે. જેમકે વાયસ એટલે કાગડાને દૂઘથી ગમે તેટલો ઘોઈએ તો પણ તે ઉજળો થાય નહીં. કેમકે તે પ્રકૃતિથી જ કાળો છે.
“ચાડી કરતાં હો કે વાડી ગુણ તણી, સૂકે ચૂકે હો કે પાજ પુણ્ય તણી;
કોઈ નવિ દેખે હો કે વદન તે પિશુનતણું, નિજકુળને હો કે લાગે કલંક ઘણું.”
અર્થ- બીજાની ચાડી-નિંદા કરતાં પોતાની ગુણોરૂપી વાડી સૂકાઈ જાય છે અને પુણ્ય બાંઘવાનો જે રસ્તો તેને ચૂકી પાપના માર્ગમાં પ્રવર્તે છે. જે મનુષ્ય બીજાની નિંદા કરે છે તેનું મોઢું જોવા કોઈ તૈયાર નથી. તેવો જીવ પોતાના કુળને પણ કલંક લગાડે છે. તેના વિષે એક દ્રષ્ટાંત છે –
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨' માંથી :- “પરનિંદા એ સબળ પાપ માનવું
રોહિણીનું દ્રષ્ટાંત – કુંદનપુરી નામની નગરીમાં સુભદ્ર નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને રોહિણી નામે એક બાળ વિઘવા પુત્રી હતી. તેણીએ ગુરુ પાસે અધ્યયન કરીને કમ્મપયડી વિગેરે ગ્રંથો પોતાના નામની જેવા કંઠે કર્યા હતા. તે હમેશાં ત્રિકાળ જિનપૂજા અને બે કાળ આવશ્યક કરવા છોડતી નહોતી અને નિત્ય ભણવાથી તે એક લાખ કરતાં વિશેષ સ્વાધ્યાયનો પાઠ કરનારી થઈ હતી.
વિકથાએ રોહિણીના મુખમાં અને ચિત્તમાં પ્રવેશ કર્યો. તે વખતથી રોહિણી તત્કાળ ઘર્મનાં સર્વ કાર્યમાં વિકથા કરવા લાગી અને બીજાની પાસે કરાવવા લાગી. એક વખતે સાઘુઓએ અને સાધ્વીઓએ તેને શિક્ષા આપી કે, હે શ્રાવિકે!તને સુજ્ઞાતને પરનિંદા ને વિકથા કરવી યોગ્ય નથી. કહ્યું છે કે, “જો એક જ કર્મથી આ જગતને વશ કરવાને તું ઇચ્છતી હો તો પરનિંદારૂપ ઘાસને ચરતી એવી તારી વાણીરૂપ ગાયને તેમાંથી નિવૃત્ત કર.” તે સાંભળી રોહિણીને ક્રોધ ચઢ્યો; એટલે હળવે હળવે મોહરાજાનું સર્વ સૈન્ય તેની પાસે આવ્યું અને વિકથાની પ્રશંસા કરવા લાગ્યું. પછી તો રોહિણી વિકથા કરવામાં એટલી બધી
૧૯૫