________________
સાતસો મહાનીતિ
શ્રી પોપટભાઈ મહોકમચંદનો પ્રસંગ – ‘એકવાર કીડી ચંપાઈ જતાં પ્રાયશ્ચિત્તરૂપે બાર માસ સુઘી દર માસે ૧-૨ એકાસણા કરવાની આજ્ઞા પરમપાળુદેવે કરી.'' ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૫માંથી :
પાપની ગુરુ પાસે આલોચનાથી શુદ્ધિ
ધર્મરાજાનું દૃષ્ટાંત ધર્મરાજાએ પૂર્વે પોતાના કુમકના ભવમાં ઘણા સ્થાવર અને અનંતકાયાદિકનો વધ કર્યો હતો, તેથી તેને ઘણું દુઃખ પ્રાપ્ત થયું હતું. પછી તે પાપની ગુરુ પાસે આલોચના કરી. ગુરુએ કહેલું પ્રાયશ્ચિત્ત અંગીકાર કર્યું, તેથી તે જ ભવમાં પાછો મોટો શેઠ થયો હતો. લાખો સાધર્મિકોને અન્નદાન આપી સુખી કર્યા તેથી બીજો મનુષ્ય જન્મ પામતી વખતે તેના પ્રભાવથી બાર વર્ષનો દુકાળ પડવાનો હતો તે પડ્યો નહીં માટે તેનું નામ ધર્મરાજા રાખવામાં આવ્યું હતું.
પ્રાયશ્ચિત્ત વિષેના દૃષ્ટાંતો
—
દોષનું પ્રાયશ્ચિત્ત ન ક૨વાના માઠા ફળ એક ગોવાળે બાવળની સૂળમાં જૂને પરોવી મારી નાખી, તેનું પ્રાયશ્ચિત્ત (પસ્તાવો) ન કરવાથી તે એકસોને આઠ ભવ સુધી સળીથી મરણ પામ્યો તો.
મહેશ્વર નામના શ્રેષ્ઠીની સ્ત્રીએ એક જ જા મારી હતી, તે જાણીને કુમારપાળ રાજાએ તેનું સર્વસ્વ લઈ તેના વડે તે જાના પ્રાયશ્ચિત્ત બદલ ચૂકાવિહાર નામનું ચૈત્ય કરાવ્યું હતું.
શ્રી હરિભદ્રસૂરિએ પોતાના પ્રાયશ્ચિત્તને સ્થાને ચૌદશો ને ચુંમાલીશ ગ્રંથો બનાવ્યા હતા. (પૃ.૧૪) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૧' માંથી —
—
શ્રી હરિભદ્રસૂરિનું દૃષ્ટાંત શિષ્યો હતા. તેઓ ગુરુની આજ્ઞા લઈ
શ્રી હરિભદ્રસૂરિના હંસ અને પરમહંસ નામના બે વિદ્વાન બૌદ્ધ ધર્મના શાસ્ત્રો ભણવા વેષ પરિવર્તન કરીને ગયા. અભ્યાસ કરી તેમના શાસ્ત્રના મર્મને જાણનાર થયા. તેમના ક્રિયા પ્રવૃત્તિથી આ શ્વેતાંબરી છે એવી શંકા આવી; તેની ખાતરી કરવા શાળાના દાદરના પગથિયા ઉપર ચોકથી અહંતનું બિંબ ચીતર્યું. ત્યારે તે બિંબના કંઠમાં ત્રણ રેખા કરી શરીરે વસ્ત્રનું આલેખન કરી પગથિયા ઉપર પગ દઈ તેઓ નીચે ઊતર્યા. પણ તેમને શંકા થઈ કે આપણી જાણ થઈ ગઈ છે માટે પોતાના પુસ્તકો લઈ ત્યાંથી નાઠા, તેથી ગુરુના કહેવાથી ત્યાંના બૌદ્ધરાજાએ પાછળ સૈન્ય મોહ્યું. તેણે બેયને મારી નાખ્યા.
આ સર્વ વૃત્તાંત જાણીને હરિભદ્રસૂરિને મહાકોપ થયો. તેથી ઉકાળેલા તેલના કડાઈમાં તે ૧૪૪૪ બૌદ્ધોને હોમવા માટે આકર્ષણ કરવા સારું તેઓ મંત્રજાપ કરવા લાગ્યા. તે વૃત્તાંત એમના ગુરુએ જાણ્યો. તેથી બે સાધુઓને મોકલી સમજાવ્યા. તેથી પાપકર્મના પ્રાયશ્ચિત્તરૂપે ગુરુ આજ્ઞાએ ૧૪૪૪ ગ્રંથો નવા રંગવાનું કબૂલ
કર્યું. તે શાસ્ત્રોમાં ષટ્કર્શન સમુચ્ચય, યોગદૃષ્ટિ સમુચ્ચય, સમરાદિત્ય દેવળી વગેરે છે. (પૃ.૧૧૯ના આધારે)
-
૫૦૨