________________
સાતસો માનીતિ
કરવાવાળો પોતે પરિભ્રમણ કરે અને બીજાને પણ કરાવે; માટે ડાહ્યા ન થવું, હું જાણતો નથી એમ રાખવું અને વધારે ન બોલતાં જેટલું બને તેટલું સ્મરણ કરવું. સિદ્ધ ભગવાન બધુંય જાણે છે છતાં નથી બોલતા. જે સમજે તે બોલે નહીં. સમજીને શમાઈ જવું.’' બો.૧ (પૃ.૬૭)
૨૭૩. કાયાને કમાનરૂપ રાખું.
કાયાને ધનુષ્યની જેમ હમેશાં ટટ્ટાર રાખું, અર્થાત્ સ્ફુર્તિલી રાખું.
સૈનિકોને પણ કાયાને સ્ફૂર્તિલી રાખવા માટે પ્રતિદિન વ્યાયામ કરાવે છે. ઘોડાઓ વગેરેને પણ ફેરવે છે કે જેથી તે અક્કડ ન થઈ જાય. તેમ હું પણ કાયાને માનરૂપ રાખું.
પ્રશ્ન
પાન સડે, ઘોડો અડે, વિદ્યા વિસર જાય;
કાચી બાટી ખીરા જલે, કહો ચેલા કિમ થાય ?'
—
ઉત્તર – ફેરવ્યું નહીં.
અર્થ – જો ફેરવે નહીં તો નાગરવેલના પાન સડવા માંડે, ઘોડો પણ અક્કડ થઈ જાય. તેમ શીખેલી વિદ્યા પણ ભૂલી જવાય. તેમજ કાચી બાટીને ખીરા એટલે દેવતા ઉપર મૂકીને ફેરવે નહીં તો બળી જાય. તેમ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ પ્રતિદિન ન રાખે અર્થાત્ તેનું પુનરાવર્તન ન કરે તો ભૂલી જવાય. માટે હમેશાં નિયમિતપણે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ જારી રાખું તથા કાયાને પણ ફેરવીને સ્ફૂર્તિલી રાખું. ૨૭૪. કાયાને ચંચળરૂપ રાખું.
ન
કાયાને હમેશાં પુરુષાર્થી રાખું જેથી તે પ્રમાદી ન થઈ જાય. માણસ આળસુ થઈ જાય તો કંઈ કામ ન થાય. જે પુરુષાર્થી છે તે નવા નવા આવિષ્કારો પણ કરે, છતાં એ બધું સંસારનું કારણ છે. પણ આત્માર્થ સાધવા માટે આ દેહ વડે ઘણા પુરુષાર્થની જરૂર છે. માટે કાયાને સત્ય પુરુષાર્થ વડે ચંચળ રાખું. જો ઇચ્છો ૫રમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ’ શ્રીમદ્ રાજચંદ્ર
૨૭૫. કાયાને નિરપરાધી રાખું.
કાયાથી કોઈ પણ દોષ ન થવા દઉં. કોઈ જીવને કાયા વડે મારું નહીં, દુઃખી કરું નહીં.
*શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “ચાલવામાં, બેસવામાં, ઊઠવામાં, જમવામાં અને બીજા રેક પ્રકારમાં યત્નાનો ઉપયોગ કરવો. એથી દ્રવ્ય અને ભાવે બન્ને પ્રકારે લાભ છે. ચાલ ધીમી અને ગંભીર રાખવી, ઘર સ્વચ્છ રાખવાં, પાણી વિધિસહિત ગળાવવું, કાષ્ઠાદિક ઇંધન ખંખેરીને નાખવાં એ કંઈ આપણને અગવડ પડતું કામ નથી, તેમ તેમાં વિશેષ વખત જતો નથી. એવા નિયમો દાખલ કરી દીઘા પછી પાળવા મુશ્કેલ નથી. એથી બિચારા અસંખ્યાત નિર૫૨ાથી જંતુઓ બચે છે.'' (વ.પૃ.૮) ૨૭૬. કોઈ પ્રકારની ચાહના રાખું નહીં. (પરમહંસ)
જગતની કોઈપણ વસ્તુની અંતરથી ઇચ્છા રાખું નહીં. જેને કિંચિતુ પણ જગતના પદાર્થોની ઇચ્છા કે સ્પૃહા નથી તે નિસ્પૃહી મહાત્મા પરમહંસ કહેવાય છે.
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – ‘આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે, તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત છે.’’ શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૭૦)
“જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને
૧૮૦