________________
સાતસો મહાનીતિ
क्रियाकोष ग्रंथ में से - ऋतुमती स्त्री जिस बर्तन में भोजन करती है वह चाण्डाल के बर्तन के समान है। रात्रि में पति जिस कक्ष में शयन करता है उसीमें ऋतुमती स्त्री भी शयन करती है। दोनोंका परस्पर शरीर स्पर्श अगर होता है तो कोई दुईद्धि मनुष्य विकल (बैचेन) हो दूसरे तीसरे दिन स्त्रीका सेवन करने लगता है । इसमें महान पाप उत्पन्न होता है । इसके समान दूसरी नीच क्रिया नहीं है । उसका फल भी ऐसे लोगो को शीघ्र ही मिलता है। यदि उस दिन गर्भ रह जाता है तो भाग्यहीन पुत्र-पुत्री जन्म लेते है । पुत्र परस्त्री सेवी होता है और पुत्री परपुरुष सेवन करनेवाली होती है । वे क्रोधी प्रकृति के होते है और जैसा तैसा मिथ्या भाषण करते है। -क्रियाकोष (पृ.३५)
पहले दिनसे लेकर तीसरे दिन तक ऋतुमती स्त्रीका भोग करना योग्य नहीं है । (पृ.३७)
ઉપરોક્ત વિષયનું વર્ણન “શ્રી નિશીથસૂત્ર', “શ્રી આચારાંગસૂત્ર', “શ્રીસૂયગડાંગ સૂત્ર” “શ્રી ઠાણાંગસૂત્ર', “શ્રી ભગવતી સૂત્ર', “શ્રી દશવૈકાલિકસૂત્ર”, “શ્રી વિપાકસૂત્ર' આદિ અનેક ગ્રંથોમાં કરેલું છે. માટે તે નિયમોનું પાલન કરવું આત્માને કલ્યાણકારી છે. ૩૫૧. ઋતુદાનમાં અભાવ આપ્યું નહીં.
પત્નીને પુત્રની ઇચ્છા હોય તો પતિએ ઋતુદાનમાં અભાવ આણવો નહીં. નહીં તો ગૃહસ્થનું ઘર ક્લેશનું ઘર બની જાય છે. ઘરમાં ગૃહસ્થને શાંતિ મળે માટે પરસ્પર સમાઘાન કરીને વર્તવું યોગ્ય છે. ક્લશે વાસિત મન સંસાર; ક્લેશરહિત મન તે ભવપાર.” -શ્રીમદ્ રાજચંદ્ર ૩૫૨. શૃંગાર ભક્તિ સેવું નહીં.
ઠાકોરજી ને કપડાં, દાગીના વગેરે પહેરાવી શણગારે તેવી શૃંગારભક્તિ સેવું નહીં.
નવરાત્રિમાં માતાજીના ગરબા ગાય. માતાજીને જાતજાતનાં કપડાં, દાગીના વગેરે પહેરાવી મોહને પોષે છે. તે દિવસોમાં પોતે પણ સુંદર કપડાં, દાગીના પહેરી મોહ કરે અને બીજાને પણ મોહ ઉત્પન્ન થાય એવા નિમિત્તો ઊભા કરી સંસાર વઘારે છે. એવી ભગવાનનાં નામે શૃંગારભક્તિ સેવું નહીં. ૩૫૩. સર્વ પર એ નિયમ, ન્યાય લાગું કરું.
ઉપર જે નિયમો કહ્યાં તથા ન્યાય વિષે વાત કરી તે સર્વ મનુષ્યોને લાગુ પડે છે. માટે સર્વ મનુષ્યોએ એ નિયમો પાળવા જોઈએ. પાળવાથી આપણને જ સુખશાંતિ પ્રાપ્ત થશે. મહાપુરુષોને એમાં કાંઈ લેવા દેવા નથી. માત્ર નિષ્કારણ કરુણાથી તેઓએ આ નિયમો ઉપદેશ્યા છે. ૩૫૪. નિયમમાં ખોટી દલીલથી છૂટું નહીં.
જેમકે સાત વ્યસનનો ત્યાગ કર્યો હોય પછી પોતાને પાળવાની ઇચ્છા ન હોય ત્યારે તેમાંથી બારી શોધે કે એક નિયમ છોડી બીજો નિયમ ગ્રહણ કરું અથવા આ કલિયુગ છે માટે એમાં કંઈ શુદ્ધ રીતે નિયમ પાળી શકાય નહીં એવી ખોટી દલીલથી છૂટું નહીં.
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “જે નિયમોમાં અતિચારાદિ પ્રાપ્ત થયાં હોય તેનું યથાવિધિ કૃપાળુ મુનિશ્રીઓ પ્રત્યે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી આત્મશુદ્ધતા કરવી યોગ્ય છે, નહીં તો ભયંકર તીવ્ર બંઘનો હેતુ છે. નિયમને વિષે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતાં મરણ શ્રેય છે, એવી મહાપુરુષોની આજ્ઞાનો કાંઈ વિચાર રાખ્યો નહીં; એવો પ્રમાદ આત્માને ભયંકર કેમ ન થાય?” (વ.પૃ.૬૫૪)
૨૪૯