________________
સાતસો મહાનીતિ
મશગૂલ થઈ ગઈ કે તેણીએ સર્વ પઠન પાઠનાદિ પણ છોડી દીધું.
એક વખત રાજમાર્ગે જતાં રોહિણી રાજાની રાણીના દોષ કહેતી હતી. તે રાણીની
દાસીએ સાંભળ્યા, એટલે તેણીએ રાજાને આ વાત કહી. રાજાએ રોહિણીના પિતાને બોલાવીને પૂછ્યું કે, “હે શ્રેષ્ઠી !તારી પુત્રીએ મારી રાણીનું કુશીલપણું ક્યાં જોયું અને શી રીતે જાણ્યું? શ્રેષ્ઠી બોલ્યો – “હે સ્વામિન્! એ પુત્રીનો સ્વભાવ દુષ્ટ છે.” પછી કોપ પામેલા રાજાએ તેને નગરમાંથી કાઢી મૂકી. અરણ્યમાં દુઃખનો અનુભવ કરીને તે મૃત્યુ પામી અને અપરિગ્રહિતા વ્યંતરદેવી થઈ. ત્યાં બીજા દેવતાઓએ આપેલું દુઃખ અનુભવી ત્યાંથી ચ્યવીને એકેંદ્રિયાદિકમાં અનંતકાળ ભમી. છેવટે તેનો જીવ ભુવનભાનુ કેવળી થઈ મોક્ષને પામ્યો. (પૃ.૨૧૬) ૨૮૯. અસત્યથી રાણું નહીં. (૨)
અસત્ય વચન બોલવામાં પ્રીતિ રાખું નહીં, પણ સત્ય બોલવાનો જ આગ્રહ રાખું. વસુરાજા અસત્યમાં રાચ્યો તો નરકે ગયો.
“મોક્ષમાળા વિવેચન'માંથી – “શેષનાગ ઉપર પૃથ્વી રહેલી છે એમ વૈષ્ણવોની માન્યતા છે. પણ ખરો પૃથ્વીનો આધાર સત્ય છે. કારણ કે ઘર્મ, નીતિ, રાજ અને વ્યવહાર એ સંસારના ચાર મુખ્ય પાયા સત્યને આઘારે ટક્યા છે.
ઘર્મ - સત્ય વિના ઘર્મ પ્રગટ થતો નથી. વ્યવહારસત્ય પછી પરમાર્થસત્ય આવે. પરમાર્થ સત્યમાં આત્માનો લક્ષ રાખીને બોલે. ભગવાને જે જોયું અને કહ્યું તે સત્ય છે.
નીતિ - નીતિને માનનાર અસત્ય બોલતા નથી. સત્યને આઘારે પ્રામાણિકપણું, ન્યાય વગેરે નીતિના નિયમો ટકી રહે છે.
રાજ - રાજાનું વચન માન્ય હોય છે કે તે પળશે જ. પહેલાના જમાનામાં રાજાઓ તાંબાના પતરા પર લખી આપતા તે તેના દીકરાના દીકરા બધા માન્ય રાખતા.
વ્યવહાર – અમુક આપીશ એમ કહે એટલે આપે. લેવડદેવડ સત્યને આધારે ચાલે છે. એક બીજાના વિશ્વાસે વ્યવહાર ચાલે છે. હાસ્યથી જૂઠું બોલે તો પણ કર્મ બંધાય છે, જૂઠનો ભય નીકળી જાય છે, પછી આગળ વ્યવહાર વગેરેમાં જૂઠું બોલતો થઈ જાય છે. ટેવ પડી હોય એટલે જ્યાં સ્વાર્થ હોય ત્ય જાડું બોલતા પાછો ન પડે. જેમ ચોરી, જાગાર વગેરે શરૂઆતમાં રમતરૂપે કરે, પછી વ્યસનરૂપે સેવે.
ગાંધારીનું દ્રષ્ટાંત - દુર્યોધનની મા ગાંધારી હતી તેને દુર્યોધન નમસ્કાર કરવા આવ્યો. ત્યારે તેણે કહ્યું – “સત્યનો જય થાઓ” પણ “તારો જય થાઓ” એમ ન કહ્યું. એમ આપણે પણ કોઈનો ખોટો પક્ષ ન કરવો.
અહિંસા એ જ મુખ્ય ઘર્મ છે. તેની રક્ષા માટે બાકીના ચાર વ્રત વાડરૂપે છે. અહિંસા પછી સત્ય એ બીજાં મહાવ્રત છે. એનાથી અહિંસાવ્રત રક્ષાય છે. સત્ય, હિત, મિત અને પ્રિય શાસ્ત્ર અનુસાર, ક્રોઘ માન માયા લોભ રહિત વચન બોલવું. સાચું બોલે તેને માયા વગેરે કરવી ન પડે, બેફિકર રહે.” (પૃ.૫૬)
‘હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી - સંકટ સમયે પણ અસત્ય બોલ્યું નહીં.
ભીમ સોનીનું દ્રષ્ટાંત - “ખંભાતમાં ભીમ નામનો સોની હતો. તેણે સત્ય જ બોલવું એવો નિયમ લીઘો હતો. તે શ્રાવક હતો. તેની પાસે દ્રવ્ય પણ ઘણું હતું. એક દિવસ મલ્લિનાથજીને દહેરે જતાં
૧૯૬