________________
સાતસો મહાનીતિ
“મોક્ષમાળા પ્રવેશિકા'ના આઘારે :પ્રીતિકર શેઠનું દ્રષ્ટાંત - એક આત્મજ્ઞાની મહાત્મા જંગલમાં તલાવડી પાસે ધ્યાનમાં
લીન થયા. પાસે લોકોનો જવાનો રસ્તો હતો. તેથી લોકોએ તે મુનિ સંબંધી જાણી તેમની આગળ ફળનૈવેદ્યાદિ સામગ્રી પૂજારૂપે લાવીને મૂકી. પછી સ્તુતિ, વંદન કરી ગામમાં પાછા ગયા. રાત્રે એક શિયાળ ફરતું ફરતું પૂજાની સામગ્રીની સુગંઘથી ત્યાં આવી ચઢ્યું. દૂઘ, ફળ વગેરે દેખી તે ખાવા લાગ્યું. મુનિવરને તે ભવ્ય જીવ પ્રત્યે કરુણા આવવાથી તેના હિતાર્થે ઉપદેશ દેવાની ફુરણા થઈ. તે બોલ્યા કે હે ભવ્ય! અનેક ભવમાં રાત્રે અને દિવસે આ જીવે ખા ખા કર્યું છતાં જીવનું પરિભ્રમણ ટળ્યું નહીં. જીવે ઘર્મ સાંભળ્યો નહીં, આરાધ્યો નહીં, તેથી આ શિયાળનો ભવ પ્રાપ્ત થયો છે. વારંવાર જન્મવું મરવું થયા કરે છે. એમ અનેક ભવમાં જીવે માત્ર દુઃખ દુઃખ અને દુઃખ જ દીઠું છે. બીજા જીવો પ્રત્યે ઉપકાર બુદ્ધિ, દયાની લાગણી, મૈત્રીભાવ, પ્રમોદભાવ કે મધ્યસ્થભાવ રાખતાં જીવ શીખ્યો નથી. એમ અનેક પ્રકારે ઉપદેશ આપવાથી શિયાળે રાત્રિભોજનનો ગુરુ આજ્ઞાથી ત્યાગ કર્યો. એકવાર તે શિયાળ ગરમીની ઋતુમાં સુકા બોર ખાઈને પાણીની શોધમાં એક વાવ પાસે આવ્યું. વાવની અંદર જોતાં અંધારું દીઠું. બહાર આવીને જોતાં સુરજને આથમતાં જોઈ હજુ દિવસ હશે એમ જાણી પાછું વાવમાં ગયું. પણ પહેલા કરતાં વધારે અંધારું લાગવાથી ગુરુએ આપેલ પ્રતિજ્ઞાની સ્મૃતિ કરી પાણી પીધા વિના બહાર આવ્યું. હવે સૂર્ય આથમી ગયો જાણી પાણી પાસે હોવા છતાં તરફડીને મરી ગયું. પણ ગુરુ આજ્ઞાનો ભંગ કર્યો નહીં. તેના પરિણામે તે શિયાળા મરીને રાજગૃહી નગરીમાં ઘનાઢ્ય શેઠને ત્યાં પુત્રરૂપે અવતર્યો. તેનું નામ પ્રીતિકર રાખવામાં આવ્યું. યુવાવયમાં પરદેશ વ્યાપાર કરવા ગયો. ત્યાં પુણ્યબળે ઘણી લક્ષ્મી પામ્યો અને વસુદેવની જેમ અનેક કન્યાઓને પરણ્યો. પાછો રાજગૃહી નગરીએ આવ્યો ત્યારે રાજા શ્રેણિક વગેરે પણ સામા લેવા ગયા હતા. પછી એકવાર ભગવાન મહાવીરના ઉપદેશમાં સંસારની અનિત્યતા, અસારતા, અશરણતા સાંભળી સર્વ સમૃદ્ધિનો ત્યાગ કરી મુનિ બની શાસ્ત્રોના પારગામી થઈ તે જ ભવે મોક્ષપદને પામ્યા. માટે રાત્રિભોજન કરું નહીં, પણ ચારે પ્રકારના આહારનો રાત્રે સર્વથા ત્યાગ કરું. પ્રવેશિકાના આઘારે.
ઉપદેશપ્રાસાદ ભા.ભાગ-૨'માંથી – “વળી રાત્રિભોજન કરવાથી આ લોક આશ્રયી પણ ઘણા પ્રકારની હાનિનો સંભવ છે. ભોજનમાં કીડી આવી જાય તો બુદ્ધિને હણે છે, મક્ષિકા આવે તો વમન થાય, જૂ આવે તો જલોદર થાય અને કરોળિયો આવે તો કુષ્ઠ રોગ થાય છે. વળી રાત્રે પાત્ર ઘોતાં અને એઠું નાખતા કુંથવા વગેરે ઘણા જીવો હણાય છે-ઇત્યાદિ રજનીભોજનના દોષ કહેવાને કોણ સમર્થ છે? રાત્રિભોજનના દોષ ઘણા છે, અને તે કહેવા માટે આયુષ્ય થોડું છે.
વળી કહ્યું છે કે, “જે બુદ્ધિમાન પુરુષો સર્વથા રાત્રે આહાર વર્જે છે, તેમને એક માસે પક્ષોપવાસનું ફળ થાય છે. તે માટે શ્રાવકોએ માવજીવન સુઘી રાત્રિભોજનનો ત્યાગ કરવો. દરરોજ રાત્રે ચતુર્વિઘ આહારના પચખાણ કરવા. જો ચારે પ્રકારના આહાર તજવાની શક્તિ ન હોય તો અશન એટલે રોટલા, ભાત, પકવાન્ન વગેરે તથા ખાઈમ એટલે ફળ, મેવો વગેરે અને સાયમ એટલે સ્વાદિમ તો અવશ્ય ત્યજવા; અને સ્વાદિમ તે સોપારી, એલચી, લવીંગ વગેરે દિવસે સારી રીતે શોધી રાખી રાત્રે ગ્રહણ કરવા; નહીં તો તેમાં ત્રસ જીવોની હિંસાનો પણ દોષ લાગે છે. મુખ્ય રીતે તો પ્રાતઃકાળે અને સાયંકાળે રાત્રિ નજીકની બે બે ઘડી આહારનો ત્યાગ કરવો. કહ્યું છે કે, “રાત્રિ ભોજનના દોષને જાણનાર જે પ્રાણી
૩૪