________________
સાતસો મહાનીતિ
૨૬૮. હૃદયને સમુદ્રરૂપ રાખું. અંતઃકરણને સમુદ્ર જેવું વિશાળ રાખું. જેથી આખું જગત પોતાના કુટુંબ જેવું લાગે.
“વસુધૈવ કુટુંબકમ” અથવા સમુદ્રમાં બધી નદીઓ સમાવેશ પામે છે તો પણ એ ગંભીર છે. તેમ હું પણ હૃદયને સમુદ્ર જેવું ગંભીર રાખું કે કોઈ કંઈ કહે તેને અંતઃકરણમાં સમાવી દઉં અર્થાત્ કોઈની આગળ કહ્યું નહીં. કહેવાથી મરણનું કારણ પણ થઈ જાય. આચાર્ય ભગવંત સાગર જેવા ગંભીર હોય છે. તેમની આગળ પોતાના દોષના પ્રાયશ્ચિત્ત માટે લોકો વાત કરે, તે વાત કોઈને કહે નહીં. એમ હું પણ હૃદયને સમુદ્રરૂપ રાખવા પ્રયત્ન કરું. કોઈના દોષો પ્રગટ કરવાથી કેવું ભયંકર પરિણામ આવે તે જણાવે છે –
ઉપદેશામૃત'માંથી - અન્યના દોષો કોઈને જણાવવા નહીં
એક આચાર્યનું દ્રષ્ટાંત – “કોઈ આચાર્યનો શિષ્ય એક બાઈના પ્રસંગમાં આવ્યો. પોતાને વિકાર થવાથી તે શિષ્યને પોતાની સાથે સંબંધ રાખવા તે બાઈએ માગણી કરી. પણ શિષ્ય અડગ રહેવાથી બાઈને બેઆબરૂનો ભય થયો અને શિષ્યને કટારથી મારી નાખ્યો અને છૂપી રીતે તેને જમીનમાં દાટી દીધો. આચાર્યને કોઈ રીતે શિષ્યનો પત્તો લાગ્યો નહીં. બાઈને પાછળથી પોતાના કાર્ય માટે પશ્ચાત્તાપ થયો, એટલે આચાર્ય પાસે પ્રાયશ્ચિત્ત લેવા ગઈ. બાઈને બીજે દિવસે આવવા આચાર્યે જણાવ્યું.
શિષ્યનો પત્તો લાગવાનો પ્રસંગ આવ્યો છે એમ કહી બીજે દિવસે બાઈના આવવા વખતે આચાર્ય સંઘવીને આવવા જણાવ્યું. બીજે દિવસે સંઘવી આવ્યા ત્યારે તેને પેટીમાં પૂરી આચાર્યે પેટી પોતાની પાટ પાસે રાખી. પછી બાઈ આવી. પ્રાયશ્ચિત્ત લેવા બાઈએ શિષ્યને મારવાનો પોતાનો ગુનો કબૂલ કર્યો. આચાર્ય તૂર્ત જ પેટી ઉપર હાથ ઠોકી સંઘવીને સાંભળવા ઈશારો કર્યો. સંઘવી-પોતાનો સસરો-ત્યાં હોવાની શંકા બાઈને થવાથી તે શરમાઈને ચાલી ગઈ. બાઈએ આપઘાત કર્યો. અપકીર્તિના ડરે તેના સસરાએ, સાસુએ અને પતિએ આપઘાત કર્યો. આમ બઘાના આપઘાતનું પાપ આચાર્યને શિરે આવી પડ્યું. આચાર્યે પણ આપઘાત કર્યો. અન્યના છિદ્રો બહાર પાડવામાં આ પ્રમાણે મહા જોખમ છે.”
| (ઉ.પૃ.૪૮૭) ૨૬૯. વચનને અમૃતરૂપ રાખું.
વચન અમૃત જેવા મીઠા બોલવા. જેથી સામા માણસોને લાગે કે ફરી બોલે તો સારું. હિત મિત અને પ્રિય વચન બોલવાં. જેથી સામાને હિતનું કારણ થાય. મીત એટલે માપસર. વઘારે પડતું બોલબોલ કરવું નહીં. તેમજ પ્રિય એટલે કાનમાં જાણે અમૃત રેડાતું હોય તેવાં મઘુર વચન બોલવા.
કૃપાળુદેવ ઉપદેશ આપતા ત્યારે મુમુક્ષુઓને એમ લાગતું કે જાણે એ બોલ્યા જ કરે અને આપણે સાંભળ્યા જ કરીએ એવું મીઠું લાગતું; કારણ એમની વાણી કષાયરહિત હતી. જેટલા પ્રમાણમાં કષાયો ઓછા તેટલા પ્રમાણમાં વાણીમાં મીઠાશ આવે છે.
“મૂંગો કોણ? જે અવસર આવ્ય પ્રિય વચન ન બોલી શકે છે. શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૫) ૨૭૦. વચનને નિદ્રારૂપ રાખું.
જ્યાં બીજાની નિંદા થતી હોય ત્યાં વચનને નિદ્રાવત્ રાખું. જેમ ઊંઘમાં બોલાય નહિ તેમ
૧૭૮