SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મણનીતિ ‘છ દશ દિવ્યંડળને વાચાળ કરતી કોટીધ્વજપણાની નિશાનીરૂપ ધ્વજાઓ ફરકતી હતી, એક તરફ હસ્તિશાળા અને અશ્વશાળા શોભી રહી હતી. આવું રાજ્યદ્વાર જેવું કુબેરદત્તનું ઘર જોઈ ગુર્જરપતિ વિસ્મય પામ્યા. પછી તેની અંદર આવેલા ઉજ્જવળ સ્ફટિક મણિથી રચેલા ચૈત્યગૃહમાં ગયા. તેમાં મરકતમણિમય શ્રી નેમિનાથની મૂર્તિ બિરાજતી હતી, તેને નમસ્કાર કર્યા.તેની આગળ રત્ન તથા સુવર્ણના કલશ, થાળ, આરતી અને મંગલદીપ વિગેરે પુજાની સામગ્રી જોવામાં આવી. પછી ત્યાંથી બહાર નીકળી તેની વ્રતોની ટીપ વાંચવા લાગ્યા. તેમાં પરિગ્રહ પરિણામવ્રત વિષે જોતાં આ પ્રમાણે લખ્યું હતું – 'છ કોટી સુવર્ણ, આઠ કોટી રીખ દ્રવ્ય, મોટા મહામૂલ્યવાન દ મણિ, ધૃતના બે હજાર કુંભ, ધાન્યના બે હજાર મોટા માપ, પચાસ હજાર ઘોડા, એક હજાર હાથી, એંસી હજાર ગાયો, પાંચસો હળ, પાંચસો દુકાનો, પાંચસો ઘર, પાંચસો વહાણ અને પાંચસો ગાડાં, આટલી સમૃદ્ધિ મારે ઘેર વડીલોપાર્જિત છે, તે રહેવા દેવી અને હવે જે લક્ષ્મી હું મારે હાથે ઉપાર્જન કરીશ તે બધી હું પુણ્યધર્મમાં જ વાપરીશ.’’ આ પ્રમાણે સમૃદ્ધિપત્ર વાંચી રાજા હર્ષ અને વિસ્મય પામી જેવામાં તેના ઘરના દ્વાર પાસે આવ્યા તેવામાં કુબેરદત્તની માતા ગુણશ્રી આ પ્રમાણે રુદન કરતી બોલી કે, “હે પુત્ર!તું સમુદ્રમાર્ગે ગયો છું, તે પાછો ક્યારે આવી ઉત્તર આપીશ. તું આવીને તો જો, તારા વગર આ બધી લક્ષ્મી રાજ્યદરબારે જાય છે.’’ તે સાંભળી રાજાએ ચિંતવ્યું કે, “ઉત્તમ પુરુષો કહે છે કે, રાજ્યને અંતે નરક છે તે સત્ય છે; અને તે આવી રુદન કરતી સ્ત્રીઓના દ્રવ્ય લેવાના પાપથી જ છે,” કુમારપાળ રાજાએ તેની માતાને શાંતિ પમાડવા કહ્યું કે – તમારો પુત્ર આવશે, તમે તમારું દ્રવ્ય ધર્મના કામમાં વાપરો. તેટલામાં કુબેરશ્રેષ્ઠી વિદ્યાધરની પુત્રી સાથે લગ્ન કરીને વિમાનમાં બેસીને ત્યાં આવ્યો. તે જોઈ કુમારપાળરાજા વગેરે સર્વ વિસ્મય પામી ગયા. (પૃ.૬૪) ૬૬૬. અયોગ્ય શયન ત્યાગું છું. અયોગ્ય રીતે સૂવું નહીં કે જેથી શરીરને નુકસાન થાય કે મનને વિકાર થાય. રાત્રે સીધા શવાસનમાં સૂવું હિતકારી ગણેલ છે. તેમજ જમ્યાં પછી સૂતા હોય તો ડાબે પડખે સૂવાનો આયુર્વેદનો મત છે. ૬૬૭. અયોગ્ય દાન ત્યાગું છું. કુપાત્રને, ધર્મબુદ્ધિએ દાન આપવું તે અયોગ્ય દાન છે. માટે ત્યાગુ છું, એક બ્રાહ્મણનું દૃષ્ટાંત – એક બ્રાહ્મણે, ઘર્મબુદ્ધિએ એક લાખ બ્રાહ્મણોને જમાડવાનું નક્કી કર્યું. ત્યારે પોતાની પાડોશમાં રહેલ એક જણને કહ્યું કે તું મારે ત્યાં કામમાં રહીશ? તેણે કહ્યું ઃ હા રહીશ પણ મને તમારી વધેલી ભોજન સામગ્રી આપો તો રહ્યું. બ્રાહ્મણે તે કબૂલ કર્યું. હવે કામ કરવા રહેલ પાડોશી વધેલું ભોજન ઘરે લાવી મુનિઓને ભાવપૂર્વક વહોરાવવા લાગ્યો. તેથી તે પાડોશી મરીને સ્વર્ગે ગયો અને લાખ બ્રાહ્મણોને ધર્મબુદ્ધિએ જમાડનાર બ્રાહ્મણ અનેક યોનિમાંથી ભટકી સેચનક નામનો હાથી થયો. કુપાત્રે દાન દેવાનું ફળ આ મળ્યું અને વળી સંસારમાં પરિભ્રમણ કરવું પડયું. જ્યારે સત્પાત્રે દાન આપનાર પાડોશી સ્વર્ગમાંથી આવી શ્રેન્નિકરાજાનો પુત્ર નંદિણ થયો. એક વખત સૂચનક હાથીએ આલાનસ્તંભ ઉખેડી તાપસોનો આશ્રમ તોડી નાખ્યો. તે હાથીને પકડવા માટે રાજાએ નગરમાં પડહ વગડાવ્યો. નંદિષણકુમાર રાજાની આજ્ઞા લઈ તેને દમન કરવા ગયો. ૪૭૯
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy