________________
સાતસો મહાનીતિ
પગે ફોલ્લા થયા, ફુટી ગયા, લોહી નીકળ્યું, તો પણ કંઈ ગમ્યું નહીં. તેનું આયુષ્ય ઓછું જાણી મુનિએ તેને અનશન (સંથારો) છેવટના સમાધિમરણ સંબંધી કહેવાનું હતું તે કહી દીધું. તેની તેણે પકડ કરી લીધી. મુનિ વિહાર કરી ચાલ્યા ગયા. પછી તે અવંતિસુકમાળ પાસે રાત્રે જ્યાં તેમના જ પગમાંથી લોહી નીકળેલું હતું, તે પગલે પગલે ચાલીને શિયાળ અને તેના બચ્ચાં આવ્યા. તેણે સુકુમાળને પગથી ખાવા માંડ્યો. એક પહોરે એક પગ, બીજે પહોરે બીજો પગ ખાધો. પછી પેટ ફાડ્યું અને આંતરડા ખાવા લાગ્યા. ત્યારે અવંતિસુકુમાળનો દેહ છૂટી ગયો. સમાધિમરણ કરી તે નલિનીગુલ્મ વિમાનમાં ગયા.
અવંતિસુકુમાળ આગલા ભવમાં બે ભાઈઓ હતા. પરણેલા હતા. મુનિનો બોધ સાંભળી બેઉ ભાઈઓને વૈરાગ્ય થયો. એક કહે હું દીક્ષા લઉં અને તું ઘર ચલાવ. બીજો કહે હું દીક્ષા લઉં. તેમાંથી એક જણે દીક્ષા લીધી અને બીજો ઉદાસ થઈ ઘેર આવ્યો. જે ભાઈ સાઘુ થયો હતો તેની સ્ત્રી વઢવાડ કરવા લાગી અને કહ્યું ચાલો તમારા ભાઈને આપણે પાછા બોલાવી લાવીએ. પણ તે બીજા ભાઈને પણ દીક્ષા લેવી હતી. તે પોતાના ભાઈને પાછો સંસારમાં કેમ લાવે? એવા વિચારથી બોલ્યો નહીં. તેથી તેની ભોજાઈએ આરોપ આપતા કહ્યું કે તમારે બધું એકલાને ખાવું છે, તમારામાં ભાગ પડે માટે તેને બોલાવતા નથી. એમ તકરાર વધી ગઈ અને દિયરને રીસ આવવાથી આ વ્યર્થનો કકળાટ કરે છે એમ જાણી ઊઠીને તે બાઈને લાત મારી. લાત વાગવાથી તે બાઈનો દેહ છૂટી ગયો. મરતી વખતે એણે એવો ભાવ કર્યો કે હું એના પગને ખાનારી થાઉં. પછી ઘણા ભવ ભમતાં જે વેર બંધાયું હતું તેથી તે ભાભી આ ભવમાં શિયાળણી થઈ અને તેનો દિયર અવંતિસુકમાળ થયો. આ ભવમાં તે શિયાળણી થઈ મુનિને મારવાથી અનેક ભવમાં ભમતા તે નરકાદિ અધોગતિને પામશે. માટે પોતાના બાંઘેલા કર્મોના ફળ સુખ દુઃખ ઉપર સમભાવ રાખવા પ્રયત્ન કરું. ૬૦. રાત્રિ ભોજન કરું નહીં.
દિવસે ખાધેલો ખોરાક વહેલો પચે છે. રાત્રિભોજનથી પ્રમાદ વધે છે. તેથી કોઈ ભક્તિ, વાંચવુંવિચારવું વગેરે ન થાય. કંઈ ભલીવાર ન આવે એટલે પડતું મૂકી ઊંઘવું પડે છે. રાત્રે ઘણું સાચવે છતાં પણ હિંસા થવાનો સંભવ છે. રાત્રિભોજનના ત્યાગ કરનારને એક વરસમાં છ મહિનાના ઉપવાસ જેવું સહેજે થાય છે. રાત્રિનો વખત ભક્તિમાં કે સ્વાધ્યાયમાં કે જાગરણમાં ગાળવો હોય તો ખાઈને તેમ કરવા કરતાં વઘારે સહેલાઈથી રાત્રે ન જમવાથી થાય. રાત્રિભોજન કરવાની ટેવ હોય તેને ઘણું કરીને રસોઈ પણ રાત્રે કરવી પડે. વાસણ વગેરે સાફ કરવાનું પણ મોડી રાત સુધી ચાલે. પછી થાકી જાય એટલે ઊંઘી જાય. માટે રાત્રિભોજન કરું નહીં. મોક્ષમાળામાં રાત્રિભોજનના પાઠમાં પરમકૃપાળુદેવ જણાવે છે -
“અહિંસાદિક પંચ મહાવ્રત જેવું ભગવાને રાત્રિભોજન ત્યાગવ્રત કહ્યું છે. રાત્રિમાં જે ચાર પ્રકારના આહાર છે તે અભક્ષરૂપ છે. જે જાતિનો આહારનો રંગ હોય છે, તે જાતિના તમસ્કાય નામના જીવ તે આહારમાં ઉત્પન્ન થાય છે. રાત્રિભોજનમાં એ સિવાય પણ અનેક દોષ રહ્યા છે.”
“સપુરુષો તો દિવસ બે ઘડી રહે ત્યારે વાળુ કરે; અને બે ઘડી દિવસ ચઢ્યા પહેલાં ગમે તે જાતનો આહાર કરે નહીં. રાત્રિભોજનને માટે વિશેષ વિચાર મુનિસમાગમથી કે શાસ્ત્રથી જાણવો. એ સંબંઘી બહુ સૂક્ષ્મ ભેદો જાણવા અવશ્યના છે. ચારે પ્રકારના આહાર રાત્રિને વિષે ત્યાગવાથી મહફળ છે. એ જિનવચન છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૮)
૩૩