________________
સાતસો માનીતિ
૨૪૫, અબ્રહ્મચર્ય સેવું નહીં.
‘શ્રીમદ્ રાજચંદ્ર’માંથી – , ‘‘બ્રહ્મચર્ય વિષે : પરમાર્થહેતુ માટે નદી ઊતરવાને ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી, પણ અબ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી; ને તેને માટે કહ્યું છે કે અલ્પ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઈને મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ
નહીં.” (વ.પૂ.૭૧૫)
“મહા રૌદ્ર એવું અબ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, ચાર્ટિંત્રનો નાશ કરનાર, તે આ જગતમાં મુનિ આચરે નહીં.’’ (વ.પૃ.૧૮૬)
વર્તમાનકાળમાં ક્ષયરોગ વિશેષ વૃદ્ધિ પામ્યો છે, અને પામતો જાય છે. એનું મુખ્ય કારણ બ્રહ્મચર્યની ખામી, આળસ અને વિષયાદિની આસક્તિ છે. ક્ષયરોગનો મુખ્ય ઉપાય બ્રહ્મચર્ય સેવન, શુદ્ધ સાત્વિક આહારપાન અને નિયમિત વર્તન છે.'' (વ.પૂ.500)
“સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. સર્વ જ્ઞાનીપુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે, તે સાવ સિદ્ઘ છે; અને જેમ જેમ જ્ઞાનીના વચનનું અવગાહન થાય છે, તેમ તેમ કંઈક કંઈક કરી પાછા હઠતાં અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે; કામનું સ્વરૂપ જ જ્ઞાનીપુરુષનાં વચન સાંભળી જીવે જાણ્યું નથી; અને જો જાણ્યું હોત તો તેને વિષે સાવ નીરસતા થઈ હોત." (૧.પૃ.૪૧૩)
‘બોધામૃતભાગ-૧’માંથી :- “બ્રહ્મચર્યવ્રત લેવું તે ઘણું ઉત્તમ છે. તે લેતા અગાઉ વરસ બે વરસ અખતરો કરવો અને પૂર્ણ ભરોસો પડે કે હવે પાળી શકાશે તો લેવું. વ્રત લઈને ભાંગવું નહી, તે ભાંગે તો મહાદોષ લાગે. વ્રત લઈને માંગવામાં તે ન લીધું હોય તેના કરતાં વધુ દોષ છે. લીધા પછી સાધુના જીવન મુજબ જિંદગી સુધી વખત પસાર કરવો. વ્રત ભંગ ન થવા દેવું, ઝેર ખાઈને અથવા કટાર પેટમાં મારીને મરવું પણ વ્રતમાં આંચ આવવા દેવી નહીં. ત્યાગેલી વસ્તુ પ્રત્યે તે વિષ્ટા સમાન છે તેવો તુચ્છ ભાવ રાખવો. તેનું કંઈ માહાત્મ્ય નથી.” (બો.૧ પૃ.૭૯)
‘‘બ્રહ્મચર્ય દશ પ્રકારે તથા પાંચ ભાવનાએ કરી સુરક્ષિત રહી શકે છે. તેનું યથાર્થ રીતે પાલન કરવા ઇચ્છનારે સ્ત્રીઓનો સહવાસ ન રાખવો. તે બેઠી હોય ત્યાર બાદ બે ઘડી સુધીમાં તે જગ્યાએ બેસવું નહીં. તેમના રૂપનું નિરીક્ષણ કરવું નહીં તથા સ્પર્શ કરવો નહીં. મોટી ઉંમરની, સમાન વયની તથા નાની વયની સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવ, ભગિનીભાવ તથા પુત્રીભાવની વૃષ્ટિથી જોવું. તિર્યંચ, નપુંસક તથા ચિત્રો જોવાથી વિકાર થાય છે, માટે તેનો ત્યાગ કરવો. વીર્યસ્ખલન થવા દેવું નહીં. યુવાનવયના માણસો કે જે કામવિકારની વાર્તા કરતા હોય તેથી દૂર રહેવું; અને વૃદ્ઘ કે જેના સહવાસથી જ્ઞાનવાર્તા થાય તથા વૃદ્ધાવસ્થાનાં દુઃખ જોવા મળે તેથી વૈરાગ્યનું કારણ થાય છે, માટે તેમનો સહવાસ રાખવો. સ્ત્રી હોય તે રૂમમાં સુવું નહીં. રિષ્ઠ ભોજન કરવું નહીં.'' (બી.૧ પૃ.૧૩)
“કામ છે તે ક્લ્પનારૂપી ઇંડામાંથી ઉત્પન્ન થતા સર્પ સમાન, રતિરૂપ મુખવાળો, હર્ષશોકરૂપ બે જીભવાળો, અજ્ઞાનરૂપ દરમાં રહેનારો, કામજ્વ૨રૂપ ઝેરી દાહથી દેહ–કાંચળીના ત્યાગરૂપ મરણ નીપજાવનારો છે. વિકારો ઉત્પન્ન થતા પહેલાં જ દાબી દેવા, તેમજ તેવાં નિમિત્તોથી દૂર રહેવું. તે ઉત્પન્ન થયા બાદ ઠંડા ઉપચારથી કે સ્નાનવિલેપનથી કામદાહ શાંત થતો નથી. તેને શાંત કરવામાં બાહ્ય ઉપચારો કામ લાગતા નથી. તે તો મન ઉપર આધાર રાખે છે. માટે મન ઉપર કાબૂ રાખતાં શીખવું.
૧૫૬