________________
સાતસો મહાનીતિ
વાંચવા, પણ આચાર્યરચિત ગ્રંથો કે પરમકૃપાળુદેવના ગ્રંથ માટે તેવું નથી. સ્મરણ
કરવામાં પણ કંઈ અશુચિ જોવા યોગ્ય નથી. ભાવ વર્ધમાન થાય તે તરફ લક્ષ રાખવા
- યોગ્ય છે. તેવી અશુચિ વહેતી હોય ત્યારે પૂજા વગેરેનો નિષેધ કરેલો છે તે તીર્થકરના બહુમાનપણાને કારણે છે તે લક્ષમાં રાખવા યોગ્ય છે.” બાઈ માણસે રજસ્વલા જેવા પ્રસંગમાં મનમાં સ્મરણ કે ભક્તિ કરી લેવી ઘટે, પણ પુસ્તક લઈને સ્વાધ્યાય કરવો ઘટતો નથી; તે તો સદાચાર લોકોમાં પ્રસિદ્ધ છે.” (બો.૩ પૃ.૩૩૬)
રજસ્વલાએ આશ્રમના મંદિર, સભામંડપ અને અન્ય દર્શનીય સ્થળોના ચોગાનમાં ચાર દિવસ સુધી આવવું નહીં. આશાતનાથી બચવું.” (આશ્રમ નિયમાવલીમાંથી)
“શ્રી જૈન હિતોપદેશ'માંથી :- જન્મ સંબંધી સૂતક વિચાર
પુત્ર જન્મે તો દિવસ ૧૦નું ને પુત્રી જન્મે તો દિવસ ૧૨નું સૂતક જાણવું. તેને પ્રસંગે દિવસ ૧૨ સુધી ઘરના માણસથી દેવપૂજા થાય નહીં. પણ બીજે ઠેકાણે રહેતા હોય અને ત્યાં જમતા હોય તો તેને સૂતક લાગતું નથી. પ્રસવનાર સ્ત્રીથી ૧ માસ સુધી પ્રતિમાદિકનું દર્શન તથા ૪૦ દિવસ સુધી જિનપૂજા થાય નહીં અને સાધુ સાધ્વીને વહોરાવવું પણ નહીં. તેને પ્રસંગે ઘરના ગોત્રીઓને દિવસ પાંચ દિવસ સુધી સુતક જાણવું. ઘોડી, ગાય, ભેંસ, સાંઢણી, બકરી વિગેરે પશુ વિયાય તો એક દિવસ સુધી સુતક લાગે. ભેંસ વિયાણા પછી તેનું દૂધ દિવસ ૧૫ પછી ને ગાયનું દિવસ ૧૦ અને બકરીનું ૮ દિવસ પછી અને ઉંટડીનું ૧૦ દિવસ પછી ખાવું પીવું કહ્યું.
ઋતુવંતી સ્ત્રી વિષે – ત્રણ દિવસ સુધી વાસણ (માટીના) અડવું નહીં અને ચાર દિવસ સુધી સામાયિક પ્રતિક્રમણ કરવું નહીં, પણ તપશ્ચર્યા કરવી કહ્યું અને સાત દિવસ પછી જિનપૂજા થાય. રોગાદિક કારણને લીધે ત્રણ દિવસ વીત્યા પછી રૂધિર દીઠામાં આવે, તો, તેનો દોષ નથી. પણ તેને પ્રસંગે વિવેકથી પવિત્ર થઈ જિનપ્રતિમાદિકનું દર્શન, અગ્રપૂજા કરવી, અને સાધુ સાધ્વીઓને પડીલાભવા પણ પ્રતિમાની અંગપૂજા કરવી નહીં. એમ ચર્ચરી ગ્રંથમાં કહ્યું છે. (પૃ.૧૧૪)
મૃત્યુ સંબંધી સૂતક વિચાર – જે ઘરમાં મૃત્યુ થાય તે ઘરમાં તથા મરનારના કુળવાળાના ઘરમાં દિવસ ૧૨ સુધી સૂતક રહે છે. તો તેને ઠેકાણે સાધુને આહાર પાણી વોહરાવવું નહીં તથા તે ઘરના અગ્નિ તથા પાણી જિન દેરાસરોમાં પૂજા પ્રસંગે લાવવા નહીં. મડદા પાસે સુનાર અને કાંઘીયાને ૩ દિવસનું, સ્પર્શ કરનારને ૨ દિવસનું અને માત્ર સમુદાયમાં જનારને એક દિવસનું સૂતક લાગે. પછી પૂજા થાય. તે અવસરે કોઈનો સ્પર્શ ન થાય તેવી રીતે અળગો રહેનાર પૂજા કરી શકે. જે ઘરમાં જન્મનું તથા મરણનું સુતક હોય, તે ઘરમાં રહેનાર માણસો સાથે જમનારથી ૧૨ દિવસ સુધી જિનપૂજા થાય નહિ. જન્મે તે દિવસે મૃત્યુ થાય, દેશાંતરે મરણ પામે અથવા સંન્યાસી મરે તો એક દિવસનું સૂતક જાણવું. દાસ દાસી ઘરમાં મરે તો દિવસ ૧ થી ૩ સુધી સુતક રહે છે. આઠ વરસનું બાળક મરે તો ૮ દિવસ સુધી સુતક રહે છે. બાળકના જેટલા વર્ષ ઓછા તેટલાં દિવસ ઓછાનું સૂતક લાગે. ગાય, ભેંસ વિગેરે પશુ ઘરમાં મરે તો તેનું કલેવર બહાર લઈ જાય ત્યારે સુતક મટે છે. કસુવાવડ થાય તો જેટલા મહિનાનો ગર્ભ પડે તેટલા દિવસનું સૂતક લાગે. સુતક વખતે પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયા મુખથી ઉચ્ચારણ કર્યા વિના પોતાના મનમાં કરી શકાય છે. (પૃ.૧૧૬) કોઈ મૃતક દેહને અડેલો હોય તેને અડે તો નાહવું જરૂરી છે.
૨૪૮