________________
સાતસો મહાનીતિ
૩૪૮. બાર દિવસ સ્પર્શ કરું નહીં.
મહિનામાં સુદ વદની બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગીયારસ, બે ચૌદશ તથા પૂનમ અને અમાસ મળીને કુલ બાર તિથિના દિવસોમાં વિકાર જીતવાના અભ્યાસ માટે સ્ત્રી સ્પર્શ કરું નહીં.
બોઘામૃત ભાગ-૩'માંથી - છ માસ સુધી બાર તિથિ બ્રહ્મચર્ય પાળવાની ભાવના છે, તો પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી ભાવવ્રત લઈ લેશોજી. તમારા ઘરમાંથી ત્યાં હોય તો તેમને પણ લેવા જણાવશોજી. વ્રત વગેરે શાંતિ વધારવા અર્થે છે. ક્લેશનું કારણ ન બને તે લક્ષમાં રાખવા સૂચના કરી છે. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦)” (બો.૩ પૃ.૩૫૮) ૩૪૯ અયોગ્ય ઠપકો આપું નહીં.
પોતાની સ્ત્રીની ભૂલ હોય તો સુધારવા ઠપકો આપું. પણ ભૂલ ન હોય તો અયોગ્ય ઠપકો આપું નહીં. ઠપકો આપતાં પહેલાં પૂર્ણ તપાસ કરું. ૩૫૦. રજસ્વલામાં ભ
“શ્રી ઠાણાંગસૂત્ર'માં રજસ્વલા સ્ત્રી સંબંધી વિશેષ વર્ણન સક્ઝાયમાં કરેલ છે તે નીચે પ્રમાણે – ૧. ઋતુવંતી સ્ત્રી બઘાને અડે તેથી મોટી આશાતના થાય છે એમ જિનેશ્વર ભગવાને પ્રકાશ્ય છે.
ઋતુવંતીને મનમાં લાગવું જોઈએ કે હું હમણા મલીન છું. જો તે મનમાં એમ નહીં માને તો તે મિથ્યામતિવાળી છે. ૨. ઋતુવંતના પહેલે દિવસે તે ચંડાલણ સરખી છે. બીજે દિવસે બ્રહ્મઘાતિ જેવી છે. બીજા ઘર્મમાં પણ
ત્રીજે દિવસે ઘોબણ જેવી ગણી છે અને ચોથે દિવસે તે શુદ્ર જેવી છે. ૩. ચોથા દિવસે ભગવાનના દર્શન થઈ શકે. સાત દિવસ પછી પૂજા થઈ શકે. ઋતુવંતી સ્ત્રી મુનિને
આહાર પાણી આપે તો સદ્ગતિનો નાશ થાય છે. ૪. તુવંતી સ્ત્રી જિનમંદિરમાં કામ માટે પાણી ભરીને લાવે તો બોધિબીજની પ્રાપ્તિ થાય નહીં પણ
બહુલ સંસારી થાય. ૫. ઋતુવતી સ્ત્રી સમુહમાં જમવા બેસે અને ત્યાં સર્વના તન અભડાવીને જમે તો દુર્ગતિમાં બહુ ભમે. ૬. સામાયિક, પ્રતિક્રમણ ચાર દિવસ કરે નહીં તથા સૂત્ર કે અક્ષરને પણ તે સ્પર્શ કરી શકે નહીં. કોઈ
પુરુષને પણ તેણે અડકવું જોઈએ નહીં. તેમજ તેનો જે સ્પર્શ કરે તે પણ રોગી થાય. ૭. ઋતુવતી સ્ત્રી જિનમુખ જોવાથી સંસારમાં ભમે, ચંડાલણીનો અવતાર આવે, ભુંડણ, સાપિણી વગેરે
ઘણીવાર થાય. ૮. પાપડ, વડી વગેરેનો સ્પર્શ કરવાથી તેનો સ્વાદ નાશ પામે. પોતાનો આત્મા જ તેમાં સાક્ષી છે. માટે
પોતાના હૃદયમાં જોઈને તેની તપાસ કરવી. ૯. આ પ્રમાણે જાણીને ચોખ્ખાઈને ભજો. તેથી સમકિત સહિત ક્રિયાની શુદ્ધિ થશે. માટે પરમકૃપાળુદેવ જણાવે છે કે રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં.
“બોઘામૃત ભાગ-૩'માંથી - “આપે અશુચિ દોષ સંબંથી પુછાવ્યું તેના ઉત્તરમાં જણાવવાનું કે આગમ ગ્રંથો માટે નિયમો છે કે અમુક અમુક વખતે અને અમુક લોહી પરુ કે ગંદકી પાસે હોય ત્યારે ન
૨૪૭