________________
સાતસો મહાનીતિ
૩૪૫. કડવું વચન કહું નહીં. પોતાની સ્ત્રી હોય તેને કડવાં વચનથી બોલાવું નહીં. જેમકે ગાળો આપે અથવા તારી
માં એવી, તારા બાપ એવા, વગેરે કડવાં વચન કહે તે સામા માણસને અંતરમાં ઘા કરી જાય, ભૂલાય નહીં, અથવા તું તો ગઘેડી જેવી છે, મૂર્ખ છે, આંથળી છે વગેરે કડવાં વચન કહું નહીં. જેમ બ્રાહ્મણે વાઘને કૂતરો કહ્યો હતો તેમ.
ઉપદેશામૃત'માંથી - કુહાડાનો ઘા રુઝાયો પણ વચન ઘા રુઝાયો નહીં
એક બ્રાહ્મણનું દ્રષ્ટાંત - એક બ્રાહ્મણ હતો. તે ભણવા ગયો. ભણીને બીજા બ્રાહ્મણોની સાથે તે પાછો જંગલમાં થઈ ઘેર આવતો હતો. રસ્તામાં એક વાઘ દીઠો. બીજા બધા તો નાસી ગયા. પણ પેલો બ્રાહ્મણ પશની ભાષા પણ બોલી જાણતો હતો. તેણે વાઘને તેની ભાષામાં ઘર્મનો ઉપદેશ કર્યો અને કથા કહી. તેથી વાઘ પ્રસન્ન થયો. તેથી તેણે મરેલાં માણસો વગેરેના શરીર ઉપરનાં ઘરેણાં, માલ, ઘન વગેરે બોડ આગળ જ્યાં પડેલું હતું ત્યાં તેને લઈ જઈ એક સોનામહોર આપી, અને કહ્યું કે રોજ આવજે અને ઘર્મકથા સંભળાવી જજે. એટલે તે બ્રાહ્મણ રોજ આવતો અને ઉપદેશ આપી ઘન લઈ જતો. આમ બીજો કાંઈ તે ધંધો કરતો નહીં, છતાં પૈસા ખૂબ ખર્ચતો. તેથી બઘા તેને પૂછવા લાગ્યા કે તમે પૈસા ક્યાંથી લાવો છો? તેમને પેલી વાત તેણે કહી; પણ તે માને શાના? વાઘ કંઈ માર્યા વગર રહે? પછી તપાસ કરતાં તે વાત સાચી લાગી. એટલે બધા તેની અદેખાઈ કરવા લાગ્યા. એક જણે તેના નાશનો ઉપાય શોધી કાઢ્યો. તેને વાઘ સાથેની વાત પૂછી. તે માણસે કહ્યું કે વાઘ તમને કોઈ દિવસ ન મારે? તેણે કહ્યું કદી ન મારે. ત્યારે તેણે કહ્યું કે આજે તમે વાઘને કૂતરો કહેજો જોઈએ? તે વેદિયા બ્રાહ્મણને કંઈ અનુભવ નહીં. એટલે તેણે કહ્યું, કહીશ. પછી બોડ પાસે વાઘ સૂતો હતો ત્યાં જઈ તેને તેણે કહ્યું, ઊઠ કૂતરા. વાઘને તો ખૂબ રીસ ચઢી, અને બોડમાં પેસી ગયો. બીજો હોત તો મારી નાખત પણ આને શું કરવું? તેને પણ હું શિખામણ આપું એમ ઘારી એક સોનામહોર આપી તેને કહ્યું: કાલે આવો ત્યારે એક કુહાડો લેતા આવજો. બીજે દિવસે બ્રાહ્મણે કુહાડો આપ્યો ત્યારે વાઘે તેને પોતાના માથામાં જોરથી મારવા આગ્રહ કર્યો. બ્રાહ્મણે આનાકાની કરી. પણ વાઘે બહુ હઠ કરી એટલે તેણે વાઘના માથામાં ઘા કર્યો. પછી વાઘ બોડમાં જઈ મહોર લઈ આવ્યો, અને તે આપીને બ્રાહ્મણને કહ્યું કે થોડા દિવસ પછી હવે આવજો. થોડા દહાડામાં ઘા રુઝાઈ ગયો. પછી બ્રાહ્મણ આવ્યો ત્યારે વાઘે કહ્યું કે ઘા તો રુઝાઈ ગયો પણ તે દિવસે કૂતરો કહ્યો હતો તેનો ઘા હજી રુઝાઈ ગયો નથી. હવે આજે જા અને ફરી જો આવ્યો તો તારું મોત આવ્યું જાણજે.” (ઉ. પૃ.૨૮૮)
એમ કડવા વચન કોઈને કહ્યું નહીં કે જેથી સામા વ્યક્તિના મનમાં દુઃખ થાય. ૩૪૬. હાથ ઉગામ્ નહીં.
પોતાની સ્ત્રી હોય તેના ઉપર હાથ ઉગામ્યું નહીં. પણ કંઈ ભૂલ થઈ હોય તો તેને પ્રેમથી સમજાવી તે તે ભૂલ સુધારવા તક આપું. હાથ ઉગામવાથી સ્ત્રીને પણ ક્રોધ ચઢે અને ગમે તેમ બોલે અથવા આપઘાત પણ કરી બેસે. માટે કોઈના ઉપર હાથ ઉગામ્ નહીં. ૩૪૭. અયોગ્ય સ્પર્શ કરું નહીં.
સ્ત્રીના અંગોનો અયોગ્ય રીતે સ્પર્શ કરું નહીં અથવા પરસ્ત્રીના અંગોનો સ્પર્શ કરું નહીં.
૨૪૬