________________
સાતસો મહાનીતિ
દીક્ષા લેવાનો છે માટે સગપણ છોડી દ્યો. ત્યારે તેમના માતાપિતાએ કુંવરીઓને પૂછ્યું, કુંવરીઓએ કહ્યું કે અમારે તો તેમની સાથે જ લગ્ન કરવા છે, તે ભલે દીક્ષા લે. પછી આઠે કુંવરીઓને જંબુકુમાર સાથે પરણાવી. દાયકામાં તેમના માતાપિતાએ કરોડોનું ઘન કન્યાઓને આપ્યું. ઘરનું, મોસાળનું તથા સાસરા પક્ષને મળીને કુલ ૯૯ કરોડનું ધન એકઠું થયું.
જંબુકુમાર રાત્રે પત્નીઓને અનેક દલીલોથી, દૃષ્ટાંતોથી સંસારની અસારતા સમજાવે છે. તેના પ્રત્યુત્તરમાં તેની સ્ત્રીઓ પણ અનેક દ્રષ્ટાંતોથી વાત મૂકે છે. તે વખતે પ્રભવ ચોર પોતાના પાંચસો ચોરોની ટોળી સાથે આ બધું ઘન લૂંટવા આવ્યો હતો. દેવતાઓએ તે ચોરોને ખંભિત કરી દીધા. જંબુકુમારનો પોતાની સ્ત્રીઓને સમજાવાનો ઉપદેશ સાંભળીને પ્રભવ વગેરે ચોરો પણ પ્રતિબોઘ પામી ગયા. સવારમાં શ્રી જંબુકમાર, તેમની આઠ સ્ત્રીઓ, અઢાર માતાપિતાઓ તથા પ્રભવ આદિ પાંચસો ચોરો વગેરે બઘા મળી કુલ પાંચસો સત્તાવીશ જણાએ શ્રી સુઘર્માસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી.
શ્રી જંબુકુમારનું આવું બ્રહ્મચર્યવ્રત પાળવાનું બળ ક્યાંથી આવ્યું? તો કે પૂર્વે ભવદેવના ભવમાં દીક્ષા લઈ આરાધના કરી દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં વિતશોકા નગરીમાં પારથ રાજાને ઘેર પુત્રપણે અવતર્યા. શિવકુમાર નામ રાખ્યું. યુવાનવય પામતાં પાંચસો રાજકન્યાઓને પરણ્યા. એક દિવસ મુનિ પાસે ઘર્મ સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી માતાપિતા પાસે દીક્ષાની આજ્ઞા માંગી. માતાપિતાએ દીક્ષાની આજ્ઞા આપી નહીં. તેથી ઘરમાં રહી નિરંતર છઠ્ઠતપ કરવા લાગ્યા અને પારણામાં આયંબિલ કરવા લાગ્યા. એમ ૧૨ વર્ષ સુધી તપ કર્યું. બ્રહ્મચર્ય વૃઢતાથી પાળ્યું. તેનું આ ફળ છે. ત્યાંથી દેહ છોડી પહેલા દેવલોકમાં દેવ થઈ ત્યાંથી ચ્યવી આ જંબુમાર થયા.
એમ યુવાવય હોવા છતાં પણ સ્ત્રી ભોગવું નહીં. પણ યુવાવયમાં સર્વસંગ પરિત્યાગ કરી આત્મકલ્યાણને સાધુ. ૩૪૨. કુમાર પત્નીને બોલાવું નહીં.
સગાઈ થયા પછી વર્તમાનમાં ભાવિ પત્ની સાથે ફરવા જાય, વાતો ચિતો કરે. પછી ન ફાવે તો સગપણ તોડી નાખે; એ આર્ય સંસ્કૃતિને યોગ્ય આચાર નથી. માટે પરમકૃપાળુદેવે જણાવ્યું કે કુમારપત્નીને બોલાવું નહીં, તેની સાથે એકાંતમાં બેસી વાતો કરું નહીં. ૩૪૩. પરણીય પર અભાવ લાવું નહીં.
પ્રારબ્ધ પ્રમાણે જેવી પત્નીનો યોગ મળ્યો હોય તેમાં સંતોષ રાખું; પણ પરણેલ પત્ની પર અભાવ લાવું નહીં. અભાવ લાવવાથી ઘર એ ક્લેશનું ઘર બની જઈ આ ભવ પરભવ બન્ને બગડે છે.
સતી અંજનાને તેના પતિ પવને અભાવ લાવી બાવીસ વર્ષ સુધી ન બોલાવી. છતાં સતી અંજનાએ, એ મારા પૂર્વકર્મનો દોષ છે એમ માનીને શાંતિ રાખવા પ્રયત્ન કર્યો હતો. ૩૪૪. વૈરાગી અભાવ ગણું નહીં. (ગૃ મુ)
પૂર્વ પુણ્યના ઉદયથી કે સદ્ગુરુના યોગથી કે તેમના બોઘથી સાચો વૈરાગ્ય પ્રગટ થયો હોય અને સ્ત્રીનો ત્યાગ કરે તો તે અભાવ ગણાય નહીં. પણ સભાવ ગણાય.
રામદાસ સંતનું દ્રષ્ટાંત – માતાના આગ્રહથી રામદાસ ચોરીમાં પરણવા બેઠા. બ્રાહ્મણે કહ્યું: વર કન્યા સાવઘાન, બે વાર સાંભળવાથી તે સંત સાવધાન થઈ ત્યાંથી ઊભા થઈ ચાલતા થયા.
૨૪૫