________________
સાતસો મહાનીતિ
૬૬૨. કૂવા કાંઠે રાત્રે બેસું નહીં. રાત્રે કૂવાના કાંઠે બેસે અને ઊંઘનું ઝોકું આવી જાય તો કૂવામાં જઈ પડે. માટે રાત્રે
કૂવાના કાંઠે બેસુ નહીં. ૬૬૩ ઐક્ય નિયમને તોડું નહીં.
ઘાર્મિક સ્થાનોમાં કે સમાજમાં અથવા કોઈપણ સ્થાને ઐક્ય એટલે એકતા માટે જે નિયમો ઘડ્યા હોય તે નિયમોને તોડું નહીં; પણ એક્તા કેમ વધે તેમ કરું. કારણ કે એકતામાં બળ છે, એકલપણામાં બળ નથી.જેમ કે એક લાકડીને તોડી શકે પણ લાકડીનો ભારો હોય તો તોડી શકે નહીં. ૬૬૪. તન, મન, ઘન, વચન અને આત્મા સમર્પણ કરું છું.
મન, વચન અને કાયા તેની આજ્ઞાએ પ્રવર્તાવું, ઘનનો પણ તેના કહ્યા પ્રમાણે સઉપયોગ કરું તેમજ આત્માનો ઉપયોગ પણ સત્પરુષના સ્વરૂપમાં કે વચનમાં રાખું તો તન, મન, ઘન, વચન અને આત્મસમર્પણ થયું ગણાય.
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “કોઈપણ પ્રકારે સદ્ગુરુનો શોઘ કરવો; શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાઘન કરવું; અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું.” (વ.પૃ.૨૪૬)
“તનસેં, મનમેં, ઘનસેં, સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બસે;
તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો.” (વ.પૃ.૨૯૬) ૬૬૫. મિથ્યા પરદ્રવ્ય
કોઈએ થાપણ મુકી હોય અથવા ચોરી કરીને કે કોઈને ઠગીને અથવા હિસાબમાં ચૂકવીને કે રસ્તામાં પડેલું દ્રવ્ય મળ્યું હોય તે પારકું દ્રવ્ય લઉં નહીં. એવા મિથ્યા પરદ્રવ્યનો ત્યાગ કરું છું.
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા-૨'માંથી :- પુત્ર વિના મરેલાનું પ૨દ્રવ્ય લેવાનો ત્યાગ
કુમારપાળરાજાનું દ્રષ્ટાંત - એક વખતે રાજાની સભામાં ચાર મહાજનના મુખ્ય પુરુષો આવ્યા. રાજાને નમી વિલખા થઈને બેઠા. એટલે કુમારપાળ રાજાએ પૂછ્યું કે – “આજે સભામાં આવવાનું શું કારણ છે? અને તમે કેમ આમ વિલખા થઈ ગયા છો? શું કોઈની તરફથી તમારો પરાભવ તો નથી થયો? મહાજન બોલ્યા કે, “હે રાજેંદ્ર! આપના જેવા પ્રજાવત્સલ અને દયાળુ રાજા પૃથ્વી પર રાજ્ય કરતા સતા અમને પરાભવ કે દુઃખ શેનું હોય? પણ એક હકીત નિવેદન કરવાની છે તે માટે અમે આવેલા છીએ. તે હકીકત એ છે કે – આપણા ગુર્જરદેશન નિવાસી કુબેરદત્ત નામે એક મુખ્ય શ્રેષ્ઠી સમુદ્રમાર્ગે વ્યાપારાર્થે ગયેલો તે પાછો આવતાં માર્ગમાં મૃત્યુ પામી ગયો છે. તેથી તેનો પરિવાર તે શ્રેષ્ઠીને પુત્ર ન હોવાથી રુદન કરતો અમારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે જો તેના ઘરનું દ્રવ્ય રાજા સંભાળી લઈને પોતાને સ્વાધીન કરે તો પછી અમે તેની મરણોત્તર ક્રિયા કરીએ. હે રાજન! તેનું ઘન અગણિત છે.” ગુર્જરપતિ બોલ્યા કે, “મહાજનો! મેં તો પુત્ર વિના મરેલાનું ઘન લેવાનો ત્યાગ કર્યો છે; પરંતુ ચાલો, તેના ઘરનો સાર તો જોઈએ, એમ કહી રાજા કુમારપાળ મહાજન વર્ગને સાથે લઈ તેને ઘેર ગયા. તે કુબેરશ્રેષ્ઠીનું ઘર કે જેના શિખર ઉપર સુવર્ણકલશની શ્રેણી હતી. શબ્દ કરતી ઘૂઘરીઓના નાદથી
४७८