________________
સાતસો મહાનીતિ
ધ્યાન છોડીને બહાર જતા નથી.” (ઉ.પૃ.૪૩૯)
“ભૂંડું કર્યું હોય તો તે પ્રેમ-વહાલપ છે તેણે જ કર્યું છે. તે પ્રેમ જગતમાં જ્યાં ત્યાં . વેરી નાખ્યો છે. ત્યાંથી પાછો વાળી કોઈ એક જ જગાએ જ્ઞાનીમાં કરવો યોગ્ય છે.” એ (ઉ.પૃ.૩૪૪)
“કૃપાળુદેવ ઉપર પ્રેમ ઢોળવો. આપણે બધા સાઘક છીએ. વિકથામાં ન રોકાવું. એ કર્મ તો મોહનીય કર્મનો છાક છે.” (ઉ.પૃ.૨૬૯)
‘ચોસઠપ્રકારની પૂજા'માંથી - ભાવ બડો સંસારમેં
જીવણશેઠનું દ્રષ્ટાંત – વિશાળા નગરીમાં વીરપ્રભુએ છદ્માવસ્થામાં ચોમાસી તપ કરેલું. તેઓએ શું તપ કર્યું તે કોઈને કહેતા નહીં. તેથી દરરોજ જીરણશેઠ પોતાને ત્યાં વહોરવા માટે પઘારવાની વિનંતિ કરી આવતા. આજે તો ચોમાસું પૂર્ણ થવાથી ચોમાસી તપ પણ પૂર્ણ થશે અને પ્રભુ મારી વિનંતિ
સ્વીકારી મારે ત્યાં વહોરવા જરૂર પધારશે. તેથી પૂજામાં જણાવ્યા પ્રમાણે તેમણે બધી તૈયારી કરી અને રસ્તા તરફ પ્રભુની રાહ જોતાં ભાવના ભાવવા લાગ્યા. તેઓ ભાવનામાં ઘીરે ઘીરે વધતા ગયા. પ્રભુ વહોરવા નીકળ્યા અને પારણું પૂરણશેઠના ઘરે થઈ ગયું. પંચ દિવ્ય પ્રગટ થયા. દેવ દુંદુભિનો શબ્દ સાંભળતાં જીવણશેઠને થયું કે ભગવાનનું પારણું બીજે થઈ ગયું. મારે ત્યાં પ્રભુ પધાર્યા નહીં. પ્રભુ પ્રત્યેની ઉત્કૃષ્ટ પ્રેમની ઘારા ચઢતાં ચઢતાં બારમા દેવલોક સુધીનું પુણ્ય ઉપાર્જન કર્યું. જો દેવદુંદુભિનો શબ્દ ન સાંભળ્યો હોત તો ત્યાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થાત. (પૃ.૨૨)
માટે હૃદયને તેલરૂપ એટલે ભગવાનની ભક્તિના રસમાં રાગવાળું રાખું. ૨૬૬. હૃદયને અગ્નિરૂપ રાખું.
જ્ઞાની પુરુષો અંતરાત્મામાં ધ્યાનરૂપ અગ્નિ પ્રગટાવી બઘા કર્મો બાળીને ભસ્મીભૂત કરી દે છે, તેમ હું પણ હૃદયમાં પ્રશસ્તરાગરૂપ અગ્નિ પ્રગટાવી, વિકારી ભાવોને બાળી ભસ્મીભૂત કરું. અગ્નિમાં
સુવર્ણ શુદ્ધ થાય છે. તેમ હૃદયમાં ઇચ્છાઓને રોકી તપરૂપ અગ્નિ પ્રગટાવી, કમને બાળી આત્માને સુવર્ણ જેવો શુદ્ધ કરું. શુક્લ ધ્યાન હોરીકી જ્વાલા, જાલે કર્મ કઠોર રે, નિજ સુખ કે સવૈયા.”
-શ્રી દેવચંદ્રજી સ્તવન હૃદયમાં ઊગતા કામના ભાવો કે ક્રોધાદિ અશુભભાવોને ઘર્મધ્યાન વડે બાળી ભસ્મ કરું. પછી શુક્લધ્યાનરૂપ હોળીની જ્વાળાઓથી બઘા કર્મોને બાળી નષ્ટ કરું. માટે કપાળુદેવ કહે છે કે હૃદયને અગ્નિરૂપ રાખું. શુક્લધ્યાનરૂપ અગ્નિ એવી છે કે જેમાં ત્રણે લોકના સર્વ જીવોના બધા કમ બાળીને ભસ્મ કરી દે એવી શક્તિ છે, પણ બીજા જીવોના કર્મ કોઈ લઈ શકવાને સમર્થ નથી. ૨૬૭. હૃદયને આદર્શરૂપ રાખું.
હૃદયને આદર્શ એટલે અરીસા જેવું નિર્મળ રાખું તો તેમાં શુદ્ધ આત્માનું પ્રતિબિંબ પડે. અરીસા ઉપર થૂળ હોય તો સ્પષ્ટ પ્રતિબિંબ પડે નહીં, તેમ આત્મા વિષયકષાયથી મલિન થયેલો હોય તો તેમાં આત્માનું અનંત સુખ અનુભવાય નહીં. માટે આત્માને ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ વડે નિર્મળ કરું.
૧૭૭