________________
સાતસો મહાનીતિ
દિલમાં ન વસે તેમ વર્તવું. તે કાંઈ કહી જાય તો તે મોટા છે, કઠણ વચન કહેનાર જગતમાં કોઈ મળે તેમ નથી, ભલે! બોલી ગયા. માટે માઠું લગાડવું નહીં. આમ
ગંભીરતા રાખીને સહનશીલતા અને વિનય સાચવીને વર્તશો તો સુખી થશો.” (ઉ.પૃ.૧૪૧) પરદેશી માણસોનું દ્રષ્ટાંત – પાણીમાં લીંબુની જેમ હળીમળીને રહીશું. એક શહેરમાં પરદેશથી કેટલાક માણસો આવ્યા. તેમણે એ શહેરમાં રહેવાની ઇચ્છા રાજાને જણાવી. તેના પ્રત્યુત્તરમાં મંત્રીએ પરીક્ષા કરવા પાણીનો ભરીને એક ગ્લાસ મોકલ્યો. તે જોઈ આવનાર માણસો સમજી ગયા કે અહીં શહેરમાં રહેવા માટે જગ્યા નથી. તે ઉપરથી આવનાર માણસોએ વિચાર કરીને તે પાણીમાં લીંબુ નિચોવી ગ્લાસ પાછો મોકલ્યો. તે જોઈ મંત્રીએ વિચાર્યું કે આ લોકો બહુ હોશિયાર છે તેથી એમને શહેરમાં રહેવાની જગા આપવી. કેમકે જેમ લીંબુનો રસ પાણીમાં ભળી ગયો તેમ અમે પણ શહેરમાં
) સમાઈ જઈશું, અને હળીમળીને રહીશું, એમ પરદેશથી આવનાર માણસોનો અભિપ્રાય જણાય છે. ૨૬૪. હૃદયને જળરૂપ રાખું.
હૃદયને પાણી જેવું નિર્મળ રાખું. જેમ નિર્મળ જળમાં વસ્તુનું પ્રતિબિંબ પડે તેમ નિર્મળ હૃદયમાં જ્ઞાની પુરુષનો બોઘ પરિણામ પામી શકે. માટે પ્રથમ ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ વડે હૃદયને પાણી જેવું નિર્મળ કરું. જેથી ભગવાને છ પદ વગેરે જે સિદ્ધાંત બોઘ કહ્યો છે, તે અંતરમાં પરિણામ પામી શકે. શ્રી રામનું હૃદય નિર્મળ હોવાથી તેમના ગુરુ શ્રી વસિષ્ઠ ઋષિએ દેહથી આત્મા ભિન્ન છે વગેરે જે ઉપદેશ આપ્યો તે તેમના હૃદયમાં સોંસરો ઊતરી ગયો તેમ હું પણ હૃદયને નિર્મળ રાખું. ૨૫. હૃદયને તેલરૂપ રાખું.
તેલમાં ચિકાશ છે. આ જીવને સંસારમાં રાગરૂપ ચિકાશ છે. તે રાગ સપુરુષ ઉપર કરવા પરમકૃપાળુદેવે કહ્યું કે – “રાગ કરવો નહીં કરવો તો સત્યરુષ ઉપર કરવો” તે રાગરૂપ ચિકાશને કાઢવા માટે પ્રથમ ગૌતમ સ્વામીની જેમ સત્પરુષ ઉપર પ્રેમ કરવો તો અશુભ રાગ નાશ પામશે અને શુભરાગ થશે. ગૌતમસ્વામીના ભગવાન મહાવીર પ્રત્યેના શુભ રાગનું પરિણામ અંતે કેવળજ્ઞાન આવ્યું.
બોઘામૃત ભાગ-૧માંથી – “પ્રશ્ન – “પરપ્રેમપ્રવાહ બઢે પ્રભુસે” એટલે શું?
ઉત્તર – જીવની પાસે પ્રેમરૂપી મૂડી છે, તે શરીરમાં, કુટુંબમાં વેરી નાખી છે; તે બધેથી ઉઠાવી સપુરષ પ્રત્યે પરમ પ્રેમ કરવાનો છે. પ્રેમ સંસારમાં રોકાયો છે. પ્રેમની જેટલી શક્તિ છે તે બધી પ્રભુ પ્રત્યે વપરાય તો તે પરપ્રેમ એટલે પરમ પ્રેમ છે. પ્રેમ એ આત્મા છે.” (બો.૧ પૃ.૩૫૧)
અથવા તેલ જેમ પાણીની ઉપર તરે છે તેમ હદયને સંસારમાં ડૂબે નહીં તેવી રીતે ઉપર તરતું રાખું અર્થાત્ મનને સંસારમાં લેપાવા દઉં નહીં.
ઉપદેશામૃત'માંથી - “આ જગતમાં પ્રેમ એ મહાન વસ્તુ છે. પરંતુ શુદ્ધ આત્મા દ્વારા આત્મા માટે થાય તે જ ઉત્તમ છે. એવો પ્રેમ જ્ઞાનીને પોતાના આત્મા પ્રત્યે હોય છે. તેથી તેઓ આત્માનું
૧૭૬