________________
સાતસો મનનીતિ
૨૬૨. હૃદયને પથ્થરરૂપ રાખું.
જ્ઞાની પુરુષો દોષોને દળવા કે કર્મોને કાપવા માટે હૃદયને પથ્થર જેવું કઠણ બનાવી દે છે. તેમ હું પણ દોષોને દંડવા અને કર્મોને હણવા માટે હૃદયને પથ્થરરૂપ રાખું અથવા ગમે તેવા દુઃખ આવી પડે તો પણ ચલાયમાન ન થાઉં, પણ મનને પથ્થરતુલ્ય રાખું. મન જે ઇચ્છે તે આપું નહીં.
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “મન અકસ્માત્ કોઈથી જ જીતી શકાય છે. નહીં તો અભ્યાસ કરીને જ જિતાય છે. એ અભ્યાસ નિગ્રંથતામાં બહુ થઈ શકે છે; છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે, તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દસ્પદિ વિલાસ ઇચ્છે ત્યારે આપવાં નહીં. ટૂંકામાં આપણે એથી દોરાવું નહીં પણ આપણે એને દોરવું; અને દોરવું તે પણ મોક્ષમાર્ગમાં, જિતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. ત્યાગે ન ત્યાગ્યા જેવો થાય છે, લોલજ્જાએ તેને સેવવો પડે છે. માટે અભ્યાસે કરીને પણ મનને જીતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું.' (વ.પૃ.૧૦૮)
‘બોઘામૃત ભાગ-૧’માંથી :- • “મનોવૃત્તિનો જય કરવા જીવે પ્રયત્ન કરવો જોઈએ. સંકલ્પવિકલ્પોમાં મન જાય તેને રોકવાનો ઉપાય-પ્રથમ સમજાવવું અને પર ભાવમાં જતું રોકવું, સ્વભાવમાં વાળવું. જો તેમ સમજાવતાં ન માને તો ભક્તિમાં જોડવું. મનમાં બોલતાં બહાર વૃત્તિ જાય તો મોટેથી બોલવું, તેમ છતાં ન માને તો તેનાથી રિસાવું. બહાર જતી વૃત્તિઓ જ્યાં જાય ત્યાં જતી જોયા કરવી તો ધીરજથી મન ઠેકાણે આવી જશે.'' (ધો.૧ ૧.૨૦
૨૬૩. હૃદયને લીંબુરૂપ રાખું.
લીંબુ, પાણી વગેરેમાં ભળી એકમેક થઈ જાય છે; તેમ બધાની સાથે હળીમળીને રહું,
-
‘ઉપદેશામૃત'માંથી – “જેમ બને તેમ સંપ કરવો. લીંબુના પાણીની ગોર્ડ (પેઠે) સર્વની સાથે મળી જવું. મૈત્રી ભાવના, કારુણ્ય ભાવના, પ્રમોદ ભાવના અને માધ્યસ્થ ભાવના એવી ચાર ભાવનાઓ છે તે વાંચવી. ‘વિનય વેરીને વશ કરે છે' માટે સૌનો વિનય કરી છૂટવું એ અભ્યાસ પાડવો, જેમ બને તેમ કોઈનું વચન સહન કરી જવું. ક્રોધ આવે તો ક્ષમા પકડવી, કોઈને ક્રોધ આવે તેમ ન કરવું. કોઈને ક્રોધ આવ્યો એમ લાગે તો મીઠાં વચન અને નરમાશથી તેમનું હિત થાય, તેમને સારું લાગે એવો મૈત્રી ભાવ રાખવો. મોટાની મુલાકાતે આપણને બહુ લાભ થાય છે.'' (ઉ.પૃ.૯)
‘નમી જવું. સૌને સારું લાગે તેવો સ્વભાવ કર્તવ્ય છે. ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ તેમ કરવું નહીં. આ વચન લક્ષમાં રાખી સૌથી હું નાનો છું, મારામાં અલ્પ બુદ્ધિ છે એમ ગણી સામાનો કંઈ પણ ગુણ લેવો. આપણો કોઈ તિરસ્કાર કરે તો પણ તેને ધીરજથી સારું લાગે તેમ વર્તવું.’’ (ઉ.પૃ.૧૦૮)
“અમને બ્યાસી વરસ થયાં. હવે આ છેલ્લી શિખામણ લક્ષમાં લેશો તો હિત થશે. અમારી પેઠે શેઠજીને પણ ઉમ્મર થઈ છે, તેમણે પકડ કરી છે તે તમારે સર્વેને ક૨વાની છે. સંપીને રહેશો તો સુખી થશો. ‘સંપ ત્યાં જંપ', કષાયનો અભાવ તેટલો ધર્મ સમજવા યોગ્ય છે. ભાઈઓમાં તેમજ બાઈઓમાં જેટલો એક્બીજા તરફ સદ્ભાવ રહેશે, આજ્ઞાંકિતપણે રહેશે, વડીલોની મર્યાદા રહેશે તેટલો સંપ રહેશે. અને ઐક્યનું બળ વહેવાર-પરમાર્થમાં જરૂરનું છે. આપણને ન ગમતું હોય તો પણ વડીલોનો વાંક આપણા
૧૭૫