________________
સાતસો મહાનીતિ
મૌનપણું રાખું. કૃપાળુદેવે એક મુમુક્ષુને કહેલું કે કોઈ અમારી આગળ બીજાની નિંદા કરે ત્યારે અમને ઊંઘ આવે છે.
“નિંદા મ કરજો કોઈની પારકી રે, નિંદાના બોલ્યાં મહાપાપ રે; વેર વિરોઘ વાઘે ઘણો રે, નિંદા કરતાં ન ગણે માય બાપ રે. નિંદા, નિંદા કરે તે થાયે નારકી રે, તપ-જપ કરેલું સહુ જાય રે; નિંદા કરો તો કરજો આપણી રે; જેથી છૂટક બારો થાય રે.” નિંદા શ્રી પંચ પ્રતિક્રમણસૂત્ર
“પરનિંદા એ જ સબળ પાપ માનવું.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૪) બોઘામૃત ભા-૨'માંથી - “પરનિંદા એ બહુ જ હલકો સ્વભાવ છે. મારો વખત બગાડું છું એ સમજણ નથી. એથી પોતામાં અવગુણ પેસે અને પાપ બંઘાય.” (બો.૨ પૃ.૧૨) ૨૭૧. વચનને તૃષારૂપ રાખું.
જ્ઞાનીપુરષની ભક્તિ કે ગુણગાન કરવામાં સર્વદા તુષા રાખું. ગમે તેટલી ભક્તિ કરી હોય તો પણ સંતોષ ન માને. પરમાત્મા અને પોતાના સ્વરૂપનું ઐક્યપણું ન થાય ત્યાં સુધી તૃપ્તિ માનું નહીં. ૨૭૨. વચનને સ્વાધીનરૂપ રાખું.
વચન ગમે તેમ બોલું નહીં. વિચારીને યોગ્ય હોય તેટલું જ બોલું.
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “વાણીનું સંયમન શ્રેયરૂપ છે. તથાપિ વ્યવહારનો સંબંઘ એવા પ્રકારનો વર્તે છે કે, કેવળ તેવું સંયમન રાખે પ્રસંગમાં આવતા જીવોને ક્લેશનો હેતુ થાય; માટે બહુ કરી સુપ્રયોજન સિવાયમાં સંયમન રાખવું થાય, તો તેનું પરિણામ કોઈ પ્રકારે શ્રેયરૂપ થવું સંભવે છે.” (વ.પૃ.૩૮૯)
“ઘણું કરીને પ્રયોજન વિના બોલવું જ નહીં તેનું નામ મુનિપણું. રાગદ્વેષ ને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતાં બોલતાં છતાં પણ મુનિપણું મૌનપણું જાણવું. પૂર્વ તીર્થંકરાદિ મહાત્માઓએ આમ જ વિચાર કરી મૌનપણું ઘારણ કરેલું અને સાડાબાર વર્ષ લગભગ મૌનપણું ઘારણ કરનાર ભગવાન વીરપ્રભુએ આવા ઉત્કૃષ્ટ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મોહનીયકર્મનો સંબંઘ કાઢી નાંખી કેવળજ્ઞાનદર્શન પ્રગટ કર્યું હતું.” (વ.પૃ.૬૭૬)
બોઘામૃત ભાગ-૧'માંથી – “એક ભાઈ – “વાણીનું સંયમન શ્રેયરૂપ છે” (૪૭૯) એટલે શું?
પૂજ્યશ્રી - મન, વચન, કાયા એ કર્મ બાંઘવામાં મુખ્ય કારણ છે. તેમાં વચન છે તે વિશેષ કર્મ બાંધવાનું કારણ છે. વચનને દૂરથી સાંભળીને પણ જીવ કર્મ બાંધે છે. વચનનો સંયમ રાખવા જેવો છે. જરૂર પડે તેટલું જ બોલવું. ઘણા લોકોને ટેવ હોય છે કે નકામું બોલ્યા કરે, જેમાં કંઈ માલ ન હોય તેવું પ્રયોજન વિના બોલ્યા કરે. વચનવર્ગણા છે તે જ્ઞાનને આવરણ કરનાર છે માટે જરૂર પૂરતું બોલવું. હું કંઈ જાણતો નથી, મારે સમજવાનું છે એમ રાખવું. વ્યવહારમાં પણ કહેવાય છે કે બોલવા માટે જીભ તો એક જ આપી છે, પણ સાંભળવા માટે કાન બે આપ્યા છે. બોલવા કરતાં વઘારે સાંભળવું. મને સમયે સમયે અનંત કર્મ બંધાય છે એવો ભય લાગ્યા વિના ન થાય. જેને હું કંઈ જાણતો નથી, મારે ડહાપણ નથી કરવું, મારી મેળે ડહાપણ કરવા જઉં તો અવળું થશે, એમ લાગ્યું હોય તેને સમજાય. જ્ઞાની પુરુષોનાં વચનોમાં જેટલો કાળ જાય તેટલો લાભ છે. મોટા ભાગ્યવાળાને જ્ઞાનીનાં વચન ઉપર વિશ્વાસ હોય છે. ડહાપણ
૧૭૯